IND vs SA T20: ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની જગ્યાએ આ ઘાતક બોલરનો ટીમમાં સમાવેશ
T20 World Cup 2022: ભારતના ઘાતક બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે હાલ ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો છે. જેના કારણે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. જસપ્રીત બુમરાહ સાઉથ આફ્રીકાની સાથે હાલ ચાલી રહેલી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ બીસીસીઆઈએ એક ઘાતક બોલરને જગ્યા આપી છે. આ ખેલાડી હાલ ખુબ જ શાનદાર ફોર્મમાં છે.
Trending Photos
T20 World Cup 2022: ભારતના ઘાતક બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે હાલ ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો છે. જેના કારણે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. જસપ્રીત બુમરાહ સાઉથ આફ્રીકાની સાથે હાલ ચાલી રહેલી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ બીસીસીઆઈએ એક ઘાતક બોલરને જગ્યા આપી છે. આ ખેલાડી હાલ ખુબ જ શાનદાર ફોર્મમાં છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 3 મેચોની સિરીઝની બાકીની બે મેચોમાં આ ખેલાડી રમશે. હાલ ભારત 1-0થી આગળ છે.
જસપ્રીત બુમરાહની જગ્યાએ આ ખેલાડીને મળી જગ્યા
બીસીસીઆઈએ ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને તક આપી છે. BCCI એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે સિલેક્ટર્સે મોહમ્મદ સિરાજને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની જગ્યાએ ટીમમાં સામેલ કર્યો છે. બુમરાહને પીઠમાં ઈજા થઈ છે અને હાલ તે બીસીસીઆઈની મેડિકલ ટીમની નિગરાણીમાં છે. સિરીઝની બાકીની બે મેચ ગુવાહાટીમાં બે ઓક્ટોબર અને ઈન્દોરમાં ચાર ઓક્ટોબરે રમાશે.
🚨 NEWS 🚨: Mohd. Siraj replaces injured Jasprit Bumrah in T20I squad. #TeamIndia | #INDvSA
More Details 🔽https://t.co/o1HvH9XqcI
— BCCI (@BCCI) September 30, 2022
બુમરાહની જગ્યા લેવા માટે મોહમ્મદ શમી પ્રબળ દાવેદાર હતો. પરંતુ છેલ્લે પસંદગીકારોએ સિરાજને તક આપી. ફાસ્ટ બોલર સિરાજનું હાલ ફોર્મ શાનદાર જોવા મળ્યું છે. તે ખુબ લયમાં પણ જોવા મળી રહ્યો છે. સિરાજે આ મહિને વોરવિકશાયર માટે પોતાનું કાઉન્ટી ડેબ્યૂ કર્યું હતું. જ્યાં તે પોતાના પ્રદર્શનથી છવાઈ ગયો. સિરાજે એજબેસ્ટનના મેદાન પર રમાયેલી મેચમાં સમરસેટ વિરુદ્ધ પહેલી ઈનિંગમાં 82 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.
સિરાજનો છે કમાલનો રેકોર્ડ
મોહમ્મદ સિરાજને જ્યારે જ્યારે તક મળી છે ત્યારે તેણે ભારત માટે પોતાનું બેસ્ટ આપવાની કોશિશ કરી છે. સિરાજે ભારત માટે અત્યાર સુધીમાં 13 ટેસ્ટ, 10 વનડે અને 5ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં સિરાજે 30.77ની સરેરાશથી 40 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનુંબેસ્ટ પ્રદર્શન 73 રન આપીને 5 વિકેટનું રહ્યું છે. વનડે ની વાત કરીએ તો સિરાજે 31.07ની એવરેજથી 13 વિકેટ લીધી છે. આ ઉપરાંત ટી20 ઈન્ટરનેશનલમાં સિરાજે પોતાના નામે 5 વિકેટ કરી છે.
ભારતીય ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ કરનારા જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટી20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો છે. જે આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં થનાર છે. બુમરાહ હાલ પીઠના દુખાવાની ગંભીર સમસ્યાથી પરેશાન છે. આગામી કેટલાક મહિના સુધી તેણે ટીમમાંથી બહાર રહેવું પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે