Land grabbing act News

બગાસુ ખાતા પતાસુ મળ્યું?જમીન કેસમાં પકડાયેલો વ્યક્તિ 35 ગુનાનો હિસ્ટ્રી શીટર નીકળ્યો
ઘણા ગુનેગારો તો જન્મતાની સાથે જ જાણે કે ગુના ખોરીની દુનિયામાં પગ મૂકી દે અને ગુનેગારોમાં પણ દહેશત ફેલાવી દેતા હોય છે, ધોરાજી પોલીસે એક દિવસ પહેલા એક ગુનેગાર પકડી પડ્યો તેનો ગુનો હતો લેન્ડ ગ્રેબીંગનો પણ જયારે તેની હિસ્ટ્રી જોF તો ધોરાજી પોલીસ પણ દંગ રહી ગઈ.  તે અઠંગ ગુનેગાર હોવાનું સામે આવ્યું અને તેણે 35 થી વધુ ગુનાને અંજામ આપી ચુક્યો હતો. થોડા દિવસ પહેલા ધોરાજી પોલીસ સ્ટેશનમાં ધોરાજી નગરપાલિકાના આસિસ્ટન પ્લાનિંગ ઓફિસર અને ચીફ ઓફિસર દ્વારા શહેરનો પ્રથમ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવ્યો અને તેના આધારે ધોરાજી પોલીસે એક વ્યક્તિ સલીમ ઇસ્માઇલ કુરેશી ઉર્ફે બાબરને પકડી પાડવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી. 
Mar 15,2021, 20:28 PM IST
ગુજરાતમાં પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ભાવનગરમાં એક સાથે 3 ફરિયાદ દાખલ
ભુમાફિયાઓ તથા જમીન પચાવી પાડનારા તત્વો પર અંકુશ મુકવા રાજ્ય સરકાર દ્વારા હાલમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 અમલમાં મુકવામાં આવેલ છે. જે કાયદા હેઠળ નાગરિકોની જમીન તથા માલિકીનાં હકોને સાચવવા માટે કાયદો લવાયો તેની શરૂઆત ભાવનગરથી થઇ છે. ભાવનગરમાં આજે એક સાથે ત્રણ ફરિયાદ આ કાયદા અનુસાર નોંધાઇ છે. પ્રથમ ફરિયાદ માર્કેટિંગ યાર્ડ ભાવનગરની 161 ચો.મી જમીન પર છત્રપાલસિંહ પરમાર દ્વારા છેલ્લા 20 વર્ષથી પતરાનો શેડ બનાવી હોટલ લાયક માળખુ ઉભુ કરી જમીનનો કબજો ખાલી નહી કરવા અંગેની સેક્રેટરી મહારાજા સાહેબ કૃષ્ણકુમાર સિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી દ્વારા નોંધાવવામાં આવી છે.
Jan 2,2021, 23:47 PM IST

Trending news