કોરોના કાળમાં મહેસાણામાં ખાનગી તબીબોએ માનવતા મહેકાવી, દર્દીઓને આપી રહ્યાં છે નિશુલ્ક સેવા

કોરોના કાળમાં એક તરફ પ્રાઈવેટ હોસ્પિટલોમાં કેટલાંક તબીબોમાં પોતાની ઈચ્છા મુજબની ફી ઉભરાવીને દર્દીઓ પાસેથી તગડી કમાણી કરે છે. કેટલાંક આરોગ્ય સાથે સંકળાયેલાં લોકો દવાઓની કાળા બજારી કરે છે. એવા સમયે ગુજરાતના મહેસાણા જિલ્લામાં પ્રાઈવેટ ડોક્ટરોએ દર્દીઓની નિશુલ્ક સેવા કરીને માનવતા મહેકાવવાનું કામ કર્યું છે.

કોરોના કાળમાં મહેસાણામાં ખાનગી તબીબોએ માનવતા મહેકાવી, દર્દીઓને આપી રહ્યાં છે નિશુલ્ક સેવા

તેજસ દવે, મહેસાણાઃ કોરોના કાળમાં એક તરફ પ્રાઈવેટ હોસ્પિટલોમાં કેટલાંક તબીબોમાં પોતાની ઈચ્છા મુજબની ફી ઉભરાવીને દર્દીઓ પાસેથી તગડી કમાણી કરે છે. કેટલાંક આરોગ્ય સાથે સંકળાયેલાં લોકો દવાઓની કાળા બજારી કરે છે. એવા સમયે ગુજરાતના મહેસાણા જિલ્લામાં પ્રાઈવેટ ડોક્ટરોએ દર્દીઓની નિશુલ્ક સેવા કરીને માનવતા મહેકાવવાનું કામ કર્યું છે.

હાલમાં કોરોનામાં સપડાઈને સારવાર બાદ ઘણા દર્દીઓને મ્યુકરમાઈક્રોસીસથી પીડાઈ રહ્યા છે. મ્યુકરમાઈક્રોસીસ ની સારવાર પણ મોઘી હોવાથી આવા દર્દીઓને મફત ઓપરેશન કરી આપવા મહેસાણાના ખાનગી તબીબોની ટીમ આગળ આવી છે. ખાસ કરીને મહેસાણાના જાણીતા ઈ.એન.ટી. સ્પેશ્યાલીસ્ટ ડો.નિર્ભય દેસાઈ અને તેમની ટીમે આ કપરા સમયમાં દર્દીઓની નિશુલ્ક સેવા અને સારવાક કરીને ડોક્ટરને ભગવાનનો દરજ્જો કેમ આપવામાં આવ્યો છે તે ખરા અર્થમાં સાર્થક પુરવાર કર્યું છે.

IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!

મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં હાલમાં મ્યુકરમાઈક્રોસીસ વોર્ડ તૈયાર કરાયો છે. જ્યાં મ્યુકરમાઈક્રોસીસના દર્દીઓને સારવાર અપાય છે. જેમાં જે દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત ઉભી થાય તેવા દર્દીઓને ૧૪ ખાનગી તબીબોની ટીમે મફતમાં ઓપરેશન કરી આપશે. અને અત્યાર સુધી આવા બે ઓપરેશન પણ સફળતા પૂર્વક કરવામાં આવ્યા છે.

WhatsApp માં Delete કર્યા વિના પણ આ રીતે Hide કરી શકાય છે પર્સનલ Chat

મ્યુકરમાઈક્રોસીસ ની સારવાર ખુબજ ખર્ચાળ હોવાથી મધ્યમ વર્ગ ને ભારે તકલીફ નો સામનો કરવો પડે છે જેને લઈ મહેસાણા ના ખાનગી તબીબો ની ટિમ આવા કપરા સમય માં પૈસા ન અભાવે કોઈ જીવ ના ગુમાવે તે હેતુ થી ની શુલ્ક ઓપરેશન કરી રહ્યા છે તેમની આ પહેલ થકી ડોક્ટર ભગવાન નું રૂપ છે એ વાત સાર્થક થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news