કોરોનાથી રિકવર થયા બાદ કેન્દ્રીય મંત્રી Ramesh Pokhriyal ને થઈ આ સમસ્યા, AIIMS માં દાખલ
કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકને કોરોના વાયરસમાંથી રિકવર થયા બાદ થનારી સમસ્યાઓના કારણે દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકને કોરોના વાયરસમાંથી રિકવર થયા બાદ થનારી સમસ્યાઓના કારણે દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. એમ્સ અધિકારીઓ તરફથી મંગળવારે આ વાતની જાણકારી આપવામાં આવી.
Union Education Minister Dr Ramesh Pokhriyal Nishank admitted to AIIMS due to post COVID complications today: AIIMS officials
(File pic) pic.twitter.com/w1xMx8xhmt
— ANI (@ANI) June 1, 2021
12મીની પરીક્ષાઓ પર આજે થવાનો છે નિર્ણય
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(CBSE) અને કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CICSE) ની 12મા ધોરણની પરીક્ષા અંગે આજે નિર્ણય થવાનો છે. જો કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત ખરાબ હોવાના કરાણે એક્ઝામ પર નિર્ણય ટળી શકે છે. જો કે આ અંગે હજુ કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે