કામ-ધંધા છોડી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા લોકો, રાજ્યમાં આધાર અપડેટની માથાકૂટ

રાજ્યમાં ઈ-કેવાયસી અને આધાર અપડેટથી લોકો પરેશાન થઈ ગયા છે. રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે લોકો લાઈનમાં ઉભા રહેતા હતા હવે આધાર અપડેટ કરાવવા માટે વિવિધ જગ્યાએ લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

કામ-ધંધા છોડી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા લોકો, રાજ્યમાં આધાર અપડેટની માથાકૂટ

રાજકોટઃ સમગ્ર ગુજરાતમાં હાલ આધાર કાર્ડમાં અપડેટની માથાકૂટ ચાલી રહી છે. થોડા સમય પહેલા જ રાજ્યભરમાંથી KYCનો કકળાટ જોવા મળ્યો હતો.  KYC કરાવવા માટે લોકોની લાઈનો હતી પરંતુ સરકારી સર્વર વારંવાર બંધ થઈ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તો હવે આધાર કાર્ડમાં પણ લોકો હાલ જોરદાર હેરાન થઈ રહ્યા છે. આધારમાં પણ અપડેટ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. જુઓ આધારમાં નિરાધાર લોકોનો આ અહેવાલ....

છેલ્લા કેટલાક સમયથી ગુજરાત જાણે લાઈનમાં હોય તેવું લાગી રહ્યું છે. જાતભાતના સરકારી કામ માટે જ્યાં નજર કરીએ ત્યાં લોકોની લાઈનો જોવા મળી રહી છે. RTOની કામગીરી હોય કે રાશન કાર્ડની કામગીરી...બધે જ લાઈનો જોવા મળી હતી...આ લાઈનો હજુ ઓછી થવાનું નામ નથી લઈ રહી...જુઓ આ દ્રશ્યો...દ્રશ્યો રાજકોટના જેતપુર શહેરના છે...જ્યાં પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ સુધારા વધારા માટે લાઈનો જોવા મળી રહી છે...અરજદારો પોતાનો કામ ધંધો છોડીને સવારથી જ લાઈનમાં લાગેલા જોવા મળી રહ્યા છે.

Add Zee News as a Preferred Source

અરજદારો પોતાનો કામ ધંધો છોડીને લાઈનમાં લાગેલા છે. પરંતુ લાઈનમાં લાગ્યા પછી પણ કામ થશે કે નહીં તે નક્કી નથી...કારણ કે આધારનું સર્વર વારંવાર ડાઉન થઈ જાય છે. ઘણીવાર તો એવું થાય છે કે આખો દિવસ લાઈનમાં ઉભા રહ્યા બાદ જ્યારે નંબર આવે ત્યારે જ સર્વર બંધ થઈ જાય છે....જેના કારણે વ્યક્તિનો આખો દિવસ ફેલ જાય છે. આવું તો ગુજરાતના અનેક શહેરોમાં જોવા મળી રહ્યું છે.

રાજકોટના જેતપુરમાં નવા આધારકાર્ડ માટે અને આધારકાર્ડમાં સુધારા-વધારાની કામગીરી માટે વહેલી સવારથી અરજદારોની લાઈનો લાગે છે. કડકડતી ઠંડીમાં બાળકો સહિતના લોકો ઉભા રહેવા મજબૂર બને છે તેમ છતાં પણ આધારકાર્ડની કીટ વધારવામાં નથી આવતી. ઘણી વખત તો સવારથી ઉભા રહ્યા હોય અને જ્યારે નંબર આવે ત્યારે આધારકાર્ડની કામગીરી બંધ કરી દેવામાં આવે છે જેથી અરજદારોને ધરમના ધક્કા ખાવા પડે છે આધાર ફરજિયાત છે પરંતુ આધાર બનાવવાની ઢીલી કામગીરીથી લોકોમાં ભારે રોષ છે...સાથે e-KYCની કામગીરી પર સમયસર ન થતી હોવાથી મુશ્કેલી ભોગવવી પડે છે...ત્યારે હવે જિલ્લા વહીવટી તંત્ર આ મુદ્દે ધ્યાન આપે તેવી માગ ઉઠી છે.

આધાર કાર્ડ હોય કે પછી રાશન કાર્ડ...KYCને કારણે લોકોએ જે મુશ્કેલી વેઠી તે પછી પણ સરકાર અને સરકારી તંત્રએ કોઈ શીખ લીધી હોય તેમ લાગતું નથી...કારણ કે વારંવાર લોકો હેરાન થઈ રહ્યા હોવા છતાં પણ નિયમ કે પછી સિસ્ટમમાં કોઈ સુધારો આવ્યો હોય તેમ લાગતું નથી...જોવું રહ્યું કે આગળ શું થાય છે...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news