ગુડ્સ ટ્રેનના લોકો પાયલટ અને ફોરેસ્ટ ટ્રેકર્સે બચાવ્યો 2 સિંહોનો જીવ, આખી ઘટના જાણીને પ્રશંસા કરશો

Bhavnagar News : ભાવનગરમાં લોકો પાયલટ દ્વારા 2 સિંહને બચાવવામાં આવ્યા... પીપાવાવ-રાજુલા સેકશન વચ્ચે ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા... 2 ફોરેસ્ટ ટ્રેકરે લાલબત્તી બતાવી રેલવે ટ્રેક પર 2 સિંહ બેઠાની માહિતી આપી.. ફોરેસ્ટ ટ્રેકર ભરતભાઇ અને ભોલાભાઇએ માહિતી આપી હતી... લાલબત્તી જોઇને લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને રોકી

ગુડ્સ ટ્રેનના લોકો પાયલટ અને ફોરેસ્ટ ટ્રેકર્સે બચાવ્યો 2 સિંહોનો જીવ, આખી ઘટના જાણીને પ્રશંસા કરશો

Bhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર રેલ્વે મંડળ સિંહો અને વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. રેલવે મંડળના નિર્દેશ મુજબ ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરતી વખતે વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાઇલોટની સતર્કતાના કારણે આ વર્ષમાં એપ્રિલથી અત્યાર સુધીમાં કુલ 44 સિહોંના જીવ બચ્યા છે. જ્યારે 19 ઓગસ્ટ, 2024 ના રોજ લોકો પાઇલટ વિવેક વર્મા, હેડક્વાર્ટર સુરેન્દ્રનગર અને સહાયક લોકો પાઇલટ રાહુલ સોલંકી, હેડક્વાર્ટર બોટાદ ની સતર્કતા ના કારણે વધુ બે સિંહના જીવ બચ્યા છે.

લોકો પાયલટ ગુડ્સ ટ્રેન નંબર PPSP/ ICDD D/S, પર પીપાવાવ – રાજુલા સેક્શનમાં કિ.મી. 21/8 પર 05.30 વાગ્યે કામ કરી રહ્યા હતા. જે દરમ્યાન ફોરેસ્ટ ટ્રેકર ભરતભાઈ અને ભોલાભાઈએ લાલ બત્તી બતાવી માહિતી આપી હતી કે રેલ્વે ટ્રેક પર 2 સિંહો બેઠા છે. જે લાલ બત્તી ને જોઈને લોકો પાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને અટકાવી હતી.

થોડા સમય પછી, ફોરેસ્ટ ટ્રેકર તરફથી ટ્રેક ક્લિયર થવાના સંકેત મળ્યા બાદ, ટ્રેનને સાવચેતીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ ખસેડવામાં આવી હતી. લોકો પાયલટની પ્રસંશનીય કામગીરીના ઓગળે ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર અને એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાઁશુ શર્મા દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news