રાજકોટ બ્રીજ દુર્ઘટનાઃ મૃતકના પરિવારજનોને ચાર-ચાર લાખની સહાય, સીએમની જાહેરાત


મુખ્યમંત્રીએ આ બે મૃતક વ્યકિતઓના પરિવારજનોની વિપદામાં પડખે ઊભા રહેતાં બેય મૃતક વ્યકિતઓના પરિવારને રૂ. ૪-૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આપવાની જાહેરાત કરી છે.

 રાજકોટ બ્રીજ દુર્ઘટનાઃ મૃતકના પરિવારજનોને ચાર-ચાર લાખની સહાય, સીએમની જાહેરાત

રાજકોટઃ રાજકોટમાં ગઈકાલે આજી ડેમ ચોકલી ઓવરબ્રીજની દિવાલ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં બે નિર્દોશ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવેદના પ્રગટ કરી છે અને બંન્નેના મૃતકના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. 

મુખ્યમંત્રીએ આ બે મૃતક વ્યકિતઓના પરિવારજનોની વિપદામાં પડખે ઊભા રહેતાં બેય મૃતક વ્યકિતઓના પરિવારને રૂ. ૪-૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ ગઇકાલે સોમવારે થયેલી આ દુર્ઘટનાની મેજીસ્ટ્રીયલ તપાસના આદેશો પણ રાજકોટ જિલ્લા કલેકટરને તત્કાલ આપેલા છે. 

વિજયભાઇ રૂપાણીએ આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા  સ્વ.ભુપતભાઇ મીયાત્રા અને સ્વ.વિજયભાઇ વિરડા  એમ બે મૃતકોના  પરિવાર ને રૂ.૪-૪ લાખ મળી કુલ ૮ લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી ચુકવવાની સૂચના પણ આજે જિલ્લા કલેકટરને આપી છે 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news