Rajkot Lok Sabha Chunav Result: ધાનાણીને હરાવી વિરોધની વચ્ચે રાજકોટમાં રૂપાલાએ રંગ રાખ્યો, ફરી ખિલ્યું કમળ

Rajkot Lok Sabha Chunav Result 2024: રાજકોટ લોકસભા બેઠક પર શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપના પરસોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યાં છે.  આ વખતની ચૂંટણીમાં ખુદ પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધના નિવેદનને કારણે ભારે ઓહાપોહ થયો હતો. જેથી મતગણતરી દરમિયાન હજુ પણ બદલાઈ શકે છે ટ્રેન્ડ...

Rajkot Lok Sabha Chunav Result: ધાનાણીને હરાવી વિરોધની વચ્ચે રાજકોટમાં રૂપાલાએ રંગ રાખ્યો, ફરી ખિલ્યું કમળ

Rajkot Lok Sabha Election Result 2024: રાજકોટ એ ગુજરાતના લોકસભા મતવિસ્તાર પૈકીનો એક છે. સૌરાષ્ટ્રમાં આવેલું રાજકોટ એ ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, અહીંની વસ્તી 27,21,136 છે, જેમાંથી 35.11% ગ્રામીણ અને 64.89% શહેરી વસ્તી છે. અનુસૂચિત જાતિની વસ્તી 7.05% છે. 2018ની મતદાર યાદી અનુસાર અહીં કુલ મતદારોની સંખ્યા 18,34,412 છે. રાજકોટ જિલ્લામાં લગભગ 10 ટકા મુસ્લિમ વસ્તી છે. લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની તમામ બેઠકો પર ત્રીજા તબક્કામાં 7 મે ના રોજ મતદાન થયું હતું. જેમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વચ્ચે બજરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. જોકે, શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપના પરસોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યાં છે.  આ વખતની ચૂંટણીમાં ખુદ પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધના નિવેદનને કારણે ભારે ઓહાપોહ થયો હતો. જેથી મતગણતરી દરમિયાન હજુ પણ બદલાઈ શકે છે ટ્રેન્ડ....

રાજકોટ લોકસભા સીટ પર 59. 69 ટકા મતદાનઃ
રાજકોટ લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. રાજકોટમાં કુલ 59.69 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો જસદણમાં 55.68 ટકા, રાજકોટ ઈસ્ટમાં 57.88 ટકા, રાજકોટ રુરલમાં 58.58 ટકા, રાજકોટ દક્ષિણમાં 57.80 ટકા, રાજકોટ વેસ્ટમાં 58.27 ટકા, ટંકારામાં 66.84 ટકા અને વાંકાનેરમાં 64.83 ટકા મતદાન નોંધાયું હતું.

રાજકોટની વિશેષતાઃ
રાજકોટ શહેરના સેન્ટ્રલ જ્યુબિલી ગાર્ડનમાં લેંગ લાઇબ્રેરી છે, જેમાં ગુજરાતી સાહિત્ય છે. ઉપરાંત, ત્યાં વોટસન મ્યુઝિયમ છે, જેમાં બ્રિટિશ સંસ્થાનવાદી શાસનના ચિત્રો અને કલાકૃતિઓ છે. રોટરી ડોલ મ્યુઝિયમમાં વિશ્વભરની ઢીંગલીઓનો સંગ્રહ કરવામાં આવેલો છે.

રાજકોટનો રાજકીય ઈતિહાસઃ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણીલક્ષી રાજકીય સફર રાજકોટથી શરૂ થઈ હતી, જ્યારે 2001માં મુખ્યમંત્રી પદની જવાબદારી મળ્યા બાદ તેઓ રાજકોટ બેઠક પરથી પેટા ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. રાજકોટ લોકસભા બેઠક માટે 1962માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી અને તેમાં કોંગ્રેસનો વિજય થયો હતો. નવલશંકર કોંગ્રેસની ટિકિટ પર અહીંથી પહેલી ચૂંટણી જીત્યા હતા.

પરસોત્તમ રૂપાલાની પ્રોફાઈલઃ
ઉમેદવારઃ ભાજપ
જન્મ- 1 ઓક્ટોબર, 1954
અભ્યાસ- B.Sc. B.Ed.
1977થી 1983- શાળામાં આચાર્ય રહ્યા
1983થી 1987- અમરેલી પાલિકાના ચીફ ઓફિસર
1988થી 1991- અમરેલી ભાજપના જિલ્લા પ્રમુખ
1991થી 2002- અમરેલીના ધારાસભ્ય
1992- ગુજરાત ભાજપના પ્રદેશ મંત્રી
1995- પાણીપુરવઠા મંત્રી
2001- કૃષિમંત્રી
1998થી 2001- GIDCના ચેરમેન
2006થી 2010- ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ
2010થી 2016- ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ
2008- રાજ્યસભાના સાંસદ
2016- કેન્દ્રમાં કૃષિ રાજ્યમંત્રી
2021- કેન્દ્રમાં મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન મંત્રી
-
પરેશ ધાનાણીની પ્રોફાઈલઃ
ઉમેદવારઃ કોંગ્રેસ
જન્મ- 15 ઓગસ્ટ, 1976
અભ્યાસ- B.Com.
ખેડૂતનેતા, જાયન્ટ કિલરની ઓળખ
2002- અમરેલીથી પહેલીવાર ચૂંટણી લક્યા, રૂપાલાને હરાવી MLA બન્યા
પોઝિટિવઃ
2007- દિલીપ સંઘાણી સામે 4000 મતથી હાર્યા
2012- સંઘાણીને હરાવ્યા, અમરેલીથી ફરી MLA ચૂંટાયા
2017- ધારાસભ્ય ચૂંટાયા, વિધાનસભામાં નેતા વિપક્ષ બૈન્યા
2022- વિધાનસભાની ચૂંટણી હાર્યા

રાજકોટ લોકસભાનું જ્ઞાતિનું ગણિતઃ
પટેલ મતો આ વિસ્તારમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. બહુમતી કડવા પટેલોની છે. આ ઉપરાંત અહીં બ્રાહ્મણ, ક્ષત્રિય, કોળી અને બનીયા મતો પણ વિપુલ પ્રમાણમાં છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્વેલરીનો વેપાર કરતા વેપારીઓ છે. આ વિસ્તારમાં જ્વેલરીનું કામ મોટા પાયે થાય છે. આ કારણે રાજકોટને પશ્ચિમ ભારતનું જ્વેલ સ્ટેટ પણ કહેવામાં આવે છે. રાજકોટ લોકસભા બેઠક જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનાદર જિલ્લામાં આવે છે. રાજકોટ લોકસભા હેઠળ ટંકારા, રાજકોટ પશ્ચિમ, જસદણ, વાંકાનેર, રાજકોટ દક્ષિણ, રાજકોટ પૂર્વ અને રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકો છે.

રાજકોટ લોકસભા બેઠક પર આ વખતે કેટલાં ઉમેદવારો વચ્ચે હતો જંગ?
ક્રમ  ઉમેદવાર           પાર્ટી
1     ચમનભાઈ સવસાણી     બસપા
2     પરેશ ધાનાણી કોંગ્રેસ
3     પરષોત્તમ રૂપાલા   ભાજપ
4     નિરલભાઈ અજાગિયા   અપક્ષ
5     જીગ્નેશભાઈ મહાજન  અપક્ષ
6     નયન ઝાલા    અપક્ષ
7     પ્રકાશ સિંધવ      અપક્ષ
8     ભાવેશ આચાર્ય      અપક્ષ
9     ભાવેશભાઈ પીપળીયા  અપક્ષ

રાજકોટ લોકસભા બેઠકનો જીતનો ઈતિહાસઃ
લોકસભા ચૂંટણી રાજકોટ બેઠક પર ચૂંટાયેલા સાંસદ
1952 – હિંમતસિંહજી (કોંગ્રેસ)
1952 – ખંડુભાઈ દેસાઈ (કોંગ્રેસ)
1962 – યુ એન ઢેબર (કોંગ્રેસ)
1967 – મીનુ મસાની (સ્વતંત્ર પાર્ટી)
1971 – ઘનશ્યામ ઓઝા (કોંગ્રેસ)
1977 – કેશુભાઈ પટેલ (જનતા પાર્ટી)
1980 – રામજીભાઈ માવાણી(કોંગ્રેસ)
1984 – રમાબેન પટેલ (કોંગ્રેસ)
1989 – શિવલાલ વેકરિયા (ભાજપ)
1991 – શિવલાલ વેકરિયા (ભાજપ)
1996 – વલ્લભ કથીરિયા (ભાજપ)
1998 – વલ્લભ કથીરિયા (ભાજપ)
1999 – વલ્લભ કથીરિયા (ભાજપ)
2004 – વલ્લભ કથીરિયા (ભાજપ)
2009 – કુંવરજી બાવળિયા (કોંગ્રેસ)
2014 – મોહન કુંડારિયા (ભાજપ)
2019 – મોહન કુંડારિયા (ભાજપ)

2019નો જનાદેશઃ
ભાજપના મોહન કુંડારિયા 7,58,645 મતોથી જીત્યા.
કોંગ્રેસના કગથરા લલિતભાઈને 3,90,238 મત મળ્યા હતા.
18,318 મતદારોએ NOTA માટે મતદાન કર્યું
બસપાના વિજય પરમારને 15,388 વોટ મળ્યા હતા.

2014નો જનાદેશઃ
મોહનભાઈ કુંડારિયા, ભાજપ – 5,08,437 મત (58.8%)
કુંવરજીભાઈ બાવળિયા, કોંગ્રેસ – 3,75,096 (35.5%)
2014ની ચૂંટણીની વોટિંગ પેટર્ન
કુલ મતદારો- 16,55,717
પુરૂષ મતદારો- 8,64,760
મહિલા મતદારો- 7,90,957
મતદાન- 10,57,069 (63.8%)

2019ની રાજકોટ લોકસભા ચૂંટણીનું ગણિતઃ
રાજકોટમાં ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યાં હતા. આ સાજે જ કુંડારિયા સતત બીજીવાર રાજકોટથી ભાજપના સાંસદ બન્યા હતાં. ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાને કુલ 7,58,645 મત મળ્યાં હતાં. ભાજપને આ બેઠક પર ત્યારે 63 ટકા મત મળ્યા હતાં. જ્યારે જીતનું અંતર 30.9 ટકાનું હતું.

2014ની રાજકોટ લોકસભા ચૂંટણીનું ગણિતઃ
રાજકોટમાં ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યાં હતા. આ વખતે મોહન કુંડારિયા આ જીત સાથે પહેલીવાર ભાજપના સાંસદ તરીકે ચુંટાયા હતા. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાને કુલ 6,21,224 મત મળ્યાં હતાં. ભાજપને આ બેઠક પર ત્યારે 58.8 ટકા મત મળ્યા હતાં. જ્યારે જીતનું અંતર 23.3 ટકાનું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news