Video: મહિલાએ છેડતીની ફરિયાદ કરી તો આરોપીની પત્નીને ઉકળતા તેલમાં હાથ નખાવ્યા

આજના મોર્ડન જમાનામાં પણ લોકો અંધશ્રદ્ધામાં માને છે. આવી જ એક ઘટના રાજકોટ શહેરમાં બની છે. 

Video: મહિલાએ છેડતીની ફરિયાદ કરી તો આરોપીની પત્નીને ઉકળતા તેલમાં હાથ નખાવ્યા

સત્યમ હંસોલા/ રાજકોટ: એક સત્યુગ હતો જ્યારે સીતા એ પોતાની પવિત્રતા સાબિત કરવા અગ્ની પરીક્ષા આપવી પડી હતી. તો એજ સત્યુગમાં રામ દ્વારા રાવણનો વધ પણ કરવામા આવ્યો હતો. પરંતુ સત્યુગથી ચાલી આવતી એજ પરંપરા હજુ પણ યથાવત છે. હજુ પણ સમાજમા રાવણો જીવત છે અને હજુ પણ અગ્નિ પરીક્ષા યથાવત છે.આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. 

સત્યુગને વિત્યા બે બે યુગો વિતી ચુક્યા છે. જો કે હજુ પણ સત્યુગથી ચાલી આવતી અગ્ની પરીક્ષા યથાવત જોવા મળી રહી છે. સગીર પિડીતાના જે સમયે તેના હાથ પ્રિયતમના હાથની મહેંદીથી શોભાવવા જોઈએ એ જ સમયે તેના હાથ બળબળતા તેલમા નાંખી દેવામા આવ્યા. તો બીજી તરફ પોલિસનું કહેવું છે કે છેડતીની કોઈ ફરિયાદ પિડીતા દ્વારા તેમને મળી નથી. તેમને જે ફરિયાદ મળી છે તે મુજબ રાહુલ અને સગીરા વચ્ચે પ્રેમ સંબંઘ હોઈ જે બાબતની શંકા રાહુલની પત્ની સુમને જતા આ પ્રકારના પારખા કરાવવામા આવ્યા હતા. 

ત્યારે પોલિસ તપાસમા શું વધુ બહાર આવશે તે જોવુ રહ્યું. તેમજ કયા સુધી સ્ત્રીઓએ અગ્નિ પરીક્ષા આપવી પડશે તે પણ એક મોટો સવાલ છે તો સાથો સાથ સવાલ એ પણ છે કે આખરે આ પ્રકારની અગ્ની પરીક્ષા ક્યારે બંધ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news