અંધશ્રદ્ધા

EDITOR'S POINT: Superstition In Gujarat PT20M27S

EDITOR'S POINT: ગુજરાતમાં ચાલે છે અંધશ્રદ્ધાની હાટડીઓ

વાત છે સમાજમાં લોકોને ધર્મના નામે છેતરતા ધૂતારા લોકોની... નવા ભારતમાં 21મી સદીમાં પણ લોકો અંધશ્રદ્ધામાં માને છે... આપણે વાત ચંદ્ર, મંગળ અને સૂર્ય પર જવાની કરીએ છીએ પરંતુ અંધશ્રદ્ધાનો સાથ છોડવાનું ભૂલતા નથી... ગુજરાતમાં કેવી રીતે અંધશ્રદ્ધાએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે... જેના કારણે શિક્ષિત સમાજના લોકો પણ તેનાથી અછૂત રહ્યા નથી...

Jan 16, 2020, 10:25 PM IST

વિચિત્ર પરંપરા : ખુદને પાંડવોના વંશજ માનનારા આ લોકો કાંટાની પથારી પર સૂઈ જાય છે

જો આપણી આંગળી પર એક પણ કાંટો વાગી જાય, તો કળ વળે છે. પરંતુ આજે આપણે એવા લોકો વિશે જાણીશું જેઓ કાંટાની સાથે રમે છે. જાણે ફુલોનો ગુચ્છો ન હોય, તેમ તેઆ કાંટાને પોતાના હાથથી પકડે છે. કાંટા પર આળોટે છે, અને તેના પર સૂઈ પણ જાય છે. વાત કરીએ બૈતૂલના રજ્જઢ સમુદાયની, જેઓ પોતાને પાંડવોના વંશજ માને છે. પાંડવોના આ વંશજ દર વર્ષે માગસર મહિનામાં સેલિબ્રેશન કરે છે, દુખ વ્યક્ત કરે છે અને કાંટા પર આળોટે છે. 

Dec 16, 2019, 11:51 AM IST
Brother kills his Brother In Chotaudaipur PT3M15S

અંધશ્રદ્ધાની આડમાં ભાઇએ જ કરી ભાઇની હત્યા, જુઓ વીડિયો

અંધશ્રદ્ધાની આડમાં ભાઇએ જ કરી ભાઇની હત્યા, જુઓ વીડિયો

Nov 1, 2019, 11:55 PM IST
Unparalleled journey for blind faith PT22M39S

અંધવિશ્વાસને દૂર કરવા આ ગામની મહિલાઓએ કાઢી ભૂતની નનામી

અંધવિશ્વાસને દૂર કરવા આ ગામની મહિલાઓએ કાઢી ભૂતની નનામી

Oct 27, 2019, 12:00 AM IST

ધર્મ અને આધ્યાત્મ : માતાની પૂજાના નામે સળગતા અંગારાનો ખેલ, જુઓ નવસારીનો Video

ધર્મ અને આધ્યાત્મ : ભારતમાં હજી પણ ખૂણે ખૂણે આવેલા ગામડાઓમાં અંધશ્રદ્ધા (Superstition) ના નામે વિવિધ ખેલ ચાલતા જોવા મળે છે. સોશિયલ મીડિયા (Social Media) ના કારણે હવે આવી અંધશ્રદ્ધા બહાર આવવા લાગી છે. ત્યારે નવસારી (Navsari) ના વાંસદા તાલુકાના નિરપણ ગામે પરંપરાગત માવલી માતાની પૂજા દરમ્યાન સળગતા અંગારાના ખેલનો વીડિયો (Video) સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો છે.

Oct 21, 2019, 10:57 AM IST

ઢબુડી માતા માટે ભક્તોમાં આંધળો વિશ્વાસ જગાવવા ધનજીની ટોળકીના આ ભેજાબાજો માસ્ટર પ્લાન બનાવતા

ઢબુડી માતાનાં નામે લોકો સાથે ઠગાઈ કરતા ધનજીની ઓડની એક પછી એક ચોંકાવનારા વીડિયો ક્લિપ સામે આવી રહ્યાં છે. ત્યારે ઝી મીડિયા આજે ધનજીના ઠગાઈનું સુઆયોજિત ષડ્યંત્ર વિશે બતાવશે, ખરેખર કેવી રીતે પોતાના સાગરિત અને પરિવાર સાથે મળીને ધનજી ઓડ લોકોને છેતરતો હતો. કોણ કોણ છે તેના સાગરીતો અને શું કામ કરતા હતા.  

Sep 4, 2019, 11:07 AM IST

ઢબુડી માતાના સેવકે ધમકી આપી, ‘પેલા બોટાદનાં ફરિયાદી ભીખાભાઇનું પણ ડેથ સર્ટિફિકેટ જોઇ લેજે’

ધર્મના નામે ધતિંગ કરીને અને પોતાના ઢબુડી માતા કહેડાવતા ધનજી ઓડ મામલે હવે તેના ભક્તો મેદાનમાં આવ્યા છે. ઢબુડી માતાના ભક્તોની રોજેરોજ નવી ઓડિયો ક્લિપ સામે આવી રહી છે. જેમાં સુરેન્દ્રનગરના સેવકની ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં ઢબુડી માતાનો સેવક એક પત્રકારને ધમકી આપી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે. 

Aug 30, 2019, 01:51 PM IST

ફરાર ઢબુડી માતાના બચાવમાં આવ્યા ભક્તો, કહ્યું-માતા ભાગી નથી ગયા, આરાધનામાં હશે

ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ પર ધર્મના નામે ધતિંગ કરવાના અને ભક્તો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેવાનો આરોપ છે. ત્યારે ઢબુડીના માતાના ભક્તો ઢબુડી માતાને બચાવવા મેદાને આવ્યા છે. સુરતમાં ઢબુડી માતાના ભક્તો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, ઢબુડી માતા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ ખોટા છે. આ ભક્તોએ એમ પણ કહ્યું કે, માતાએ કેન્સરનો પણ ઈલાજ કર્યો છે. 

Aug 29, 2019, 01:23 PM IST

બેનકાબ થઈ ઢબુડી માતા, અસલી ચહેરો આવ્યો લોકોની સામે, જુઓ ઓઢણીના અંદરની માતા કેવી દેખાય છે

ઢબુડી માતાના નામે લોકોને છેતરનાર ધનજી ઓડ હાલ ફરાર છે. તેનો ભાંડો ફૂટી ગયો છે. પોલીસ તેને શોધી રહી છે. માથે ઓઢણી લઈને લોકોને ધર્મના નામે લૂંટતા ધનજી ઓડનો ચહેરો કોઈએ જોયો નથી. ઢબુડી માતા જ્યારે પણ જાહેરમાં આવે ત્યારે માથે ચુંદડી લઈને જ લોકોની વચ્ચે આવતો હતો. તે લોકો સાથે સંપર્ક કરતા સમયે પણ માથા પર ચુંદડી ઢાંકી રાખતો. ત્યારે ધર્મના નામે ધતિંગ કરતા ધનજી ઓડનો ચહેરો સામે આવ્યો છે.

Aug 29, 2019, 08:39 AM IST

અમદાવાદના આ આલિશાન બંગલામાં રહે છે ઢોંગી ઢબુડી માતા, જુઓ Photos

ધર્મના નામે ધતિંગ કરીને લોકો પાસેથી લાખો-કરોડો રૂપિયા ખંખેરી લેનાર ઢબુડી માતાએ ગઈકાલે પત્રકાર પરિષદ કરીને લોકોના આક્ષેપો નકાર્યા હતા. પરંતુ હાલ તે ક્યાં છે તે કોઈને ખબર નથી. અમદાવાદના ભવ્ય અને આલિશાન બંગલામાં ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ રહે છે, ત્યારે ઝી 24 કલાકની ટીમ ચાંદખેડામાં ઢબુડી માતાના બંગલા પર પહોંચી હતી. રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે, હાલ આ બંગલામાં કોઈ રહેતુ નથી.

Aug 28, 2019, 03:37 PM IST

ઢબુડી માના ભક્તે એક વ્યક્તિને ફોન પર ધમકાવ્યો, કહ્યું-જે દિવસે માડી શ્રાપ આપશે, તે દિવસે ભીખ માગીશ

ભક્તોને ગેરમાર્ગે દોરાયાનો આરોપ થયા બાદ અને વિવાદ વકરતા ફરાર ઢબુડી માતા આખરે ગઈકાલે સાંજે મીડિયા સામે આવી હતી. પત્રકાર પરિષદ કરીને પોતાના પર કરાયેલા તમામ આક્ષેપોને ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડે નકાર્યા હતા. ત્યારે આજે ઢબુડી માની ભક્ત અને અન્ય વ્યક્તિની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ ક્લિપમાં ભક્ત અન્ય વ્યક્તિને ધમકાવી રહી છે. બંને વચ્ચે ઢબુડી માંને લઈને ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. 

Aug 28, 2019, 01:52 PM IST

ઢબુડી માતાનો મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશનને: ભોગ બનનારે કરી અરજી

ઢબુડી માતાના નામે લોકોને સાથે છેતરપિંડી કરનાર ધનજી ઓડ વિરુદ્ધ ભોગ બનનાર ભીખાભાઇ માણિયા નામના ભોગ બનનારએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. મહત્વનું છે, ઢબુડીમાતાના શરણે આવ્યા બાદ ધનજી ઓડે દવા બંધ કરવાનું કહેતાભીખાભાઇ બારડના 22 વર્ષીય પુત્રનું કેન્સરની બિમારીના કારણે મોત હતું.

Aug 27, 2019, 11:14 PM IST

‘ઢબુડી માતા’ ધનજી ઓડે નકાર્યા આક્ષેપો, કહ્યું: પુરાવા આપો...

ગુજરાતના લોકોને અંધશ્રદ્ધાના નામે લોકોને ઠગનારા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાજીએ પત્રકાર પરિષદ યોજીને તેમના પર લગાવામાં આવેલા આક્ષેપ ખોટા છે તેવું કહ્યું હતું. જે લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે તે લોકો સાબિત કરીને બતાવે. દૈવી શક્તિમાં ન માનનારા લોકએ આક્ષેપો કર્યા કે, માતાજી પાસે કરોડો રૂપિયાનું મકાન છે તો જે લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હોય તે લોકો સાબિત કરીને બતાવે.

Aug 27, 2019, 06:20 PM IST

પિતાનો આરોપ, ઢોંગી ઢબુડી માતાને કારણે મારા કેન્સરગ્રસ્ત દીકરાનું મોત થયું

હાથ ઢીંગલી લઈને અને માથે ઓઢણી પહેરીને લોકોને લૂંટતી ઢોંગી ઢબુડીનો વધુ એક કિસ્સો બોટાદમાંથી સામે આવ્યો છે. પોતાનો જુવાનજોધ દીકરો ઢબુડી માતાને કારણે મૃત્યુ પામ્યો છે તેવું બોટાદના રહેવાસી ભીખાભાઈ માણિયાએ આરોપ લગાવ્યો છે. આ માટે તેમણે વિજ્ઞાન જાથા સંસ્થાના જયંત પંડ્યાનો સંપર્ક કર્યો હતો.

Aug 27, 2019, 03:48 PM IST

ગુજરાતમાં અચાનક ક્યાંથી પ્રગટી ઢબુડી માતા, જેની સામે પોલીસ-ધારાસભ્યો પણ સલામી ભરે છે

ગુજરાતમાં અચાનક ઢબુડી માતા ચર્ચામાં આવી છે. લોકો ઢબુડી માતાને ગૂગલ અને યુટ્યૂબ પર શોધી રહ્યાં છે. હોરર કોન્જ્યુરીંગ ફિલ્મમાં બતાવેલી સુંદર ઢીંગલીને શણગાર કરીને સાથે માથે ચુંદડી ઓઢીને ફરતી ઢબુડી માતા હકીકતમાં એક પુરુષ છે. માથે ઓઢણીને કારણે અને નામને કારણે લોકો તેને સ્ત્રી સમજી રહ્યા છે, પણ હકીકતમાં આ પડદા પાછળ ધનજી ઓડ નામનો શખ્સ છે. ચુંદડી ઓઢેલો ધનજી ઓડ કેન્સર મટાડવાનો પણ દાવો કરે છે. ત્યારે હાલ પોલીસ અને વિજ્ઞાનજાથાના ડરથી તે ફરાર થઈ ગયો છે, પરંતુ અત્યાર સુધી તેણે કરોડો રૂપિયા ભક્તો પાસેથી ખંખેરી લીધા છે. 

Aug 27, 2019, 11:06 AM IST

શ્રદ્ધાને ધંધો બાનાવી ઢબુડી માતાના નામે લોકોને ઠગનાર ધનજી ઓડનું રીયાલીટી ચેક

ધનજીનો દાવો છે કે તે કોઈની પાસે પૈસાની માગણી કરતો નથી. જો કે ધનજીને દેવી અતવાર ગણીને આવનાર લાખો લોકોને રહેવા અને જમાડવાનો એક વ્યવસ્થીત ધંધો ચાલી રહ્યો છે. વ્યવસ્થા સંભાળનાર પણ ધુતારા ધનજીના નજીકના છે. 

Aug 26, 2019, 11:56 PM IST
Surat: Wife Commits Suicide Due To Superstitious Husband, Watch 'Jivlen Andhshraddha' PT25M12S

સુરતમાં પતિની અંધશ્રદ્ધાએ લીધો પત્નીનો જીવ, જુઓ વિશેષ ચર્ચા

સુરત જહાંગીરપુરા વિસ્તારમાં અંધશ્રદ્ધાની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. પત્નીને બાળકો ન થતા પતિએ ભુવા પાસે તેને ડામ અપાવ્યા હતા. આ ઘટના બાદ પત્ની આઘાતમાં આવી જઇ આત્મહત્યા કરી હતી. તેની માતાએ ફરિયાદ નોંધવતા પતિની કરતૂત બહાર આવી હતી.

Jul 10, 2019, 05:25 PM IST
Surat: Wife Commits Suicide Due To Superstitious Husband, See what Family Says PT6M47S

સુરતમાં પતિની અંધશ્રદ્ધાએ લીધો પત્નીનો જીવ, જુઓ પરિવારજનોએ શું કહ્યું

સુરત જહાંગીરપુરા વિસ્તારમાં અંધશ્રદ્ધાની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. પત્નીને બાળકો ન થતા પતિએ ભુવા પાસે તેને ડામ અપાવ્યા હતા. આ ઘટના બાદ પત્ની આઘાતમાં આવી જઇ આત્મહત્યા કરી હતી. તેની માતાએ ફરિયાદ નોંધવતા પતિની કરતૂત બહાર આવી હતી.

Jul 10, 2019, 03:50 PM IST

મહિલાની સારવાર માટે કોથળામાં લાવેલી વસ્તુ જોઈને ચોંકી ગયા ડોક્ટર્સ, પાલનપુરની ઘટના

પાલનપુરથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પાલપુરના સલ્લા ગામમાં એક મહિલાને સાપ કરડ્યો હતો. પરંતુ મહિના પરિવારજનોએ સાપને મારીને તેને હોસ્પિટલમાં મહિલા સાથે લઈને પહોંચ્યા હતા.

Jul 10, 2019, 02:39 PM IST
Surat: Wife Commits Suicide Due To Superstitious Husband PT8M55S

જુઓ સુરતમાં પતિની અંધશ્રદ્ધાએ કેવી રીતે લીધો પત્નીનો જીવ

સુરત જહાંગીરપુરા વિસ્તારમાં અંધશ્રદ્ધાની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. પત્નીને બાળકો ન થતા પતિએ ભુવા પાસે તેને ડામ અપાવ્યા હતા. આ ઘટના બાદ પત્ની આઘાતમાં આવી જઇ આત્મહત્યા કરી. હતી. તેની માતાએ ફરિયાદ નોંધવતા પતિની કરતૂત બહાર આવી હતી.

Jul 10, 2019, 02:20 PM IST