Corona સંક્રમિત પોલીસકર્મીઓને મળશે ત્વરિત સારવાર, રામોલ પોલીસ સ્ટેશન આ સુવિધાથી સજ્જ
કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ (Ahmedabad) શહેરની તમામ હોસ્પિટલના બેડ હાઉસફુલ થઈ ચૂક્યા છે. ત્યારે રામોલ પોલીસ (Ramol Police) સ્ટેશનના પી.આઈ કે.એસ દવે દ્વારા પોલીસ સ્ટેશનના પોલીસ (Ahmedabad Police) કર્મીઓ માટે અનોખી પહેલ કરવામાં આવી છે
Trending Photos
મૌલિક ધામેચા/ અમદાવાદ: કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ (Ahmedabad) શહેરની તમામ હોસ્પિટલના બેડ હાઉસફુલ થઈ ચૂક્યા છે. ત્યારે રામોલ પોલીસ (Ramol Police) સ્ટેશનના પી.આઈ કે.એસ દવે દ્વારા પોલીસ સ્ટેશનના પોલીસ (Ahmedabad Police) કર્મીઓ માટે અનોખી પહેલ કરવામાં આવી છે. કોરોનાકાળમાં (Corona Epidemic) નિષ્ટાથી પોતાની ફરજ બજાવતા પોલીસકર્મીઓ માટે રામોલ પોલીસ સ્ટેશનમાં જ લાઈફ સેવિંગ સપોર્ટ (Life Saving Support) વાળો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી કોરોનાથી સંક્રમિત થનાર પોલીસકર્મીને તાત્કાલિક સારવાર મળી રહે.
અમદાવાદ (Ahmedabad) શહેરના કોરોના દર્દીઓની હાલ હાલત કફોડી છે. સરકારી હોસ્પિટલ (Government Hospital) હોય કે ખાનગી પૈસા ખર્ચતા પણ હોસ્પિટલમાં બેડ મળતા નથી જેને કારણે અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓનો (Corona Patients) મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં પોલીસકર્મીઓ વિવિધ ફરજો નિભાવતા હોય છે જેમાં સંક્રમિત થવાનો ખતરો વધી જાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં કામ કરનાર પોલીસકર્મીઓને (Ahmedabad Police) યોગ્ય સમયે સારવાર મળવી પણ જરૂરી છે.
આ જ કારણથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર (Ahmedabad City Police Commissioner) તરફથી શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પોલીસ સ્ટેશનમાં જ લાઈફ સેવિંગ સિસ્ટમ (Life Saving Support) ઉભી કરવાની સૂચના આપવામાં આવી હતી.જેના ભાગરૂપે રામોલ પોલિસ (Ramol Police) સ્ટેશનમાં જ 7 બેડ ની સુવિધા વાળો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. રામોલ પોલીસ સ્ટેશનમા શરૂ કરવામાં આવેલા આઇસોલેશન વોર્ડની વિશેષતા ની વાત કરીએ તો આ વોર્ડમાં એડમિટ થનાર પોલીસક્રમીને દિવસમાં 3 વાર મેડિકલ ઓફિસર દ્વારા ચેક અપ કરવામાં આવશે.
આ પણ વાંચો:- ગાંધીનગરમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કરીને ગૃહમંત્રી બોલ્યા, ગુજરાતમા ઓક્સિજન વ્યવસ્થા વધુ મજબૂત બનશે
આ સાથે જ પલ્મોલોજીસ્ટ તેમજ એમડી ફિઝિશિયન સાથે ઉપચાર અંગે ઓનલાઇન સંવાદ થઈ શકે તે માટેની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.તો રામોલ પોલીસ દ્વારા પોલીસકર્મીને સમયસર સારવાર મળી રહે તે માટે વિવિધ સાધનો જેમ કે ઓક્સીમીટર , બ્લડપ્રેશર ચેકીંગ મશીન , ટેમ્પરેચર ગન પણ વસાવવામાં આવી છે.રામોલ પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવેલા આ આઇસોલેશન રૂમની સુવિધા નો લાભ ઝોન 5 અંતર્ગત આવતા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ લઈ શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે