Ukraine crisis : યુદ્ધ જેવી સ્થિતિ જોઈને પરત આવેલા નીરવ પટેલે કહ્યું, હાલ ત્યાં ડરવા જેવુ કંઈ નથી

યુક્રેનથી આવનારા ભારતીયોને લઈને આવતા ફ્લાઈટની રાહ દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર જોવાઈ રહી હતી. ફ્લાઈટને મંગળવારે સવા 10 વાગ્યે પહોંચવાનુ હતું. પરંતુ તે એક કલાક મોડી હતી, તે 11 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી. જ્યાં યુક્રેનથી આવેલા ભારતીયોને જોઈને તેમના પરિવારજનો ખુશ થઈ ગયા હતા. તેઓને રાહતનો શ્વાસ થયો જ્યારે તેઓએ જાણ્યુ કે, ન્યૂઝમાં જેવુ બતાવાય છે તેવુ ત્યાં કંઈ પણ નથી. ત્યાં બધુ જ નોર્મલ છે. અમે ભારત આવી ગયા છે, તેથી અમને અહી આવીને સારુ લાગે છે. યુક્રેન ગયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ પણ પરત ફર્યાં છે. 
Ukraine crisis : યુદ્ધ જેવી સ્થિતિ જોઈને પરત આવેલા નીરવ પટેલે કહ્યું, હાલ ત્યાં ડરવા જેવુ કંઈ નથી

નીરજ ગૌડ/દિલ્હી :યુક્રેનથી આવનારા ભારતીયોને લઈને આવતા ફ્લાઈટની રાહ દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર જોવાઈ રહી હતી. ફ્લાઈટને મંગળવારે સવા 10 વાગ્યે પહોંચવાનુ હતું. પરંતુ તે એક કલાક મોડી હતી, તે 11 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી. જ્યાં યુક્રેનથી આવેલા ભારતીયોને જોઈને તેમના પરિવારજનો ખુશ થઈ ગયા હતા. તેઓને રાહતનો શ્વાસ થયો જ્યારે તેઓએ જાણ્યુ કે, ન્યૂઝમાં જેવુ બતાવાય છે તેવુ ત્યાં કંઈ પણ નથી. ત્યાં બધુ જ નોર્મલ છે. અમે ભારત આવી ગયા છે, તેથી અમને અહી આવીને સારુ લાગે છે. યુક્રેન ગયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ પણ પરત ફર્યાં છે. 

દેશના અલગ અલગ રાજ્યોમાંથી યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓ મંગળવારે રાત્રે પરત દેશમાં ફર્યા હતા. તેમણે ભારત સરકારનો આભાર માન્યો હતો. ત્યારે ગુજરાતના રહેવાસી નીરવ પટેલે જણાવ્યું કે, યુક્રેનમાં પરિસ્થિતિ બહુ જ સારી છે. એમ્બેસીનો પણ મેસેજ આવ્યો હતો કે, તમે યુક્રેન છોડી દો. એર ઈન્ડિયાની ફ્લાઈટ ડ્રીમલાઈનર B-787 યુક્રેન મોકલવામાં આવી હતી જેની ક્ષમતા 200 યાત્રિકોની હતી, જેણે ભારતીયોને સલામત રીતે દિલ્હી પહોંચાડ્યા હતા. 

યુક્રેનથી ભારત આવેલા તમામ વિદ્યાર્થીઓનુ હાલ એક જ કહેવુ છે કે, યુક્રેનમાં હાલ પરિસ્થિતિ સારી છે. ડરવા જેવો કોઈ માહોલ નથી. એમ્બેસીનો મેસેજ આવ્યો કે તમે યુક્રેન છોડી દો, એટલે અમે નીકળી ગયા. ત્યા યુદ્ધ ક્યારેય થઈ શકે તેવી પરિસ્થિતિ છે, તેથી અમે સલામત રીતે યુક્રેનમાંથી નીકળ્યા ગયા. ફ્લાઈટના ભાવ પણ વધી ગયા હતા, તેથી અમે હાલ નીકળી જવુ જ યોગ્ય સમજ્યુ હતુ. 

યુક્રેનથી આવેલી ફ્લાઈટમાં દેશભરના વિદ્યાર્થીઓ પરત ફર્યાં હતા. પ્રથમ ફ્લાઈટમાં નવસારીના ધામણ ગામનો ઓમ પટેલ માદરે વતન આવતા તેની આંખોમાં ખુશીનાં આંસુ છલકાઈ ઉઠ્યા હતા. તે બે મહિના પહેલા જ પરત ફર્યો હતો, પરંતુ યુદ્ધની પરિસ્થિતિ થતા તે પરત ફર્યો હતો. યુક્રેન માટે ગયેલા છાત્રો પૈકી ઓમ પટેલ નવસારી, વીરેન્દ્ર ચતાવાલા (સુરત), દૃષ્ટિના વાળંદ (નવસારી), હિરેન આહીર (મોલધરા) સ્ટુડન્ટસ વીઝા પર તેમજ પાર્થ વાળંદ અને નીલ વાળંદ (રહે. બારડોલી) વર્ક વીઝા ઉપર ગયા હતા. ગ્રુપમાં સાથે રહેતા હોવાથી તમામ સુરક્ષિત હોવાનું ઓમ પટેલે જણાવ્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news