ક્યાંક પતિ હારી જતા પત્નીની તબીયત લથડી! તો ક્યાંક મોટાભાઈને હરાવી નાનોભાઈ બન્યો સરપંચ!


રાજ્યની 8684 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સરપંચપદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો ગણતરીના કલાકોમાં જ થઈ જશે.

  • ગ્રામપંચાયતનાં ચૂંટણીની પળેપળની ખબર ZEE 24 ક્લાક પર
  • રાજ્યની 8684 ગ્રામપંચાયતની મતગણતરી શરૂ
  • પાટણના ગજા ગામમાં નાનાભાઈએ પિતરાઈ મોટાભાઈને 71 મતે હરાવ્યા
  • ચિત્રાવાડીમાં પતિ હારી જતા પત્નીની તબીયત લખડી!
  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહી છે મતગણતરી
  • મતગણતરી કેન્દ્રોની બહાર ઉમેદવારોના સમર્થકોનો જમાવડો
  • ઉમેદવારો દ્વારા ઉજવણીની તડામાર તૈયારીઓ કરાઈ
  • રાજ્યની ગ્રામપંચાયતમાં થયું છે સરેરાશ 74.70 ટકા મતદાન

Trending Photos

ક્યાંક પતિ હારી જતા પત્નીની તબીયત લથડી! તો ક્યાંક મોટાભાઈને હરાવી નાનોભાઈ બન્યો સરપંચ!

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ્યની 8684 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સરપંચપદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો ગણતરીના કલાકોમાં જ થઈ જશે. ગ્રામપંચાયતની ચૂંટણીનાં પરિણામો પર ભાજપ-કૉંગ્રેસની નજર રહેશે. કારણકે, આ ગ્રામપંચાયતની ચૂંટણીઓ વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની ફાઈનલ પહેલાંની સેમિફાઈનલ સમાન ગણવામાં આવે છે. આ ચૂંટણીઓ પરથી ગ્રામિણ વિસ્તારોમાં લોકોનો મિજાજ કેવો છે તેનો અંદાજ આવશે. ભલે ગ્રામપંચાયતની ચૂંટણીઓ કોઈ પાર્ટીના નિશાન સાથે ન લડવામાં આવતી હોય પરંતુ ઉમેદવારો કોઈકને કોઈક પક્ષના સમર્થક હોય જ છે. અને તે પક્ષ તરફથી પણ તેમને પીઠબળ પુરું પાડવામાં આવતું હોય છે.

ઉલ્લેખનીય છેકે, પાટણ જિલ્લામાં આવેલાં ગાજા ગામમાં પણ ખુબ રસપ્રદ કિસ્સો સામે આવ્યો. ગ્રામપંચાયતની ચૂંટણીમાં અહીં નાનાભાઈએ મોટાભાઈને ચૂંટણીમાં 71 મતે હરાવ્યો. આ સાથે જ નાનોભાઈ ગામનો સરપંચ બની ગયો. પિતરાઈ મોટાભાઇને નાનાભાઈ જવાનજી ઠાકોરે 71 મતે હરાવ્યા. જ્યારે નર્મદાના નરખડી ગામ સરપંચ વિજેતા મમતાબેન સતિષભાઈ વસાવા 9 મતથી વિજેતા થયાં. મોરબી તાલુકાનું હળવદના મયાપુર ગામના નથુભાઈ જગજીવનભાઈ કણઝરીયા સરપંચ બન્યાં. મત પેટીઓ ખોલી સરપંચ અને સભ્યોની અલગ-અલગ થપ્પીઓ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

રાજ્યની 8684 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સરપંચપદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો ગણતરીના કલાકોમાં જ થઈ જશે. આમ તો પાર્ટીના સિમ્બોલ પર ગ્રામપંચાયતની ચૂંટણીઓ નથી લડાતી, પરંતુ ચૂંટણીનાં પરિણામો બાદ રાજકીય પક્ષોને પણ ક્યાં કેટલું સમર્થન મળ્યું એનો ખ્યાલ આવી જશે. ભાવનગરમાં મતગણતરી સ્થળે તંત્રએ મીડિયાને પ્રવેશવાની ના પાડતાં હોબાળો થયો હતો. જ્યારે ગણતરી શરૂ કરવાનો નવ વાગ્યાનો સમય હોવા છતાં મતગણતરી શરૂ ન થતાં ઉમેદવારો અને ટેકેદારોમાં રોષ જોવા મળ્યો હતો. વિવિધ મતગણતરી કેન્દ્રો પર મત પેટીઓ ખોલી સરપંચ અને સભ્યોની અલગ-અલગ થપ્પીઓ કરવાની કામગારી શરૂ કરવામાં આવી છે.

મતગણતરી લાઈવ અપડેટ-
>>> નવસારીના પીનસાડ-સરોણા ગામના સરપંચ પદે નયન પટેલનો વિજય

>>> દસ્ક્રોઈ તાલુકાના લીલાપુર ગામના સરપંચ તરીકે ઉષાબેન વિરમજી ઠાકોર વિજેતા

>>>ખેડા જિલ્લાના કપડવંજના રમોસડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે જાગૃતિબેન વાઘેલા, ભોજાના મુવાડા ગામે સરપંચ પદે મંજુલાબેન પટેલ અને વાઘાવતમાં સરપંચ પદે દીપકભાઈ સોલંકીનો વિજય

>>> પાટણના ગજા ગામ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર નાનાભાઈ પિતરાઈ મોટાભાઈને 71 મતે હરાવ્યા

>>> અમદાવાદના વિરમગામના ઝૂંડ ગ્રામ પંચાયતમાં હિનાબેન પટેલ સરપંચ પદે વિજેતા

>>> પાટણના હનમાનપુરામાં મહિલા સરપંચ તરીકે બાલુબેન લીલાજી ઠાકોર 32 વોટ વિજયી થયા. છેલ્લા 45 વર્ષથી જીતતા આવે છે.

>>> ભાવનગરમાં મતગણતરી સ્થળે તંત્રએ મીડિયાને પ્રવેશ ન આપતાં હોબાળો થયો

બાલુબેન ઠાકોર છેલ્લા 45 વર્ષથી જીતતા આવે છે-
વલસાડ જિલ્લામાં 19 નવેમ્બરે યોજાયેલી 302 ગ્રામપંચાયતની ચૂંટણીમાં 79.49 ટકા મતદાન થયુ હતું. જિલ્લામાં 300 સરપંચ પદ માટે 815 ઉમેદવાર અને 2150 વોર્ડ સભ્યની બેઠક માટે 5200 ઉમેદવારે ઝંપલાવ્યું છે. જેમના ભાવિનો આજે ફેસલો થશે. ચુસ્ત પોલિસ બંધોબસ્ત વચ્ચે મતગણતરી સવારે નવ વાગ્યે શરૂ કરવામાં આવી છે.

પાટણ જિલ્લાના ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 2 લાખ 85 હજાર 704 મતદારો પૈકી 2 લાખ 32 હજાર 248 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા કુલ 81.90 ટકા મતદાન થયું હતું. જેમાં સરપંચની 152 બેઠકના 463 ઉમેદવાર અને 422 વોર્ડ બેઠકના 968 ઉમેદવારના ભાવિનો આજે ફેસલો થશે. આજે દરેક તાલુકા મથક પર સવારે 9:00 વાગે મતગણતરીનો પ્રારંભ થયો હતો. 450 કર્મચારીઓ મતગણતરી પ્રક્રિયામાં જોડાયા છે. સૌ પ્રથમ મત પેટીમાંથી સરપંચ અને વોર્ડના ઉમેદવારના ગુલાબી અને સફેદ મતપત્ર અલગ કરવામાં આવી હતી. ત્યારબાદ બંનેની જુદી જુદી ગણતરી કરવામાં આવી રહી છે. આમ સવારથી જ મત ગણતરી સ્થળ પર ઉમેદવારો અને ટેકેદારો સહિત સભ્યો મોટી સંખ્યા આવી રહ્યા છે. મતગણતરી સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્યની 8684 ગ્રામપંચાયતમાં રવિવારે યોજાયેલું મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. રાજ્યમાં સરેરાશ 74.70 ટકા મતદાન નોંધાયું હતું. ગ્રામપંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થાય એ પહેલાં જ ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક ઉમેદવારો દ્વારા જીતની ઉજવણીની પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ઉમેદવારો દ્વારા ફટાકડા અને મીઠાઈની પહેલેથી જ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news