સૌરાષ્ટ્રમાં ફરી સાધુની હત્યા થતાં ખળભળાટ, ગળું કાપીને લાશ જાહેરમાં ફેંકી દેવામાં આવી  

આજે રાજકોટના પરાપીપળીયા પાસે એક અજાણ્યા સાધુની હત્યા કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સાધુની માથું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Updated By: Dec 7, 2021, 11:57 AM IST
સૌરાષ્ટ્રમાં ફરી સાધુની હત્યા થતાં ખળભળાટ, ગળું કાપીને લાશ જાહેરમાં ફેંકી દેવામાં આવી  

ઝી ન્યૂઝ/ બ્યુરો: રાજ્યમાં ફરી હત્યાનો સિલસિલો ચાલું થયો છે. આજે રાજકોટના પરાપીપળીયા પાસે એક અજાણ્યા સાધુની હત્યા કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સાધુની માથું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 55 વર્ષીય સાધુની ઓળખ મેળવવા યુનિવર્સિટી પોલીસે આગળની કાર્યવાહી આગળ ધરી છે.

આ વિશએ મળતી માહિતી પ્રમાણે, આજે રાજકોટમાં પરાપિપળીયા વિસ્તારમાં સાધુને ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. રાજકોટ જામનગર હાઈવે પર પરાપીપળીયા ગામથી એક કિ.મી. દૂરથી આ હત્યા કરાયેલી લાશ મળી આવી છે. યુનિવર્સિટી પોલીસે હત્યા અંગે તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળે ઉમટ્યા હતા. ત્યારબાદ પોલીસને આ ઘટના વિશે વાત કરવામાં આવી હતી.

જોકે, રાજકોટમાં આજે હત્યા કરાયેલો આ સાધુ કોણ છે તેની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. યુનિવર્સિટી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. હત્યા કરી લાશ કોથળામાં પેક કરી ફેંકી દેવામાં આવી.

અત્રે નોંધનીય છે કે, દિવાળી પહેલા એક સાધ્વીની તેમના જ ચેલા દ્વારા હત્યા કરી નાંખવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં ફરી એકવાર સાધુની હત્યા થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube