saurashtra

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આગામી 4 દિવસ ભારે, રાહત કમિશ્નર સહિત તંત્રની તડામાર તૈયારીઓ

રાહત કમિશનર અને અધિક સચિવ, મહેસુલ વિભાગના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર તા.૧૪/૦૯/૨૦૨૧ ના રોજ ૧૬.૦૦ કલાકે જીસ્વાન ૫ર યોજવામાં આવ્યું હતું. રાહત નિયામક અને નાયબ સચિવ, એસ.ઇ.ઓ.સી દ્વારા વેબીનારમાં ઓનલાઈન તેમજ ઓફલાઇન હાજર રહેલા તમામ અધિકારીઓનું સ્વાગત કરી મીટીંગની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી  રાજયમાં ૨૩ - જિલ્લાના, ૮૫ -તાલુકામાં વરસાદ નોંધાયેલ છે. જેમાં સૌથી વધારે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૧૫૧ એમ.એમ. વરસાદ નોંધાયેલ છે. રાજયમાં અત્યાર સુધી તા.૧૪/૦૯/૨૦૨૧ અંતિત ૫૮૧.૬૧મીમી વરસાદ થયેલ છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૬૯.૨૪% છે.

Sep 14, 2021, 07:56 PM IST

CM ની સૌરાષ્ટ્રને સાંત્વના, તમામ રાહત અને બચાવકામગીરી કરાશે, નાગરિકોને પાઇએ પાઇ ચુકવાશે

અસરગ્રસ્તો સાથે મુખ્યમંત્રીએ સંવાદ સાધ્યો હતો.  મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સમગ્ર સરકાર અસરગ્રસ્તોની પડખે ઉભી છે. જામનગર જિલ્લાના પુર પ્રભાવિત વિસ્તારના લોકોને નુકસાનીનો સર્વે કરીને મદદરૂપ બનવા જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી. જિલ્લાના 84 ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા તત્કાલ રિસ્ટોરેશન કરતા બાકીના 53 ગામોમાં આજ સાંજ સુધીમાં 100% વીજ પુરવઠો કાર્યરત થશે તેવી બાંહેધરી પણ આપી હતી. મૃતપશુ નિકાલ, કાદવ કિચળની સફાઈ કરી આરોગ્યલક્ષી પગલાં માટે બીજા જિલ્લામાંથી પણ જરૂર જણાયે વધારાની ટીમ બોલાવી લેવા મુખ્યમંત્રીની સ્થાનિક તંત્રને સૂચના આપી હતી. 

Sep 14, 2021, 07:01 PM IST

સૌરાષ્ટ્ર બાદ દક્ષિણમાં બારેમેઘ ખાંગા, તમામ નદીઓ 2 કાંઠે, સેંકડો લોકોની કફોડી સ્થિતિ

મેઘરાજાએ સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાત ખાસ કરીને વલસાડમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી હતી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધારે 7.5 ઇંચ, ધરમપુર તાલુકામાં 6.5, ઉમરગામમાં 4 ઇંચ અને વાપી તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ તાલુકા અને પારડીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મધુબન ડેમની સપાટી 78.20 મીટર નોંધાઇ છે. જ્યારે ઉમરગામ તાલુકાના સંજાણ નજીક આવેલા ટીંભી ગામ પાસે ખાડી નજીક પસાર થતી કાર ખાડીના પાણીમાં ઘસડાઇ હતી. 

Sep 14, 2021, 05:50 PM IST

સૌરાષ્ટ્રમાં જીવનરક્ષક ડેમ જ બન્યા જોખમી, ડેમમાંથી પાણી છુટતા અનેક ગામો પર ખતરો

 સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાની તોફાની અને વિનાશક બેટિંગના પગલે ગામડાઓની સ્થિતિ વિકટ બની છે. અનેક ગામના ગામ પાણીમાં ડુબી ગયેલા છે. તો અનેક ગામો પાણીમાં ડુબેલા છે. અનેક ગામો હજી પણ સંપર્ક વિહોણા છે. ધોધમાર વરસાદને પગલે સૌરાષ્ટ્રના મોટા ભાગના જળાશયોમાં નવા નીરની આવક તઇ રહી છે. સૌરાષ્ટ્રમાં આવેલા મોટા ભાગના જળાશયો ફુલ થઇ ચુક્યા છે. હવે આ ડેમ જોખમી બની રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આવેલા કુલ 141 જેટલા મોટા ડેમમાંથી 37 ન માત્ર ભરાઇ ચુક્યા છે પરંતુ હાઇએલર્ટ પર છે. 

Sep 14, 2021, 04:45 PM IST

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: રાજ્યમાં સૌથી વધુ 20 ઇંચ વરસાદ, 4 દિવસ ભારે વરસાદની આગાહી; જાણો ક્યાં કેટલો વરસાદ

સૌરાષ્ટ્રમાં (Saurashtra) પડેલા ભારે વરસાદને કારણે જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જેના કારણે રેસ્ક્યુ ટીમ (Rescue Team) દ્વારા પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ (Rescue) કરવામાં આવી રહ્યું છે અને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે

Sep 14, 2021, 10:27 AM IST

સૌરાષ્ટ્રમાં વણસેલી સ્થિતિ વચ્ચે VALSAD માં પણ વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદની આગાહી

જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકામાં સવારથી જ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જોકે સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડા તાલુકા માં વરસ્યો હતો. વાપી અને આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી-નાળાઓ તોફાને સ્વરૂપે વહી રહ્યા છે. નદીઓના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા અને દમણગંગા, પાર અને કોલક નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. 

Sep 13, 2021, 11:48 PM IST

સૌરાષ્ટ્રમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ, CM ભૂપેન્દ્ર પટેલે AMIT SHAH ને ફોન કરીને માંગી મદદ

રાજ્યના 147 તાલુકામાં ચાર વાગ્યા સુધીમાં ભારે વરસાદ નોંધાયો છે. રાજકોટના લોધિકામાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે. સાડા સત્તર ઈંચ વરસાદ નોંધાતા રાજકોટમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. રાજકોટના લોધિકામાં છેલ્લા બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા છે. જૂનાગઢના વિસાવદરમાં 14 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જામનગરના કાલાવડમાં પણ ૧૪ ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા આફતમાં વધારો થયો છે. 

Sep 13, 2021, 04:53 PM IST

આફતનો વરસાદ: ભૂપેન્દ્ર પટેલ CM બનતાની સાથે જ સૌરાષ્ટ્ર અંગે લીધો મોટો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ સૌ પ્રથમ જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ જામનગરના કલેકટર સાથે ટેલિફોનીક વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકોને NDRF ની મદદથી સ્થળાંતર કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

Sep 13, 2021, 04:35 PM IST

Gondal જામકંડોરણા હાઈવે બંધ, ફસાયેલા 15 જેટલા લોકોને એરલિફટ કરવામાં આવશે

જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જામનગરના કાલવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. કાલવાડમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં અનરાધાર વરસાદ ખાબકતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. 

Sep 13, 2021, 03:10 PM IST

ભાદરવે ભરપૂર: કાલાવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ, ડેમ ઓવરફ્લો થતા ગામમાં પાણી ઘુસ્યા

જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જામનગરના કાલવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. કાલવાડમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં અનરાધાર વરસાદ ખાબકતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.

Sep 13, 2021, 01:06 PM IST

New Cabinet ની રચનાને લઈ મોટા સમાચાર, મંત્રી મંડળમાં નવા નામોને પણ મળી શકે છે સ્થાન

ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. શપથવિધિ બાદ મંત્રી મંડલની રચનાને લઇને બેઠક યોજાશે.

Sep 13, 2021, 12:00 PM IST

CM બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં, આપ્યો આ આદેશ

જામનગરમાં મેઘરાજા મન મૂકીને વરસતા ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબકતાં જામનગર ખીમરાણા, અલીયાબાડા, સપડા સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે.

Sep 13, 2021, 10:32 AM IST

Gujarat Rain: ભાવનગર જિલ્લામાં વરસાદી ઋતુનો અત્યાર સુધીમાં 366 મી.મી. વરસાદ નોંધાયો

ભાવનગર (Bhavnagar) જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 62.33% વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે જિલ્લા માં હજુ પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હજુ પણ વધુ વરસાદ થાય એવી સંભાવના છે. 

Sep 9, 2021, 09:44 PM IST

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા, વીજળી પડતા 5 ના મોત, રસ્તાઓ પર નદીઓ વહેતી થતા ગાડીઓ તણાઇ, ફ્લાઇટ ડાયવર્ટ કરાઇ

  હવામાન વિભાગની આગાહી અનુસાર આજ સવારથી જ રાજકોટ જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. જો કે બપોર બાદથી જાણે મેઘ મહેર મેઘતાંડવ બની હોય તેવું લાગી રહ્યા છે. ગોંડલના વાસાવડ ગામે મેઘતાંડવ જોવા મળ્યો હતો. ધોધમાર 3 ઇંચ વરસાદ વરસતા નદીમાં ઘોડાપુર આવ્યું છે. વાસાવડ ગામ પાસેથી નદી ગાંડીતુર બની છે. ગોંડલમાં દોઢ કલાકમાં 4 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. રાજકોટના જસદણમાં વિજળી પડવાનાં કારણે 2 મોત, ગોંડલમાં 1, પંચમહાલ અને દાહોદમાં 1-1 વ્યક્તિનાં મોત નિપજ્યાં હતા. 

Sep 8, 2021, 07:15 PM IST

NDRF ની ટીમો સાબદી, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આગાહી અનુસાર મેઘો મંડાયો, 104 તાલુકા તરબોળ

હવામાન વિભાગની આગાહી અનુસાર સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાંજ સુધીમાં અમદાવાદ શહેર ઉપરાંત 108 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સમગ્ર સુરત શહેર અને આસપાસનાં તાલુકાઓમાં કડાકા ભડાકા સાથે 4 ઇંચ વરસાદ પડી ચુક્યો છે. સમગ્ર ગુજરાતમાં હાલ અત્યારે અષાડ મહિના જેવો મેઘાડંબર જોવા મળી રહ્યું છે. સુરતમાં 4 ઇંચ વરસાદના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ છે. સુરતમાં પાલનપુર, સલાબતપુરા સહિતના વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. 

Sep 7, 2021, 07:58 PM IST
Rain Update: Heavy rains forecast in South Gujarat, Saurashtra PT2M14S

Monsoon: ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની સંભાવના નહીં, હવામાન વિભાગે આપી માહિતી

હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હાલના સમયમાં રાજ્યમાં કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી.

Aug 23, 2021, 01:47 PM IST

Monsoon 2021: રાજ્યના 9 જિલ્લામાં આજે પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આજે ખેડૂતો માટે રાહતના સમાચાર આવી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના 9 જિલ્લામાં આજે ભારે વરસાદની શક્યતા છે. 
 

Aug 23, 2021, 07:14 AM IST

Earthquake: જામનગરમાં 4.3 ની તિવ્રતાનો આંચકો અનુભવાયો, લોકો ઘરની બહાર દોડ્યા

જામનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી ભૂકંપના આંચકા જોવા મળી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ધરતીકંપના કારણે કોઇ જ જાનમાલનું નુકસાન નહી થયું હોવાનું તંત્ર દ્વારા જણાવાયું હતું. 

Aug 19, 2021, 07:30 PM IST

Monsoon: રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી, પાક નિષ્ફળ જવાનો ભય, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

રાજ્યમાં અનેક ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. વાવણી કર્યા બાદ વરસાદ ન થતાં ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. બીજીતરફ હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસમાં સારો વરસાદ થઈ શકે છે. 
 

Aug 16, 2021, 11:43 AM IST