શાળા સંચાલકોએ ગ્રાન્ટેડ સ્કૂલની કોમ્પ્યુટર શિક્ષણની ફીમાં 3 ગણો ફી વધારો મંગાયો, શિક્ષણમંત્રીને પત્ર લખ્યો

સરકારે વર્ષ 2009માં કમ્પ્યુટર શિક્ષકની લાયકાત તો નક્કી કરી પણ આજદિન સુધી પૂર્ણ શિક્ષક આપવાની કાર્યવાહી કરી નથી, તેમજ હજુ સુધી કોઈ જોગવાઈ પણ કરી નથી. કમ્પ્યુટરના શિક્ષકનો પગાર ગ્રાન્ટેડ શાળાઓના ટ્રસ્ટ પોતે ચૂકવવા માટે મજબૂર છે.

શાળા સંચાલકોએ ગ્રાન્ટેડ સ્કૂલની કોમ્પ્યુટર શિક્ષણની ફીમાં 3 ગણો ફી વધારો મંગાયો, શિક્ષણમંત્રીને પત્ર લખ્યો

અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને કમ્પ્યુટર ફીમાં વધારો આપવા તેમજ નવા 20 કમ્પ્યુટરની માંગ કરવામાં આવી છે. જેના માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગને પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે. પત્રમાં કમ્પ્યુટર વિષય માટે એક વિદ્યાર્થીદીઠ મહિને 50 ને બદલે 150 રૂપિયા, તેમજ વાર્ષિક 600 ને બદલે 1800 રૂપિયા ફી પેટે ઉઘરાવવા મંજૂરી આપવા માગ કરવામાં આવી છે. મહામંડળ દ્વારા એક ગ્રાન્ટેડ શાળાને 20 કમ્પ્યુટર આપવા માટે વિનંતી કરવામાં આવી છે, જેથી એક વર્ગમાં અભ્યાસ કરતા 60 બાળકો સરળતાથી કમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરી શકે. 

અગાઉ 11 કમ્પ્યુટર ગ્રાન્ટેડ શાળાઓને અપાયા હતા. હવે જો 20 કમ્પ્યુટર અપાશે તો પ્રત્યેક કમ્પ્યુટર પર 3 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકાશે તેવો તર્ક રજૂ કરાયો છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2002 માં કમ્પ્યુટરને વિષય તરીકે ઉમેરવાનો ઠરાવ કરાયો હતો. વર્ષ 2002 માં એ વખતે એક વિદ્યાર્થીને મહિને 50 રૂપિયા અને વાર્ષિક 600 રૂપિયા ફી ઉઘરાવવાનો નિર્ણય કર્યો હતો. આજે 20 વર્ષ વીત્યા બાદ પણ કમ્પ્યુટર ફીમાં એકપણ રૂપિયાનો વધારો કરાયો નથી. 

સુરત બસ આગ દુર્ઘટના: મૃતક યુવતીના પતિનો ચોંકાવનારો ખુલાસો; ઘટનાનો ચિતાર વર્ણવ્યો

સરકારે વર્ષ 2009માં કમ્પ્યુટર શિક્ષકની લાયકાત તો નક્કી કરી પણ આજદિન સુધી પૂર્ણ શિક્ષક આપવાની કાર્યવાહી કરી નથી, તેમજ હજુ સુધી કોઈ જોગવાઈ પણ કરી નથી. કમ્પ્યુટરના શિક્ષકનો પગાર ગ્રાન્ટેડ શાળાઓના ટ્રસ્ટ પોતે ચૂકવવા માટે મજબૂર છે. સરકારે વર્ષ 2009 માં આઠમા ધોરણનો સમાવેશ પ્રાથમિક વિભાગમાં કરવાનો નિર્ણય કર્યો, જેના કારણે માધ્યમિકમાં બાળકોની સંખ્યા ઘટી અને ધોરણ 12માં કમ્પ્યુટર વિષય ઓપ્શનલ કરી દીધો છે. હવે સરકાર નવા 20 કમ્પ્યુટર આપે એ અંગે વાત કરતા મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 10 વર્ષ પહેલાં 11 કમ્પ્યુટર શાળાઓને આપ્યા હતા. 10 વર્ષ પહેલાના કમ્પ્યુટર હવે ખૂબ જુના થયા છે, આજના લેટેસ્ટ કમ્પ્યુટરની સરખામણીમાં હવે એ ઉપયોગી રહ્યા નથી, સરકાર એ પરત લઈ લે. હવે નવી માહિતી સામે આવી છે કે ટૂંક સમયમાં નવા કમ્પ્યુટર આપવાની તૈયારી સરકાર કરી રહી છે.  

સરકાર જો નવા કમ્પ્યુટર આપે તો 11 ના બદલે આ વખતે 20 કમ્પ્યુટર આપે એવી અપીલ કરવામાં આવી છે. સરકારના કાયદા મુજબ એકવર્ગમાં 60 બાળકો હોવા જરૂરી છે,  જેથી એક કમ્પ્યુટર પર 3 બાળકોને અભ્યાસ કરાવી શકીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news