education minister

અમદાવાદ: શિક્ષણમંત્રીએ ખાદીની ખરીદી કરી, કહ્યું ખાદી કોઇ કપડું નહી પરંતુ વિચાર છે

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખાદી ખરીદી માટે પહોંચ્યા હતા. ગાંધીનગર સેકટર 16 મા ખાદી ખરીદવા પોહોંચ્યાં. બીજી ઓક્ટોબર ને લઈ ખરીદી કરવા પોહોંચ્યાં શિક્ષણ મંત્રી. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દર વર્ષે ગાંધી જયંતિ પર ખાદી ખરીદે છે.  ખાદીની ખરીદી કરવા આવેલા રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માસ્કની ખરીદી કરી હતી. ખાદીના માસ્કની ખરીદી કરી કોરોના સમયમાં માસ્કની જરૂરીયાત પર ભાર મુક્યો હતો. ૧૫૧ મી ગાંધી જ્યંતી અને લાલબહાદુર શાસ્ત્રની જ્યંતી પણ છે. 

Oct 2, 2020, 06:45 PM IST
School administrators rejected the education minister's offer to reduce fees PT12M40S

સ્કૂલ ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવતા સંચાલકો બેફામ

School administrators rejected the education minister's offer to reduce fees

Aug 22, 2020, 10:50 PM IST
At A Meeting Of Top Education Officials the Government Decided on 3 Option to Start Schools PT2M14S

શિક્ષણના ઉચ્ચ અધિકારીઓની બેઠક, સરકારે શાળાઓ શરૂ કરવા માટે 3 વિકલ્પ નક્કી કર્યા

સરકારે  શાળાઓ શરૂ કરવા માટે 3 વિકલ્પ નક્કી કર્યા કર્યાં છે. અભ્યાસક્રમ, જાહેર રજા, પરીક્ષા બાબતે પ્લાન તૈયાર કરવા માટે શિક્ષણમંત્રી ચુડાસમાએ સૂચના આપી છે. 

Jul 23, 2020, 07:28 PM IST

શાળાઓ ઓનલાઈન શિક્ષણ બંધ કરશે તો શિક્ષણ વિભાગ ઓનલાઈન ભણાવવા તૈયાર : શિક્ષણમંત્રી

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠકમાં રાજ્યમાં જે રીતના કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં શાળાઓ શરૂ કરવી કે નહીં કરવી તેના ઉપર પણ હજી સુધી પ્રશ્નાર્થ છે પરંતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આજે એક મહત્વની બેઠક યોજી હતી. 

Jul 23, 2020, 06:52 PM IST

રાજ્યમાં શાળાઓ શરૂ કરવા બાબતે કોઇ ઉતાવળ નહી કરાય, ફી મુદ્દે શાળાઓ સામે પગલા લેવાશે

રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા છેલ્લા 22 વર્ષોથી નર્મદા જિલ્લાનાં ગોરા ખાતે આવેલા શુલપાણેશ્વર મંદિરમાં પુજન અર્ચન કરે છે. આજે સોમવતી અમાસે શિક્ષણમંત્રીએ શુલપાણેશ્વર મંદિર ખાતે પુજા કરી હતી. આ સમયે શિક્ષણમંત્રીએ રાજ્યની શાળાઓ ચાલુ કરવામાં ઉતાવળ નહી કરવા અને ફી લેવાની વાતો કરનારી શાળાઓ સામે પગલા લેવાની વાત પણ કરી હતી.

Jul 20, 2020, 07:21 PM IST

ગુજરાત યુનિવર્સિટી ખાતે ABVPનું અનોખું વિરોધ પ્રદર્શન, કર્યો પ્રવેશ શુદ્ધિ યજ્ઞ

ગુજરાત યુનિવર્સીટીના વીસી, પ્રોવીસી, રજીસ્ટ્રાર અને શિક્ષણમંત્રીને ભગવાન સદબુદ્ધિ આપે... તમામને ભ્રષ્ટાચારમાંથી મુક્ત રાખે જેવા મંત્રોચ્ચાર કરી રામધૂન કરી હતી. 

Jul 6, 2020, 02:43 PM IST

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું, ગુજરાતના વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો નવો ટ્રેન્ડ

રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 12નું પરિણામ જાહેર થયા બાદ ઉર્તીણ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અને તેમણે જણાવ્યું હતું કે 12 સાયન્સનું પરિણામ આવી ગયા બાદ સાયન્સ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે

Jun 15, 2020, 12:21 PM IST

હાલ 3 મહિના સુધી વાલીઓ ફી નહીં ભરે તો ચાલશે, પણ સપ્ટેમ્બરમાં તમામ ફી ભરવી પડશેઃ શિક્ષણમંત્રી

કોરોના સંકટના કારણે શાળાઓ હજુ પણ બંધ છે. ત્યારે સરકાર દ્વારા શાળાઓને ફી લેવાની મનાઈ કરાઇ છે. તેમ છતાં વાલીઓ પર ખાનગી શાળાઓ ફી માટે દબાણ કરી રહી છે. ત્યારે આ અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધક્ષતામાં શિક્ષણ વિભાગની બેઠક યોજાઇ હતી.

Jun 14, 2020, 01:19 AM IST

ધોરણ 10 અને 12ની પરીક્ષાની 60 ટકા ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂર્ણ: ભૂપેન્દ્રસિંહ ચુડસમા

દેશના તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓની આજે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાની 60 ટકા ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં એટલા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને અભ્યાસ સામગ્રી પહોંચાડવામાં આવી હોવાનો પણ શિક્ષણ મંત્રીએ દાવો કર્યો હતો.

Apr 28, 2020, 07:39 PM IST
Press Conference of Education Minister Bhupendrasinh Chudasama PT3M6S

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની પત્રકાર પરિષદ, જુઓ Video

ટેબ્લેટ અંગે નેતાવીપક્ષ પરેશ ધાનાણીના આક્ષેપ અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, પરેશભાઈનો આક્ષેપ છે કે 6600માં ખરીદે તે 1400માં મળે છે. સ્પેસિફિકેશન અલગ અલગ હોય છે. તેમને જે 1400 રૂપિયા કીધા તે માત્ર ટચસ્ક્રીનની જ કિંમત છે. ટેબ્લેટની કિંમત 7 હજાર રૂપિયા કિંમત થાય છે. પરેશભાઈનો આક્ષેપ ખોટો અને પાયા વગરનો છે. અધૂરી માહિતીના આધારે વિપક્ષીનેતાએ આક્ષેપ કરવો યોગ્ય નથી. હજુ કેટલાક લોકોને ટેબ્લેટ નથી મળ્યા તેમને આપવાની પ્રક્રિયા શરૂ છે. રજિસ્ટ્રેશન મોડું થવાના કારણે ટેબ્લેટ હજુ આપવાના બાકી છે.

Feb 27, 2020, 07:45 PM IST
Congress Leader Paresh Dhanani Wrote A Letter To Education Minister PT1M27S

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર

વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો શિક્ષણ મંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો હતો. ડીગ્રી અને ડીપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમોની 7000 બેઠક ઘટાડવાનો નિર્ણય ઉતાવળીયો છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી પર ગંભીર અસર પડશે. અગાઉ સરકારી પ્રાથમિક શાળાઓ મર્જ કરવાનો નિર્ણય લીધો બાદમાં ઘણી માધ્યમિક શાળાઓ બંધ કરાઈ હતી. શિક્ષણનુ વ્યાપારીકરણ થઈ રહ્યુ છે.

Feb 18, 2020, 08:25 PM IST
Fatafat News: Education Minister Convenes Meeting Of Top Officers PT19M57S

ફટાફટ ન્યૂઝ: શિક્ષણ મંત્રીએ ઉચ્ચ અધિકારીઓની બોલાવી બેઠક

રાજ્યમાં 7000 શિક્ષણ સહાયકોની જગ્યાઓ પર ટૂંક સમયમાં મેરીટ યાદી જાહેર કરવાની શિક્ષણ વિભાગ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 28મી જાન્યુઆરીએ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી છે. કમિશનર ઓફ સ્કુલની કચેરી દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવી હતી.

Jan 25, 2020, 09:30 PM IST
1512 Dispute between two groups over DPS issue PT2M21S

DPS વિવાદમાં વાલીમંડળમાં તિરાડ...

DPS વિવાદમાં વાલીમંડળમાં તિરાડ પડેલી જોવા મળી રહી છે. એક ગ્રુપ અન્ય શાળામાં એડમીશન માટે તૈયાર છે જ્યારે એક ગ્રુપ આ જ શાળાને ચાલુ રાખવા માટેની જીદ કરી રહ્યું છે.

Dec 15, 2019, 07:25 PM IST
Education Minister Bhupendra Singh Chudasama Sits In The Maruti Yagna At Salangpur Hanuman Temple PT1M52S

સાળંગપુરમાં મારુતિ યજ્ઞ આયોજન, ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા યજ્ઞમાં બેઠા

વર્ષ દરમિયાન બે રાત્રીનું ખુબજ મહત્વ હોય છે જેમાં પ્રથમ શિવરાત્રી અને બીજી કાલી ચૌદશની રાત્રી જેનું ખુબજ મોટું મહત્વ છે કારણ આજના આધુનિક સમય માં પણ વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ લોકો તંત્ર મંત્ર અને જાપમાં ખૂબ જ વિશ્વાસ રાખે છે ત્યારે આજનું આ દિવસ શાસ્ત્રો પ્રમાણે ખૂબ જ ભારે માનવામાં આવે છે જેને લઇ હનુમાનજી દાદાની પૂજા વિધિ કરવામાં આવે છે ત્યારે નાનામાં નાનું હનુમાનજીનું મંદિર હોય કે પછી કોઈ વિશાળ હનુમાનજી દાદાનું મંદિર હોય હનુમાનજી દાદા કહેવાય છે દરેક ભક્તો ના કરતો દૂર કરે છે ત્યારે આજના કહેવાતા આભાર એ દિવસની પોતાના પરિવાર પર કોઈ અસર ન પડે જેને લઇ આજે હનુમાનજી દાદાની પૂજા વિધિ કરવામાં આવે છે જેને લઇ વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી દાદાના મંદિર ખાતે પણ આજના આ પવિત્ર દિવસે મારુતિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવી છે જેમાં ભક્તો દાદાની પૂજા વિધિ કરે છે અને સાળંગપુર હનુમાનજી મંદિરમાં દાદા પાસે રહેલી છડી નો અભિષેક પણ કરવામાં આવે છે અને આજના આ દિવસે ખુબ મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો અહીં આવે છે અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

Oct 26, 2019, 11:40 AM IST

હવે ધોરણ 5 અને 8માં નાપાસ વિધાર્થીઓને ફરી પરીક્ષા આપવી પડશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

કેન્દ્ર સરકાર દ્વારા નવા શિક્ષણ નીતિને ધ્યાનમાં લઈને ધોરણ એક થી આઠ સુધી કોઈ પણ વિદ્યાર્થીઓને નપાસ કરી શકાશે નહીં તેવી નીતિ અપનાવવામાં આવી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારે નવી નીતિ જાહેર કરી છે જે પ્રમાણે ધોરણ-8 સુધી જે નપાસ ના કરવાની નીતિ હતી. જેને સુધારીને હવે ધોરણ 5 અને ધોરણ 8માં જો વિધાર્થી નાપાસ થશે. તો તેને 2 મહિના પછી ફરી પરીક્ષા આપવી પડશે.

Sep 24, 2019, 07:41 PM IST

અશાંતધારો બન્યો કડક, વિધાનસભામાં સર્વ સંમતીથી થયું સુધારા બિલ પાસ

ગુજરાત વિધાનસભાનું ચોમાંસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં દ્વારા વિધાનસભામાં અશાંતધારા સુધારા બિલ પસાર કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી આ કાયદામાં કેટલીક ક્ષતિઓ હોવાના કારણે ભાજપ દ્વારા આ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. 

Jul 8, 2019, 06:39 PM IST