cm vijay rupani

કોરોના થર્ડ વેવ દરમિયાન ગુજરાતનાં નાગરિકોને નહી પડે જરા પણ હાલાકી, જડબેસલાક આયોજન

કોરોના-કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેરના મક્કમતાથી મૂકાબલા દ્વારા ‘હારશે કોરોના –જીતશે ગુજરાત’ ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારની રણનીતિ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં પ્રચાર માધ્યમો સમક્ષ મુખ્યમંત્રીએ કોરોના સંભવિત થર્ડ વેવ સામેનો રાજ્ય સરકારનો એકશન પ્લાન રજુ કર્યો હતો. 

Jun 14, 2021, 05:36 PM IST

ગુજરાત સરકારની વિધવા સહાય યોજનાથી હું ગૌરવભેર જીવી શકું છું: આનંદીબેન

ગુજરાત સરકારની ગંગા સ્વરુપા સહાય યોજના : વિધવા માટે વરદાનરૂપ. દર મહિને રાજ્ય સરકાર તરફથી રુ.૧,૨૫૦ની આર્થિક સહાય ઘરનું ગુજરાન ચલાવવામાં આશીર્વાદરુપ હોવાનું ગીતાબેન દેવીપુજકે જણાવ્યું હતું. ગંગા સ્વરુપા સહાય યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના સહારે મહિલાઓ ગૌરવભેર જીવન જીવી શકે છે. સાણંદ તાલુકાના અણીયારી ગામમાં ૬૦ થી વધુ વિધવા બહેનોને ગુજરાત સરકારની ગંગા સ્વરુપ યોજનાનો લાભ મળી રહ્યો છે.

Jun 10, 2021, 09:45 PM IST

જીમ- બજાર અને થિયેટરોને સરકારે મંજૂરી આપી કે નહીં, જાણો શું રહેશે ખુલ્લું અને શું બંધ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તારીખ 11 જૂન 2021 ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે

Jun 9, 2021, 07:42 PM IST

રાજ્યમાં કર્ફ્યૂ અને પ્રતિબંધો અંગે મોટા સમાચાર, CM ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તારીખ 11 જૂન 2021 ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે

Jun 9, 2021, 06:21 PM IST

UP બાદ ગુજરાત ભાજપના રાજકારણમાં ગરમાવો, BJP પ્રદેશ પ્રભારી સરકાર અને સંગઠનના હોદેદારો સાથે કરશે બેઠક

ઉત્તરપ્રદેશ ભાજપના રાજકીય ઘમાસાણ બાદ હવે ગુજરાત ભાજપના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સરકાર સામે લોકોમાં દેખાયેલા રોષ અને નારાજગી બાદ કોરોના કેસો ઘટવાની સાથે જ રાજકીય ઘટનાઓ વધી રહી છે

Jun 8, 2021, 08:40 PM IST

ભાજપના ધારાસભ્યોની 15 જૂને બોલાવાઈ બેઠક, કોરોના સમયમાં રાજકીય રીતે મહત્વની બેઠક

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની નિયમિત રીતે મળતી બેઠક કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે મહિનાથી યોજી શકાઇ નથી. આ બેઠક હવે તા. 15 જૂન 2021 ના રોજ યોજવામાં આવશે

Jun 8, 2021, 08:24 PM IST

CM Vijay Rupani નો વધુ એક મહત્વનો નિર્ણય, રાજ્ય સરકારે આ લોકોને આપી મોટી રાહત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

Jun 7, 2021, 08:11 PM IST

ખેડૂતોના બરબાદ થયેલા બગીચાઓને ફરી બેઠા કરાશે, વૈજ્ઞાનિકો-અધિકારીઓ આપશે માર્ગદર્શન

બાગાયતી ખેતી અમરેલી ગીર સોમનાથ જામનગર અને જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો ખેતી કરે છે. આંબા, નારિયેળી, લીંબુ, જામફળ વગેરે વૃક્ષ અને દક્ષિણ ગુજરાતમાં પણ આ પ્રકારની બાગાયતી ખેતી થતી હોય છે. આ ખેતર ખૂબ નુકસાન સમાચાર પ્રાપ્ત થયા અને સરકારે પૂર્ણ કરીને ગુજરાતમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીના 258 કૃષિ વૈજ્ઞાનિકો જિલ્લામાં મોકલ્યા.

May 31, 2021, 06:45 PM IST

કોરોનાથી માતા-પિતા ગુમાવનાર બાળકો નિરાધાર નહી સરકારી બાળકો છે, તમામ ક્ષેત્રે અગ્રતા

કોરોનાકાળમાં માતા-પિતા બેય ગુમાવનારા અનાથ- નિરાધાર બાળકોને પડખે ગુજરાતની સંવેદનશીલ સરકારે નિર્ણય લીધો છે. “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”ની મહત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. 

May 29, 2021, 08:53 PM IST

ગાંધીનગરમાં ગમે તે ક્ષણે ચાલુ થઇ શકે તેવી 1200 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર

મહાત્મા મંદિર ગાંધીનગરમાં ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ કોરોના સંક્રમિતોની સારવાર માટે માત્ર ૨૪ કલાકમાં જ શરૂ થઇ જાય તેવી સંપૂર્ણ સજ્જ હોસ્પિટલ તૈયાર છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ મહાત્મા મંદિરમાં બનેલી કોવિડ હોસ્પિટલની સુવિધાઓનું નિરીક્ષણ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી. 

May 29, 2021, 04:02 PM IST

GANDHINAGAR: કતારનાં ગુજરાતી નાગરિકો સાથે CM રૂપાણીએ કર્યો સંવાદ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કતાર ગુજરાતી સમાજના આગેવાનોને સંબોધતા કહ્યું હતું કે, કોરોના મહામારી અને તાઉ’તે વાવાઝોડા જેવા કપરાકાળમાં વતનનો સાદ સાંભળીને માતૃભૂમિની સેવા માટે કતાર ગુજરાતી સમાજે મદદની પહેલ કરી છે તે તમારો વતન પ્રેમ અને વતન પ્રત્યે આત્મીયતાની પ્રતિતી કરાવે છે. ગુજરાત સહિત ભારતમાં કોરોનાની બીજી લહેરમાં ખૂબ લોકો સંક્રમિત થયા હતા. ગત ૩૦ એપ્રિલે ગુજરાતમાં દૈનિક ૧૪-૧૫ હજાર કોરોના કેસ આવતા હતા એ જે આજે ઘટીને ૨૮૦૦ થયા છે. ગુજરાતમાં રિકવરી રેટ પણ ૯૧ ટકાએ પહોંચ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. 

May 29, 2021, 12:08 AM IST

કોરોનાની રસીમાં ખુબ જ મહત્વના ડ્રગનું ગુજરાતમાં થશે ઉત્પાદન: CM રૂપાણી

ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે અન્ય બે સંગઠનો સાથે મળીને ગુજરાતમાં કૉવેક્સિન માટે જરૂરી ડ્રગ સબસ્ટાન્સના ઉત્પાદન માટે ભારત બાયોટેક લિમિટેડ સાથે એમઓયુ કર્યા છે. ઓગસ્ટ 2021 થી પ્રતિમાસ 20 મિલિયન વૅક્સિન ડૉઝનું ઉત્પાદન થઈ શકે એટલી ક્ષમતાના મટિરિયલનું ગુજરાતમાં ઉત્પાદીત થશે. 

May 27, 2021, 11:19 PM IST

AHMEDABAD: CM રૂપાણીના હસ્તે 570 કરોડના 23 પ્રજાકીય કામોનું લોકાર્પણ કરાશે

મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે અમદાવાદના નગરજનો માટે અંદાજે રૂ. 570 કરોડથી વધુના ખર્ચે કુલ 23 પ્રજાલક્ષી કાર્યોનું ઈ-લોકાર્પણ – ખાતમુહૂર્ત કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઈઝ-2નું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આવતીકાલે તા. 28, મે, 2021ના રોજ અમદાવાદના નગરજનો માટે અંદાજે કુલ રૂા. 570 કરોડથી વધુના ખર્ચે કુલ 23 વિવિધ પ્રજાલક્ષી કાર્યોનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.

May 27, 2021, 05:05 PM IST

મ્યુકોરમાઇકોસીસ માટે રામબાણ ઇન્જેક્શનોની યોગ્ય વ્યવસ્થા કરવા સરકાર કટિબદ્ધ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ પણે જણાવ્યુ છે કે, રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ થાય, લોકોનું આરોગ્ય જળવાઈ રહે માટે સતત પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું કે દેશમાં હાલ Mucormycosis નો રોગચાળો વ્યાપક થયો છે. ગુજરાતમાં પણ આ રોગના કેસો જોવા મળ્યા છે.

May 23, 2021, 09:59 PM IST

CM એ અસરગ્રસ્તોને કહ્યું ડરશો નહીં સરકાર તમારી સાથે છે, રાહત કામગીરી માટે કામે લાગી આખી સરકાર

ગઇકાલે PM મોદીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ, આજે CM Rupani વાવાઝોડાથી અત્યંત પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરી રહ્યાં છે. CM રૂપાણી આજે વાવાઝોડાથી ગંભીર રીતે અસરગ્રસ્ત એવા ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યાં છે.

May 20, 2021, 12:47 PM IST

વાવાઝોડાએ ફરી દિશા બદલી, CM રૂપાણીની જાહેરાત આ જિલ્લાઓ રહેશે સૌથી વધારે પ્રભાવિત

ગુજરાત પર તોળાઇ રહેલા તૌકતે વાવાઝોડાના સંકટ વચ્ચે મુખ્યમંત્રીએ તૈયારીઓ અંગેની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ અને પંકજ કુમાર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીના અનુસાર હાલ પોરબંદર અને મહુવા વચ્ચેના દરિયા કિનારે આ વાવાઝોડુ ટકરાય તેવી શક્યતા છે. પવનની ગતિ 150 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા છે. 

May 16, 2021, 05:14 PM IST

ગુજરાતમાં વાવાઝોડા સામે ઝીરો કેઝ્યુઆલીટી એપ્રોચથી લડશે: મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટિની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં મળી હતી. જેમાં મુખ્યમંત્રીએ તમામ પદાધિકારીઓ સાથે સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. 

May 15, 2021, 08:09 PM IST

હું દાવા સાથે કહીશ કે ગુજરાતની એકપણ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી દર્દીનું મોત થયું નથી: CM રૂપાણી

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બનાસકાંઠાના પાલનપુરમાં આવી પહોંચ્યા છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સીએમ રૂપાણીએ જિલ્લા અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી અને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું હતું

May 15, 2021, 01:06 PM IST

ગુજરાતના 14 હજાર ગામોમાં 10 હજારથી વધુ કોવિડ કેર સેન્ટર શરૂ, 1 લાખથી વધુ બેડની સુવિધા

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રેરણા-માર્ગદર્શનથી ગુજરાત સ્થાપના દિવસ 1 મેથી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાનનો વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી પ્રારંભ થયો છે

May 3, 2021, 08:38 PM IST

ગુજરાતમાં હવે 108 એમ્બ્યુલન્સ માટે રાહ નહી જોવી પડે, 150 નવી એમ્બ્યુલન્સનો કાફલાને CM ની લીલીઝંડી

કોરોના મહામારીના કપરા કાળમાં દર્દીઓની સેવામાં ૧પ૦ એમ્બ્યુલન્સ સેવાઓ એક જ સપ્તાહનાવિક્રમસર્જક સમયમાં સંપૂર્ણ સુવિધા સાથે મુખ્યમંત્રીએ કાર્યરત કરી હતી. મુખ્યમંત્રીએ કોર કમિટીમાં એક અઠવાડિયા પૂર્વે લીધેલા નિર્ણયનું ત્વરિત સઘન-પારદર્શી અમલીકરણ કરાયું છે. ત્રણ દિવસમાં ઓક્સિજન સુવિધા-તબીબી સુવિધા-તબીબી સાધનોથી સજ્જ થઇ જશે. ૧પ૦ એમ્બ્યુલન્સ સેવાઓ કચ્છથી ડાંગ સુધીના સમગ્ર જિલ્લાઓ માટે સેવારત થશે. 

Apr 29, 2021, 08:24 PM IST