Bhupendrasinh chudasama News

શિક્ષક તાલીમની જરૂરિયાત જાણવા માટેનું દેશનું સૌથી મોટું સર્વેક્ષણ : ભુપેન્દ્રસિંહ
ભારતના કોઈ પણ રાજ્યમાં આટલા મોટા સ્કેલ પર આ પ્રકારે સર્વેક્ષણ અગાઉ કદી થયુ નથી પરંતુ ગુજરાત સરકાર દ્વારા થયેલ આ સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. દેશનુ સૌથી પહેલું અને સૌથી મોટુ છે તેવું શિક્ષણમંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. આ સર્વેક્ષણમાં ભાગ લેવા બદલ શિક્ષણમંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સૌ શિક્ષકોને પાઠવ્યા અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજીયાત હોવા છતાંય રાજયના ૫૭ હજારથી વધુ શિક્ષકો સહભાગી બન્યા તે ખુબ જ આનંદની વાત છે તેમ શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું. સ્વૈચ્છિક સર્વેક્ષણમાં જોડાઈને પોતાની શિક્ષક તત્પરતા અને નિષ્ઠા પ્રદર્શિત કરી છે. અંદાજે 1,51,000 શિક્ષકો સર્વેક્ષણમાં જોડાવા પાત્ર હતા. જૈ પૈકી 37 ટકા જેટલા શિક્ષકો આ મરજીયાત અને સ્વૈચ્છિક સર્વેક્ષણમાં જોડાયા હતા. નવસારી જિલ્લામાં 78% જેટલા શિક્ષકો આ સર્વેક્ષણમાં જોડાયા હતા. 
Aug 24,2021, 21:34 PM IST

Trending news