અઢી મહિનાનો વિવાન પણ ધૈર્યરાજ જેવી બીમારીથી પીડિત, પરિવારે મદદનો હાથ લંબાવ્યો

તાજેતરમાં જ ગુજરાતના ધૈર્યરાજ નામના બાળકને SMA નામની બીમારી હતી, જેની મદદ માટે સમગ્ર દેશભરમાંથી રૂપિયા એકઠા થયા હતા. તેના બાદ આખરે ધૈર્યરાજને 16 કરોડનુ મોંઘુદાટ ઈન્જેક્શન લગાવાયુ હતુ. ધૈર્યરાજ (dhairyaraj) તો આ બીમારીમાંથી ઉગારી ગયો છે, પણ ગુજરાતમાં એક બાળક એવો પણ છે જેને આ ઈન્જેક્શનની જરૂર છે. જો તેને આ ઈન્જેક્શન નહિ મળે તો તેના જીવને પણ જોખમ છે. 
અઢી મહિનાનો વિવાન પણ ધૈર્યરાજ જેવી બીમારીથી પીડિત, પરિવારે મદદનો હાથ લંબાવ્યો

હેમલ ભટ્ટ/સોમનાથ :તાજેતરમાં જ ગુજરાતના ધૈર્યરાજ નામના બાળકને SMA નામની બીમારી હતી, જેની મદદ માટે સમગ્ર દેશભરમાંથી રૂપિયા એકઠા થયા હતા. તેના બાદ આખરે ધૈર્યરાજને 16 કરોડનુ મોંઘુદાટ ઈન્જેક્શન લગાવાયુ હતુ. ધૈર્યરાજ (dhairyaraj) તો આ બીમારીમાંથી ઉગારી ગયો છે, પણ ગુજરાતમાં એક બાળક એવો પણ છે જેને આ ઈન્જેક્શનની જરૂર છે. જો તેને આ ઈન્જેક્શન નહિ મળે તો તેના જીવને પણ જોખમ છે. 

ગીર સોમનાથના આલિદર ગામના વિવાન નામના બાળકને SMA (Spinal Muscular Atrophy) નામની ગંભીર બીમારી છે. વિવાનની બીમારીને લઈને તેનો પરિવાર ચિંતામાં મૂકાયો છે. 16 કરોડના ખર્ચને લઈ વિવાનના માતા-પિતા લોકો પાસે મદદ માંગી રહ્યા છે.  

ગીર સોમનાથ જિલ્લાના આલિદર ગામનો અઢી માસનો વિવાન ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. SMA (સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી) નામની ગંભીર બીમારીને લઈ બાળક વિવાન સહિત ચાર લોકો પરિવાર પર આજે આભ ફાટી પડ્યું છે. કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈ વાઢેળ પોતાના એકના એક દીકરાને લઈ ચિંતિત બન્યા છે. 

અશોકભાઇના કહેવા મુજબ થોડા સમય પહેલા વિવાન બીમાર પડતા અને તેને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને જુનાગઢ ખાતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી તેના રિપોર્ટ ચેન્નઈ મોકલાયા હતા. બાદમાં માલુમ પડ્યું કે વિવાન sma નામની બીમારીથી પીડાઈ રહ્યો છે. જે બીમારી ધૈર્યરાજને હતી, તે જ બીમારી વિવાનને પણ છે. ભાગ્યે જ જોવાં મળતી SMA નામની બિમારીથી વિવાનને બચાવવા 16 કરોડનું ઈન્જેકશન આપવું પડશે તેવું નિષ્ણાતોએ જણાવ્યું છે.

વિવાનના પિતા અશોકભાઈ કચ્છમા એક ખાનગી કંપનીમાં જોબ કરે છે. અને તેમનો 18 હજાર પગાર છે. જેમાં તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે વિવાનને  sma ની બીમારીમાથી બચાવવા 16 કરોડ રૂપિયા ક્યાંથી લાવવામાં તે સૌથી મોટો સવાલ છે. પરિવારની હિંમત તૂટી ગઈ છે. આખરે અશોકભાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત અને દેશમા લોકોને મદદ માટે આગળ આવવા અપીલ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news