અમદાવાદ : જાહેરમાં મહિલાને મારનાર BJP ધારાસભ્ય બલરામ થવાણી પર કરાયો પથ્થરથી હુમલો

અમદાવાદ (Ahmedabad) માં નરોડા વિસ્તારના ધારાસભ્ય બલરામ થાવાણી (Balram Thawani) પર હુમલો થયો છે. મેઘાણીનગરમાં દિવાળી (Diwali) સંમેલનમાં હાજરી આપવા પહોંચેલા ઘારાસભ્ય અને કાઉન્સિલર પર હુમલો થયો છે. MLA બલરામ થવાનીની ગાડી પર અજાણ્યા શખ્સે પથ્થર મારતા થાવણીને માથાના ભાગે થઈ ઇજા પહોંચી છે. મેઘાણીનગર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે. 

Updated By: Nov 5, 2019, 09:43 AM IST
અમદાવાદ : જાહેરમાં મહિલાને મારનાર BJP ધારાસભ્ય બલરામ થવાણી પર કરાયો પથ્થરથી હુમલો

અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) માં નરોડા વિસ્તારના ધારાસભ્ય બલરામ થાવાણી (Balram Thawani) પર હુમલો થયો છે. મેઘાણીનગરમાં દિવાળી (Diwali) સંમેલનમાં હાજરી આપવા પહોંચેલા ઘારાસભ્ય અને કાઉન્સિલર પર હુમલો થયો છે. MLA બલરામ થવાનીની ગાડી પર અજાણ્યા શખ્સે પથ્થર મારતા થાવણીને માથાના ભાગે થઈ ઇજા પહોંચી છે. મેઘાણીનગર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે. 

Maha Cycloneના લેટેસ્ટ અપડેટ : જાણો ગુજરાતથી હાલ કેટલું દૂર છે?

નરોડા વિસ્તારના ધારાસભ્ય બલરામ થવાણી ગઈકાલે મેઘાણીનગર વિદ્યાનગર પોલીસ ચોકીની બાજુમાં આવેલ એક પ્લોટમાં આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. દિવાળી નિમત્તે યોજાયેલ એક સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં એક શખ્સે પથ્થરથી બલરામ થવાણી પર હુમલો કર્યો હતો. એક શખ્સે દૂરથી બલરામ થવાણી પર પથ્થરમારો કર્યો હતો. જેમાંથી એક પથ્થર બલરામ થવાણીની કાર પર પડ્યો હતો. આ હુમલામાં બલરામ થવાણીન કારનો કાચ તૂટ્યો હતો. 

એક સમયના મિત્રો બની ગયા રાજકીય દુશ્મનો, 2017માં કોંગ્રેસની હારનું ઠીકરું હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર પર ફોડ્યું

આ મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી. પોલીસે આઇપીસી 337, 427 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બલરામ થવાણી એ જ ધારાસભ્ય છે, જેઓએ થોડા સમય પહેલા એનસીપીની મહિલા કાર્યકર્તાને જાહેરમાં લાત મારીને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, અને લોકોએ આ ધારાસભ્ય પર રોષ વ્યક્ત કર્યો હતો. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :