attack

Attack On Vehicle Towing Team In Surat PT1M44S

સુરતમાં વાહન ટોઈંગ કરતી ટીમ પર હુમલો

સુરતમાં વાહન ટોઈંગ ટીમ પર હિંસક હુમલો કર્યાની ઘટના સામે આવી છે. વરાછાની અજંતા ઇન્ડસ્ટ્રીઝ પાસે ઘટના બની હતી. બાઈક ટોઈંગ કરતા ચાલકે હુમલો કર્યો હતો. નો પાર્કિંગમાંથી વાહન ઊંચકતા માથાકૂટ થઈ હતી. પાઈપ મારતા નરેશ રાજપૂત ઇજાગ્રસ્ત થયો હતો. વાહન ચાલક સામે ખૂનની કોશિશનો ગુનો નોંધાયો છે. વરાછા પોલીસે વાહન ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.

Dec 3, 2019, 02:30 PM IST
Knife Attack On Karnataka Congress MLA PT1M5S

કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્ય પર છરી વડે કર્યો હુમલો

કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય તનવીર સઈત પર અજાણ્યા શખ્સે હુમલો કર્યો. મઈસૂરમાં એક કાર્યક્રમ દરમિયાન ફરહાન નામક અજાણ્યા શખ્સે ચપ્પાથી ધારાસભ્ય પર હુમલો કર્યો. ઈજાગ્રસ્ત ધારાસભ્યને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા જ્યારે આરોપી ફરહાનની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી..આરોપીએ હુમલો કેમ કર્યો તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

Nov 18, 2019, 02:50 PM IST

અમદાવાદ : જાહેરમાં મહિલાને મારનાર BJP ધારાસભ્ય બલરામ થવાણી પર કરાયો પથ્થરથી હુમલો

અમદાવાદ (Ahmedabad) માં નરોડા વિસ્તારના ધારાસભ્ય બલરામ થાવાણી (Balram Thawani) પર હુમલો થયો છે. મેઘાણીનગરમાં દિવાળી (Diwali) સંમેલનમાં હાજરી આપવા પહોંચેલા ઘારાસભ્ય અને કાઉન્સિલર પર હુમલો થયો છે. MLA બલરામ થવાનીની ગાડી પર અજાણ્યા શખ્સે પથ્થર મારતા થાવણીને માથાના ભાગે થઈ ઇજા પહોંચી છે. મેઘાણીનગર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે. 

Nov 5, 2019, 09:43 AM IST
Unidentified assailants attacked deadly contractor in Junagadh PT1M37S

જૂનાગઢમાં અજાણ્યા શખ્શોએ કોન્ટ્રાક્ટર પર કર્યો જીવલેણ હુમલો

જૂનાગઢ જિલ્લા પંચાયતમાં બાંધકામ ટેન્ડરના ઝગડામાં કોન્ટ્રાક્ટર ઉપ્પર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. ટેન્ડરના ઝગડામાં મધુરમ કન્ટ્રક્શનના મલિક અને નિવૃત ડેપ્યુટી એન્જીન્યર ઉપર ખૂની હુમલો થયો હોવાની આશંકા છે.

Oct 23, 2019, 07:10 PM IST

અમદાવાદ: મિત્રનાં ઝગડામાં વચ્ચે પડેલા યુવકને ગળાના ભાગે છરો મારીને હત્યા

વટવા સદાની ધાબા નજીકથી પસાર થતી કેનાલ નજીક મિત્રો વચ્ચેની સામાન્ય માથાકુટ લોહીયાળ બની

Oct 21, 2019, 12:04 AM IST

રાજકોટમાં લુખ્ખા તત્વોની ખેર નહી: હોટલમાં તોડફોડ કરનાર સદ્દામનું સરઘસ કઢાયું

શહેરનાં ફૂલછાબ ચોકમાં ખોડીયાર હોટલમાં તોડફોડ કરનાર સદામ કટારીયા નામનાં આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું હતું

Oct 18, 2019, 05:40 PM IST
Attack On MGVCL Worke At Panchmahal PT1M20S

MGVCLના કર્મચારીઓ પર ગોધરાના ભમૈયા ગામે હુમલો

MGVCLના કર્મચારીઓ પર ગોધરાના ભમૈયા ગામે હુમલો થયો છે. વીજ બિલ ન ભરાતા વીજ કનેક્શન બંધ કરવા માટે ગયેલા વિજકર્મીઓ પર ગ્રાહક અને તેના સાગરીતો દ્વારા હુમલો કરાયો હતો.આ સિવાય વિજકર્મી સાથે થયેલ મારામારીનો વિડીયો પણ સામે આવ્યો છે. આ સમગ્ર મામલે વીજ કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

Oct 18, 2019, 12:15 PM IST

ગઢડા ગોપીનાથજી મંદિરના એસપી સ્વામીની ગાડી પર બે શખ્સોએ કર્યો હુમલો

ગઢડા ગોપાનાથજી મંદિરના આચાર્ય પક્ષના એસપી સ્વામીની ગાડી પર હુમલો થયો છે. તેઓ પોતાની ઈનોવા કાર લઈને મંદિરથી બોટાદ જવા નીકળ્યા હતા, ત્યારે ગઢડા મંદિરના ગેટ પાસે બે શખ્સો દ્વારા લોખંડની પાઈપથી તેમની ગાડી પર હુમલો કર્યો હતો. આ શખ્સોએ કારના આગળનો અને પાછળનો કાચ તોડી નાંખ્યો હતો. એટલું જ નહિ, એસ.પી સ્વામીને મારવા માટે કારની પાછળ બાઈક લઈને પીછો કર્યો હતો. ત્યારે એસપી સ્વામીએ બંને શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. એસપી સ્વામી સાથે કેટલાક સંતો પણ મતદાન મથકે પહોંચ્યા હતા. 

Oct 14, 2019, 04:02 PM IST
Attack on old man of Vadodara PT1M6S

વડોદરામાં અસામાજિક તત્વ દ્વારા વૃદ્ધ પર હુમલો

વડોદરામાં અસામાજિક તત્વ દ્વારા વૃદ્ધ પર હુમલો કરવાની ઘટના બની છે. આરોપી અરવિંદ પટેલે વૃદ્ધ દિલીપ પટેલ પર હુમલો કર્યો છે. આરોપીની કાર પર કાળો રંગ નાખવાની આશંકા સાથે માર માર્યો છે. આરોપીએ વૃદ્ધને લોખંડના સળિયાથી માર માર્યો હતો.

Oct 12, 2019, 01:35 PM IST

ટોક ઓફ ધ ટાઉન બન્યો અમદાવાદનો આ કિસ્સો: પતિએ ચુંબન કરવાના બહાને પત્નીની જીભ કાપી

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પતિ પત્નીનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પતિએ ચુંબન કરવાના બહાને પત્નીની જીભ કાપી નાખી હતી. જેમ પત્નીએ જીભ આગળ કરી તેમ પતિએ છરી વડે જીભ પર ઘા માર્યો હતો. પત્નીને જીભ પર ઘા મારી પતિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, તેણે પત્નીને ક્યાં કારણોસર જીભ પર ઘા માર્યું તે હાલ અકબંધ છે. જોકે, પત્નીએ પતિ સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 

Oct 10, 2019, 03:02 PM IST
Attack on police PT1M44S

નવસારીના વાંસદામાં જુગારીઓને ઝડપવા ગયેલી પોલીસ પર હુમલો

નવસારીના વાંસદામાં પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હકીકતમાં પોલીસે કેલીયા ગામમાં જુગારીને ઝડપતા ટોળું ઉશ્કેરાયું હતું. આ હુમલામાં ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને હોસ્પિટલ ખસેડાયા છે. આ સિવાય પોલીસની ખાનગી ગાડીને ફૂંકી મારવાનો પણ પ્રયાસ કરાયો છે. આ મામલામાં પોલીસે 25થી 30 લોકો સામે ફરિયાદ નોંધી છએ.

Oct 9, 2019, 05:10 PM IST

વડોદરા: ડભોઇ ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાની પુત્રી પર જાહેરમાં હુમલો

શહેરના દાંડિયા બજાર પાસે ભાજપના ધારાસભ્યની દિકરી પર હુમલો થતા ચકચાર મચી છે. ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાની પુત્રી રતી મહેતા પર હુમલો થયો હતો. ત્યારે સામાન્ય જનતાતો ઠીક પણ ધારાસભ્યની દિકરી પર પણ જાહેરમાં હુમલાઓ થઇ રહ્યા છે. 
 

Oct 7, 2019, 05:47 PM IST

અમરેલી: ઝેરી મધમાખીઓ દ્વારા હુમલો કરાતા સારવાર દરમિયાન યુવકનું મોત

ખાંભામાં કાકા-ભત્રીજા પર ઝેરી મધમાખીનો હુમલો કરતા સારવાર દરમિયાન કાકાનું મોત થયું હતું. જુનાગામ નજીકની વાડીમાં કાકા અને ભત્રીજો કામ કરી રહ્યા હતા તે દમિયાન જેરી મધમાખીઓ દ્વારા હુમલો કરી દેતા કાકાનું સારવાર દરમિયાન મોત થયુ હતું જ્યારે ભત્રીજાની હાલત ગંભીર છે. 

Sep 30, 2019, 08:58 PM IST

જામનગર : ચકચારી બીટકોઈન કેસથી ચર્ચામાં આવેલ નિશા ગોંડલિયા પર મોડી રાત્રે હુમલો

ગુજરાતમાં ચકચારી બીટકોઇન (Bitcoin) મામલે જામનગર (Jamnagar)માં ચર્ચામાં આવેલી નિશા ગોંડલિયા (Nisha Gondaliya)એ કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ (Jayesh Patel) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ ગત રાત્રિએ જામનગરના વાલકેશ્વરી વિસ્તારમાં નિશા ગોંડલીયા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જઈ રહી હતી એ સમયે હેલ્મેટ (Helmet) પહેરેલા એક અજાણ્યા બાઈક ચાલકે નિશા ગોંડલિયાને રિવોલ્વર બતાવી ધમકી આપી હતી. આ ઘટનાથી શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જે સ્થળે સમગ્ર ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે.

Sep 21, 2019, 08:23 AM IST
Attack on guard at Bharuch PT4M6S

ભરૂચ : બંધ કંપનીના ગાર્ડ પર 40ના ટોળાનો હુમલો, બે સિક્યુરિટી ગાર્ડના મોત

ભરૂચ જિલ્લાના ઉટિયાદરા ગામની શ્રીજી ગ્લાસ નામની બંધ કંપનીમાં 40 જેટલા અજાણ્યા લોકોના ટોળાએ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. જેમાં 2 સિક્યુરિટી ગાર્ડના મોત નીપજ્યા છે. ભરૂચ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

Sep 18, 2019, 11:10 AM IST
Khambhadiya: Attack On Palika Chairman Dipesh Gokani PT2M27S

ખંભાળિયાઃ પાલિકાના કારોબારી ચેરમેન પર બે શખ્સોએ કર્યો હુમલો

ખંભાળિયાઃ પાલિકાના કારોબારી ચેરમેન પર થયો હુમલો, હુમલો થતાં લોકોમાં જોવા મળી રોષની લાગણી છે. દીપેશ ગોકાણીને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી.

Sep 12, 2019, 05:55 PM IST

સુરતમાં કિન્નરોએ માગ્યા મુજબ દાપું ના મળતા યુવક પર કર્યો હુમલો

શહેરમાં કિન્નરોનો આંતક વધ્યો હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ગોડાદરાની માનસરોવર સોસાયટીની ઘટના છે. સાસાયટીમાં રહેતા એક રહિશને ત્યાં બાળકનો જન્મ થતા દાપું માગવા પહોંચેલા કિન્નરોએ બાળકના પિતા સાથે માથાકૂટ કરી હતી. તે દરમિયાન કિન્નરોએ બાળકના પિતાનું માથું દિવાલમાં અથડાવ્યું હતું.

Sep 5, 2019, 11:16 AM IST

‘ભાજપ’રાજમાં નેતાઓ બેફામ : બોપલ નગરપાલિકાના સભ્ય મહેશ પટેલે સોસાયટીના ચેરમેન પર હુમલો કર્યો

સત્તાના નશામાં રાચતા ભાજપી નેતાઓ, સભ્યોની દાદાગીરી હવે એટલી ખુલી ગઈ છે કે, તેઓ કાયદો પણ હાથમાં લઈ રહ્યાં છે. અમદાવાદના બોપલ વિસ્તારના નગરપાલિકાના સભ્ય મહેશ પટેલે સોસાયટીના ચેરમેન સાથે મારામારી કરીને બાદમાં તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. 

Sep 2, 2019, 01:55 PM IST
Kheda: Congress In Action After Attack On Thasra MLA Kantibhai Parmar PT1M36S

ખેડા: ઠાસરાના ધારાસભ્ય પર હુમલા બાદ કોંગ્રેસ આક્રમક, જુઓ શું કર્યું

ખેડા: કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈ કોંગ્રેસ આક્રમક,નડિયાદ ખાતે કોંગ્રેસ કરશે ધરણા કાર્યક્રમ. કોંગ્રેસના નેતાઓ ધરણાં બાદ આપશે આવેદનપત્ર.

Aug 31, 2019, 04:50 PM IST

ઠાસરા : કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર પર હુમલો, 8 લોકો હથિયાર સાથે તૂટી પડ્યા

ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતી ભાઈ પરમાર સહિત ત્રણ વ્યક્તિ પર આજે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. નડિયા સેશન્સ કોર્ટની બહાર હુમલો થતા જ ખેડા પોલીસ દોડતી થઈ હતી.

Aug 30, 2019, 03:54 PM IST