ગુજરાતના દિગ્ગજ નેતાના દાવાથી ખળભળાટ, 'સાહેબ મને 50 કરોડની ઓફર આપી હતી...'

રાઠવા કહી રહ્યા છે કે, 'મને 50 કરોડની ઓફર થઈ હતી અને મંત્રીમંડળમાં સ્થાન આપવાની પણ ઓફર આપી હતી. એટલું જ નહીં, હારી જાઓ તો બોર્ડ અથવા કોર્પોરેશનમાં સ્થાનની પણ વાત કહી હતી. 

ગુજરાતના દિગ્ગજ નેતાના દાવાથી ખળભળાટ, 'સાહેબ મને 50 કરોડની ઓફર આપી હતી...'

ઝી ન્યૂઝ/અમદાવાદ: વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ અને આપમાં જોરદાર હરીફાઈ જામી છે. આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામે તેવી પુરેપુરી શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે હવે ફરીવાર ખરીદ વેચાણના પણ આરોપ થઈ રહ્યા છે. બોડેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સમક્ષ સુખરામ રાઠવાએ આપેલું ચર્ચાસ્પદ નિવેદન હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

વિપક્ષના નેતા સુખરામ રાઠવાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં રાઠવા કહી રહ્યા છે કે, 'મને 50 કરોડની ઓફર થઈ હતી અને મંત્રીમંડળમાં સ્થાન આપવાની પણ ઓફર આપી હતી. એટલું જ નહીં, હારી જાઓ તો બોર્ડ અથવા કોર્પોરેશનમાં સ્થાનની પણ વાત કહી હતી. 

રાઠવાએ વધુમાં જણાવ્યું હતું કે મને ચૂંટણી ખર્ચ ભોગવવાની પણ તૈયારી બતાવી હતી. મારા જમાઈને પણ નેતા બનાવવા કહ્યું હતું. આ વીડિયો વાયરલ થયા બાદ ખળભળાટ મચ્યો હતો. જોકે, વાયરલ થયેલા વીડિયોની સુખરામ રાઠવાએ સ્પષ્ટતા કરી હતી. રાઠવાએ વીડિયો જૂનો હોવાની સ્પષ્ટતા કરી હતી.

વિપક્ષ નેતા સુખરામ રાઠવા નિવેદન મુદ્દે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ તરફથી અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં ડર છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમને ભય દેખાઇ રહ્યો છે. જનતા હવે કોંગ્રેસને જાકારો આપશે. કોંગ્રેસની બોટ ડુબી રહી છે. રાઠવાના આરોપો તથ્ય વગરના રાજનીતિને પ્રેરિત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news