સુરતીલાલાઓ આનંદો...!!! અઢી વર્ષથી બંધ થયેલી આ ટ્રેન ફરી શરૂ થઈ

છેલ્લા અઢી વર્ષથી કોરોના મહામારીના કારણે સુરત ભૂસાવલ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી .સ્થિતિ સામાન્ય થતા ફરી ટ્રેન શરૂ કરવાની માંગ કરાઈ હતી જેને લઈ ગતરોજ 13મી જુનથી આ ટ્રેન શરૂ કરવામાં આવી છે અને ફસ્ટ કલાસ કોચ હટાવી બે એસીના કોચ લગાવામાં આવ્યા છે.

સુરતીલાલાઓ આનંદો...!!! અઢી વર્ષથી બંધ થયેલી આ ટ્રેન ફરી શરૂ થઈ

ચેતન પટેલ/સુરત: કોરોના કાળ સમયથી બંધ પડેલી સુરત ભૂસવાલ ટ્રેન ફરી એક વખત પાટા પર દોડતી થઈ છે. ગતરોજ સોમવારે રાત્રે 11.10 કલાકે પીએસીના સભ્ય છોટુભાઈ પાટીલ દ્વારા સુરત ભૂંસાવલ ટ્રેનને સુરત રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવી હતી. ટ્રેન શરૂ થતાં સુરતથી મહારાષ્ટ્ર જતા કામદારો માટે મહત્વની ટ્રેન ગણાય છે.

છેલ્લા અઢી વર્ષથી કોરોના મહામારીના કારણે સુરત ભૂસાવલ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી .સ્થિતિ સામાન્ય થતા ફરી ટ્રેન શરૂ કરવાની માંગ કરાઈ હતી જેને લઈ ગતરોજ 13મી જુનથી આ ટ્રેન શરૂ કરવામાં આવી છે અને ફસ્ટ કલાસ કોચ હટાવી બે એસીના કોચ લગાવામાં આવ્યા છે. જેથી સુરતથી મહારાષ્ટ્ર આવતા જતા લોકોને લાભ થશે.

આ ટ્રેન રાત્રે 11 કલાકે સુરત રેલવે સ્ટેશન પરથી ઉપડશે અને બીજા દિવસે સવારે 7.30 વાગે ભૂસવાલ પહોંચશે. આવી જ રીતે આ ટ્રેન ભૂંસાવલથી રાત્રીના 7. 30 કલાકે ઉપડશે અને સુરત સવારે 5 વાગે પહોંચશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news