ઝાયડ્સના ચેરમેન પંકજ પટેલની RBIમાં વરણી, ACCએ 4 વર્ષ માટે આપી મંજૂરી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ Zydus Lifesciences Limitedના ચેરમેન પંકજ આર. પટેલને RBI ના સેન્ટ્રલ બોર્ડમાં નોન ઓફિશિયલ ડાયરેક્ટર પદે નિયુક્ત કર્યા છે. કંપનીએ આ અંગે મંગળવારે માહિતી આપી હતી.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: દેશની અગ્રણી કંપનીઓમાંની એક ઝાયડસ કેડિલા તરીકે ઓળખાતી કેડિલા હેલ્થકેર લિમિટેડ એક છે. ત્યારે ઝાયડ્સના ચેરમનની RBIના સેન્ટ્રલ બોર્ડમાં નોન ઓફિશિયલ ડાયરેક્ટર પદે નિયુક્તિ કરવામાં આવી છે. ઝાયડ્સના ચેરમન પંકજ પટેલની 4 વર્ષ માટે RBIમાં વરણી કરાઈ છે. ACCએ 4 વર્ષ માટે પ્રસ્તાવને મંજૂરી આપી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ Zydus Lifesciences Limitedના ચેરમેન પંકજ આર. પટેલને RBI ના સેન્ટ્રલ બોર્ડમાં નિયુક્ત કર્યા છે. કંપનીએ આ અંગે મંગળવારે માહિતી આપી હતી. કેબિનેટની નિમણૂંક સમિતિએ તેમની નિમણૂકની સૂચનાની તારીખથી ચાર વર્ષના સમયગાળા માટે અથવા આગળના આદેશો સુધી બેમાંથી જે વહેલું હોય તે માટે નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
Zydus Lifesciences Limited Chairman Pankaj R Patel appointed as a part-time Non-official Director in Central Board of Reserve Bank of India (RBI) for a period of 4 years pic.twitter.com/ftj1SMFgNW
— ANI (@ANI) June 14, 2022
પંકજ પટેલ હાલમાં બોર્ડ ઓફ ગવર્નર્સ એન્ડ સોસાયટી, IIM, ઉદયપુરના અધ્યક્ષ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય છે. તેઓ ઈન્વેસ્ટ ઈન્ડિયા, મિશન સ્ટીયરીંગ ગ્રુપ (MSG), અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ડ્રગ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ સહિત અન્ય ઘણી સંસ્થાઓના સભ્ય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે