આખા દેશમાં સૌથી ઓછા પોઝિટિવિટી રેટમાં સુરત શહેરનો સમાવેશ, 28 કોવિડ સેન્ટર બંધ કરાયા
સુરત (Surat) માં ચાલી રહેલા 32 કોવિડ સેન્ટરમાંથી 90 ટકા કોવિડ સેન્ટર (Covid Center) માં કેસ ઓછા થતાં 28 જેટલા સેન્ટર બંધ કરવામાં આવ્યા છે. કોરોનાનો કહેર હવે સુરત (Surat) માં એકદમ નિયંત્રણ તરફ છે.
Trending Photos
ચેતન પટેલ, સુરત: છેલ્લા 24 કલાકમાં કોરોના (Coronavirus) ના કેસોમાં ઘટાડો થયો છે. 24 કલાકમાં શહેરમાં માત્ર બે જ મોત (Death) નોંધાતાં તંત્રને મોટી રાહત થઇ છે. એપ્રિલ (April) થી મે મહિના સુધીમાં કોરોનાના કેસો બે હજારથી પણ વધુ હતા. પરંતુ હવે કેસ 300ની અંદર જતા શહેરીજનો પણ કોરોનાનું સંક્રમણ કરતાં હાશકારો અનુભવી રહ્યા છે.
સુરત (Surat) માં ચાલી રહેલા 32 કોવિડ સેન્ટરમાંથી 90 ટકા કોવિડ સેન્ટર (Covid Center) માં કેસ ઓછા થતાં 28 જેટલા સેન્ટર બંધ કરવામાં આવ્યા છે. કોરોનાનો કહેર હવે સુરત (Surat) માં એકદમ નિયંત્રણ તરફ છે. સુરતમાં એક વખત પોઝિટિવિટી રેટ 8 ટકા જેટલો હતો. જે આજે ઘટીને 0.7 ટકા છે. હાલના દિવસોમાં રિકવરી રેટ 96 ટકા પર છે.
સુરત મહાનગરપાલિકા (SMC) ના આરોગ્ય અધિકારી બંછા નિધિ પાનીએ જણાવ્યું હતું કે, સુરતમાં કોવિડના કેસ ખૂબ જ ઓછા થયા છે. આખા દેશમાં સૌથી ઓછા પોઝિટિવિટી રેટમાં સુરત શહેર સામેલ છે. પોઝિટિવિટી રેટ 0.7 ટકા અને રિકવરી રેટ 96 ટકા છે. એક વખત 24 કલાકમાં 108 એમ્બ્યુલન્સમાં 340 જેટલા કોલ્સ આવતા હતા તે ઘટીને 10થી 20 કોલ્સ આવી રહ્યા છે.
બીજા જે પેરામીટર્સ છે 104નું હોય કે SOS હોય તમામ બાબતોમાં જોઈએ તો 90 ટકા બેડ ખાલી છે. ઓક્સિજનમાં એક વખત જે 220 મેટ્રિક ટનની ખપત થતી હતી તે ઓછા થઈને 20 મેટ્રિક ટન વપરાશ છે. જે ખૂબ આનંદની બાબત છે. સુરતમાં ટેસ્ટીંગ ખૂબ જ મોટા પ્રમાણમાં કરાયું હતું. RT-PCR ટેસ્ટ 5 ઘણા કરવામાં આવ્યા. માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં વધારે ફોકસ કરાયું સાથે સાથે લોકોને કોવિડ હેલ્થ કાર્ડમાં ગ્રીન અને વ્હાઇટ કાર્ડ આપવામાં આવ્યા.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,અલગ અલગ સેકટર જ ટેકસટાઇલ, ડાયમંડ અને ગુડ્સ માટે અનેક ગાઈડલાઈન બાહર પાડવામાં આવી હતી. ટ્રેસિંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટની ટ્રિપલ T પોલિસી સાર્થક કરી શક્યા હતા. 250થી વધુ ધનવંતરિ રથ સાથે સંજીવની રથ છે. કાર્પેટ કોમ્બિનિંગ ઓપરેશન કરીને જ્યાં ખૂબ કેસ હતા ત્યાં ટેસ્ટીંગ કરીને આઇસોલેટ કરીને ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.
કોરોનાની ત્રીજી લહેર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઈશ્વરને પ્રાર્થના છે કે, થર્ડ વેવ ન આવે પરંતુ થર્ડ વેવ માટે મેન પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈ તમામ તૈયારીઓ કરાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે