કોરોનાની ત્રીજી વેવની શરૂઆત!, સુરતમાં પુણેથી આવેલા દાદાને ચેપ લાગતા આખો પરિવાર સંક્રમિત
સુરતમાં ફરીથી કેસમાં વધારો નોંધાયો છે. એક જ પરિવારના પાંચ વ્યક્તિ કોરોના સંક્રમિત થતાં ખળભળાટ મચ્યો છે અને તંત્ર એક્શનમાં આવી ગયું છે.
Trending Photos
તેજસ મોદી, સુરત: ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યા છે. દિવાળી વેકેશન માણી સુરતીઓ શહેરમાં પરત ફરી રહ્યા છે. આજે સાથે રાજ્યમાં કોરોનાએ ફૂંફાળો માર્યો છે. સુરતમાં ફરીથી કેસમાં વધારો નોંધાયો છે. એક જ પરિવારના પાંચ વ્યક્તિ કોરોના સંક્રમિત થતાં ખળભળાટ મચ્યો છે અને તંત્ર એક્શનમાં આવી ગયું છે. 3 વર્ષના ટ્વીન્સ બાળકો સહિત પાંચ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, પાંચેય લોકોને કોરોનાના લક્ષણો કોઈ પણ નથી, પરંતુ તેમણે વેકસીનના બન્ને ડોઝ લીધા છે. તમને જણાવી દઈએ કે, ગઈ કાલે રાંદેર ઝોનમાં જ સાત પોઝિટિવ કેસ નોંધાયા હતાં. પરંતુ સારી વાત એ છે કે અન્ય સાત ઝોનમાં એક પણ કેસ નોંધાયો નથી.
સુરતના અડાજણમાં પવિત્રા રો-હાઉસમાં રહેતા એક જ પરિવારના પાંચ સભ્યો શનિવારે કોવિડ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે, ત્યારબાદ પાલ સીમંધર એપાર્ટમેન્ટમાં રહેતા એક જ પરિવારના પિતા-પુત્રનો કોરોના રિપાર્ટ પોઝિટીવ આવ્યો હતો. પાલિકા આરોગ્ય વિભાગે બન્ને વિસ્તારોને કોરોના કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે અડાજણ સ્થિત પવિત્રા રો-હાઉસમાં રહેતા અને હાલમાં જ પુણેથી પરત ફરેલા એક પરિવારના વડીલ કોરોના પોઝિટીવ જાહેર થયા છે. આ સાથે જ તેમના ત્રણ વર્ષના બે જોડિયા પૌત્ર અને તેના માતા પિતા પણ કોરોનાની ઝપેટે ચઢ્યા છે. એક જ પરિવારમાં કોવિડ પોઝિટિવના પાંચ કેસ એકસાથે દેખાતા પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. પવિત્રા રો-હાઉસ ગેઈટ નં.4ને તાત્કાલિક અસરથી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો હતો.
આવી ગયો સ્વેટર કાઢવાનો સમય, શરૂ થઈ કંપી ઉઠો તેવી ઠંડી, જાણો હવામાન વિભાગની આગાહી?
આ ઉપરાંત પાલ સ્થિત સીમંધર એપાર્ટમેન્ટમાં રહેતા પિતા-પુત્ર પણ શનિવારે કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. આ સાથે જ પાલિકાએ સીમંધર એપાર્ટમેન્ટને પણ કોરોના કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યું હતું. શહેરમાં કોરોનાના કેસની વધી રહેલી સંખ્યાને ધ્યાને લઈ આરોગ્યતંત્રે દિવાળી બાદ સૌપ્રથમવાર કોરોના કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવાનું શરૂ કર્યું છે.
અત્રે નોંધનીય છે કે, સુરતમાં પવિત્રા રો-હાઉસ ગેઈટ નં.4માં આવેલા 20 ઘરોમાં રહેતા 90 લોકોને તથા સીમંધર એપાર્ટમેન્ટના 20 ફ્લેટમાં રહેતા 82 લોકોને શનિવારે તંત્ર દ્વારા હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે