રાજધાની બસ ભડકે બળતા મુસાફરોની ચીચીયારીઓ સંભળાઈ, આ દ્રશ્યો તમને વિચલિત કરી દેશે, મહિલા જીવતી ભડથુ થઈ
મંગળવારની રાતે સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં ખાનગી બસમાં ભીષણ આગ લાગી હતી. આગમાં દાઝી જતાં 2 લોકોનાં સારવાર દરમિયાન મોત થયા હતા. પરંતુ આ આગ એટલી ભયાનક હતી કે, તેના દ્રશ્યો ત્યા હાજર તમામ લોકોને વિચલિત કરી દે તેવા હતા. લોકોની નજર સામે એક મહિલા બસમાં ફસાઈ જતા જીવતી સળગી ગઈ હતી.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :મંગળવારની રાતે સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં ખાનગી બસમાં ભીષણ આગ લાગી હતી. આગમાં દાઝી જતાં 2 લોકોનાં સારવાર દરમિયાન મોત થયા હતા. પરંતુ આ આગ એટલી ભયાનક હતી કે, તેના દ્રશ્યો ત્યા હાજર તમામ લોકોને વિચલિત કરી દે તેવા હતા. લોકોની નજર સામે એક મહિલા બસમાં ફસાઈ જતા જીવતી સળગી ગઈ હતી.
બન્યુ એમ હતુ કે, સુરતના યોગી ચોક પાસે મંગળવારે મોડી રાત્રે એક બસ ભાવનગર જવા નીકળી હતી. બસની પાછળ રાજધાની લખ્યુ હતું. આ બસ એસી હતી. જેમાં ઉપરના ભાગે મહિલા સહિત બે લોકો બેસ્યા હતા. બસ યોગી ચોક પાસેથી પસાર થઈ રહી હતી તયારે તેના પાછળના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. બસ ડ્રાઈવરને આ વિશે જાણ થતા જ તેણે બસ ઉભી રાખી હતી. પરંતુ લક્ઝરી બસમાં એસીનું કોમ્પ્રેસર જોતજોતામાં ધડાકાભેર ફાટ્યુ હતુ અને વિકરાળ આગ ફાટી નીકળી હતી.
આ લાગતા જ બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવકતો બહાર નીકળી ગયો હતો પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી. આ દ્ર્શ્યો અત્યંત બિહામણા હતા. ત્યા એકઠા થયેલા લોકોએ નજરોનજર મહિલાને ભડભડ સળગતી જોઈ હતી. એકાએક આગ લાગતા આ બોક્સમાં બેઠેલી મહિલાને બસમાંથી ઉતરવાનો સમય જ મળ્યો ન હતો અને તે જોતજોતામાં જ જીવતી સળગી ગઈ હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, બસમાં મોબાઈલ ચાર્જિંગના પોઈન્ટ્સ હતા, જેમાં શોર્ટસર્કિટ થયુ હતુ અને આગ લાગી હતી. જે બસના કોમ્પ્રેસર સુધી પહોંચી હતી, અને કોમ્પ્રેસર ફાટ્યુ હતું. બસમાં ફોમની ગાદી હતી, જેથી આગ વધુ વિકરાટ બની હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે