સ્વીટી પટેલ હત્યા કેસ: રાક્ષસી PI અજય દેસાઇએ 2 વર્ષનું બાળક બાજુમાં સુતુ હતું અને પત્નીનું ગળુ દબાવી દીધું
વડોદરા જિલ્લા SOG ના PI ની પત્ની સ્વિટી પટેલના ગુમ થવાના મુદ્દે રહસ્ય પરથી અમદાવાદ ક્રાઇમબ્રાંચે પરદો ઉચકી લીધો હતો. સ્વિટીની હત્યા તેના જ PI પતિ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. અજય દેસાઇએ પોતે જ પત્નીની હત્યા કર્યાનું કબુલ્યું હતું. 5 જૂને ગુમ થયા બાદ આજે 49 દિવસ બાદ સ્વીટી પટેલની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે. અજય દેસાઇએ પોતાના કરજણ ખાતેના ઘરે જ સ્વીટી પટેલની ઉંઘમાં ગળેટૂંપો આપીને હત્યા કરી નાખી હતી.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : વડોદરા જિલ્લા SOG ના PI ની પત્ની સ્વિટી પટેલના ગુમ થવાના મુદ્દે રહસ્ય પરથી અમદાવાદ ક્રાઇમબ્રાંચે પરદો ઉચકી લીધો હતો. સ્વિટીની હત્યા તેના જ PI પતિ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. અજય દેસાઇએ પોતે જ પત્નીની હત્યા કર્યાનું કબુલ્યું હતું. 5 જૂને ગુમ થયા બાદ આજે 49 દિવસ બાદ સ્વીટી પટેલની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે. અજય દેસાઇએ પોતાના કરજણ ખાતેના ઘરે જ સ્વીટી પટેલની ઉંઘમાં ગળેટૂંપો આપીને હત્યા કરી નાખી હતી.
કરજણના 4 જૂનની રાત્રે પોતાના બંગ્લોમાં જ સ્વીટી પટેલ અને પતિ અજય દેસાઇ વચ્ચે લગ્ન બાબતે માથાકુટ તઇ હતી. ત્યાર બાદ રાત્રે 12.30 વાગ્યે સ્વીટી અને તેનું બાળક સુઇ રહ્યા હતા ત્યારે જ પતિ અજય દેસાઇએ સ્વીટીનું ઉંઘમાં જ ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. સ્વીટીની હત્યા બાદ લાશને કમ્પાસ જીપની ડીકીમાં મુકી દીધી હતી. ત્યાર બાદ તેના ઘરે આવેલા ભાઇને સ્વીટીને શોધવા જતો હોવાનું કહીને તે નિકળી ગયો હતો. જો કે તે 49 કિલોમીટર દુર આવેલી કિરીટસિંહ જાડેજાની અટાલી ખાતેની બંધ સ્થિતીમાં રહેલી હોટલમાં લઇ જવાઇ હતી. જ્યાં લાકડા, ઘાસ, પુઠાનો ઢગલો કરીને સ્વીટીમો મૃતદેહ સળગાવી દેવાયો હતો.
PI એ.એ દેસાઇએ 2016માં સ્વીટી સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે બંન્ને પત્નીઓને સાથે રાખી શકાય તેમ નહી હોવાથી આરોપી પતિએ સ્વીટીને ગળેટૂંપો આપીને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ લાશ કારમાં દહેજ પાસેની અટાલી ગામ નજીક આવેલા 3 માળના અવાવરૂ બિલ્ડિંગ ખાતે લઇ જવાઇ હતી. અજય દેસાઇના મિત્ર કિરીટસિંહ જાડેજા સહિત 15થી 16 ભાગીદારોની માલિકીની છે. 10 વર્ષ પહેલા હોટલનું બાંધકામ કરાયું હતું જો કે કોઇ કારણોથી તે પુર્ણ થઇ શક્યું નહોતું. હાલ તો કિરીટસિંહની સંડોવણી સામે આવ્યા બાદ તેની પણ ધરપકડ કરાશે.
પોલીસને અટાલીના મકાનમાંથી માનવ હાડકા મળી આવતા પોલીસે અવાવરૂ મકાનની આસપાસના મોબાઇલ ટાવરોની તપાસ કરી હતી. જેમાં સ્વીટીના પતિ એ.એ દેસાઇના મોબાઇલ ફોનનું લોકેશન પણ મેચ થયું હતું. સ્વીટી પટેલના પતિ પી.આઇ એ.એ દેસાઇના કરજણ ખાતેના મકાનનું પંચનામું કર્યું હતું. દહેજના અટારી ખાતેના અવાવરૂ મકાન ખાતે પહોંચી. જ્યાંથી માનવ હાડકા મળ્યા હતા. જો કે પોલીસ તપાસ દરમિયાન સ્વીટી અને પીઆઇની ચેટના કેટલાક અંશો મળ્યા હતા. વ્હોટ્સએપ ચેટમાં સ્વીટી પીઆઇને કહે છે કે, હું જતી રહીશ, મરી જઇશ. પોલીસે મોબાઇલની વ્હોટ્સએપ ચેટને આધારે વધારે તપાસ શરૂ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે