Covid 19: ડેલ્ટા વેરિએન્ટે ફરી કહેર મચાવ્યો, બ્રાઝિલમાં 1324 અને રશિયામાં 799 લોકોના મોત, અમેરિકામાં વધ્યા કેસ
સમાચાર એજન્સી આઈએએનએસના રિપોર્ટ પ્રમામે દુનિયાભરમાં સંક્રમિતોનો આંકડો વધીને 19.31 કરોડ થઈ ગયો છે. જ્યારે મહામારીથી 41.43 લાખથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. રશિયા અને બ્રાઝિલમાં કોરોનાથી થનારા મૃત્યુની સંખ્યા ઘટી રહી નથી.
Trending Photos
વોશિંગટનઃ દુનિયાના ઘણા દેશોમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. સમાચાર એજન્સી આઈએએનએસના રિપોર્ટ પ્રમામે દુનિયાભરમાં સંક્રમિતોનો આંકડો વધીને 19.31 કરોડ થઈ ગયો છે. જ્યારે મહામારીથી 41.43 લાખથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. રશિયા અને બ્રાઝિલમાં કોરોનાથી થનારા મૃત્યુની સંખ્યા ઘટી રહી નથી, જ્યારે અમેરિકામાં દૈનિક કેસની ગતિ વધવા લાગી છે. તો બાંગ્લાદેશમાં સંક્રમણ અટકાવવા માટે અત્યાર સુધીના સૌથી ગંભીર રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
અમેરિકામાં વધી રહ્યાં છે કેસ
કોરોના મહામારીની બે લહેરોનો સામનો કરી ચુકેલા અમેરિકામાં ફરી દૈનિક કેસ વધવા લાગ્યા છે. અહીં છેલ્લા 24 કલાક દરમિયાન 67 હજાર નવા કેસ સામે આવ્યા છે. આશરે ત્રણ મહિના બાદ એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટને કારણે નવા કેસમાં વધારો થયો છે. અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંત અને સૈન ફ્રાન્સિસ્કો શહેરમાં નવા કેસમાં ઉછાળ જોવા મળ્યો છે.
ઘણા રાજ્યોમાં નવા કેસમાં વધારો
કેલિફોર્નિયા પ્રાંતના બીજા વિસ્તારના કુલનામાં આ શહેરમાં પાછલા સપ્તાહે નવા કેસમાં 81 ટકાનો વધારો થયો છે. અમેરિકાના બીજા પ્રાંતોમાં પણ આ સ્થિતિ છે. આ સમયે દેશના અડધાથી વધુ રાજ્યોમાં નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. રોગ નિયંત્રણ અને નિવારણ માટે યુ.એસ. આરોગ્ય એજન્સી કેન્દ્ર (સીડીસી) અનુસાર, અમેરિકામાં કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હાવી થઈ રહ્યો છે.
ટોક્યોમાં મળ્યા 1128 નવા કેસ
સમાચાર એજન્સી રોયટર અનુસાર જાપાનની રાજધાની ટોક્યોમાં છેલ્લા 24 કલાક દરમિયાન સંક્રમણના 1128 નવા કેસ સામે આવ્યા છે. ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરી રહેલા શહેરમાં ગુરૂવારે 1979 કેસ મળ્યા હતા. જાન્યુઆરી બાદ આટલી મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા છે. ટોક્યોમાં શુક્રવારે ઓલિમ્પિકનું ઉદ્ઘાટન થયું છે.
બ્રાઝિલમાં 1324 લોકોના મોત
બ્રાઝિલમાં કોરોનાના કેસમાં મોટો વધારો જોવા મળ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના 108,732 નવા કેસ સામે આવ્યા છે, જેથી સંક્રમિતોનો આંકડો વધી 19,632,443 થઈ ગયો છે. બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં 1324 લોકોના મોત થયા છે, ત્યારબાદ મહામારીને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 548,340 થઈ ગઈ છે. પરંતુ અહીં અત્યાર સુધી 1.8 કરોડથી વધુ લોકો સાજા થઈ ચુક્યા છે.
રશિયામાં 799 લોકોના મોત, બાંગ્લાદેશમાં પ્રતિબંધો
રશિયામાં પણ કોરોનાને કારણે મૃત્યુ આંક ઘટી રહ્યો નથી. રશિયામાં શનિવારે 23947 નવા કેસ સામે આવ્યા જ્યારે 799 લોકોના મૃત્યુ થયા છે. અધિકારીઓનું કહેવું છે કે રશિયામાં ડેલ્ટા વેરિએન્ટને કારણે કેસ વધી રહ્યાં છે. તો બાંગ્લાદેશમાં કોરોના સંક્રમણ અટકાવવા અત્યાર સુધીના સૌથી ગંભીર રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લૉકડાઉન 5 ઓગસ્ટ સુધી જારી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે