sweety patel

સ્વીટી પટેલ અને અજય દેસાઇનો કેસ મજબુત કરવા પોલીસે સેંકડો કિલો રેતી અને માટી ચાળી નાખી

સેંકડો કીલો રેતી ચાળ્યા બાદ જે મળ્યું તે જોયા બાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે જેના માટે તેઓએ જમીન આસમાન એક કર્યા તે વસ્તું જમીનમાં દટાયેલી પડી હતી

Aug 11, 2021, 08:55 PM IST

સ્વીટી પટેલ મર્ડર કેસ : ખાડામાંથી હાડકા શોધવાના કામમાં લાગ્યું ક્રાઈમ બ્રાન્ચ 

કરજણમાં સ્વીટી પટેલ (Sweety Patel) હત્યા કેસનો મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ફરી એકવાર દહેજના અટાલી ગામે પહોંચી છે. ક્રાઈમ બ્રાન્ચ (crime branch) ને ડી.એન.એ. ટેસ્ટ માટે હાડકાંની જરૂર હોવાથી હવે નવેસરથી પુરાવા એકત્રિત કરવાની શરૂઆત કરાઈ છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્વીટીની લાશ બાળવામાં આવી તે નિરંજન હોટેલમાં ખોદકામ કરી હાડકાં શોધવાનું શરૂ કરાયુ છે. આ માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પોલીસના કેટલાક કર્મચારીઓની પણ પૂછપરછ કરી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. 

Aug 11, 2021, 11:23 AM IST

સ્વીટી પટેલ મર્ડર કેસ : કરજણ પોલીસ સ્ટેશનના અધિકારીઓના પગ નીચે આવ્યો રેલો

સ્વીટી પટેલ મર્ડર કેસ (sweety Patel) માં રોજ નવા વળાંક આવી રહ્યા છે. કરજણમાં સ્વીટી પટેલ હત્યા કેસના મામલામાં કરજણના પોલીસ અધિકારીઓના પગ નીચે રેલો આવ્યો છે. 40 થી વધુ દિવસ સુધી ભેદ ઉકેલી ન શકનાર કરજણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા છે. ત્યારે તેમના પર ખાતાકીય તપાસ થઈ શકે છે. 

Aug 7, 2021, 08:45 AM IST

સ્વીટી પટેલના પુત્રએ ભાવુક પોસ્ટ લખીને કહ્યું, મારી માતાના હત્યારાને કડક સજા મળે

સ્વીટી પટેલની હત્યાનો રાઝ ખૂલી ગયો છે. પીઆઈ પતિ અજય દેસાઈ (PI ajay desai) એ સ્વીટી પટેલની હત્યા કરી હોવાનું ખૂલ્યુ છે અને હવે તે પોલીસ પકડમાં છે. ગાયબ સ્વીટી પટેલ (sweety Patel) ની ભાળ મેળવવા ઓસ્ટ્રેલિયામાં રહેતા તેમના પુત્ર રીધમ પંડ્યા (Rhythm Pandya) એ સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યુ હતું. ત્યારે હવે જ્યારે સ્વીટી પટેલની હત્યાનો ભેદ ખૂલ્યો છે, ત્યારે હવે રીધમ પંડ્યાએ માતા સ્વીટીના હત્યારાને કડક સજા આપવા માંગ કરી છે. 

Aug 3, 2021, 04:02 PM IST

સ્વીટી પટેલ મર્ડર કેસ : PI દેસાઈની બીજી પત્નીએ બતાવી માનવતા, નોંધારા બનેલા પુત્રને સાચવશે

  • સ્વીટી પટેલના બે વર્ષના પુત્રને અજય દેસાઈની પત્ની પોતાની સાથે રાખશે
  • સ્વીટીએ પત્ની તરીકેની કાયદેસરની માન્યતા પ્રાપ્ત કરવા ધમપછાડા કર્યા હતા
  • સ્વીટી પટેલ હત્યા કેસમાં વપરાયેલી જીપ કંપાસ કારને પોલીસે જપ્ત કરી 

Jul 31, 2021, 02:11 PM IST

PI અજય દેસાઇનું આખુ જીવન ફિલ્મી, બાળપણ ઝુંપડપટ્ટીમાં PSI બન્યા બાદ રંગીન અને વૈભવી જીવન

સ્વીટી મર્ડર કેસમાં હાલ પોલીસ કસ્ટડીમાં રહેલા પીઆઈ અજય દેસાઈની હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઇલ જોઇને કોઇ પણ અંજાય જાય. જો કે તેના અભ્યાસ દરમિયાનની સ્ટોરી ખુબ જ પ્રેરક છે. હાલમાં બે પત્ની સાથેના સંબંધ અને ત્યાર બાદ સ્વીટીની હત્યાને કારણે જ લોકો તેને જાણે છે. જો કે તેનું બાળપણ ખુબ જ સંઘર્ષમાં વીત્યું હતું. પીએસઆઇ તરીકે પોસ્ટિંગ મેળવીને અજય દેસાઈએ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જિલ્લામાં નોકરી કરી છે. ત્યાર બાદ પીઆઇ તરીકેનું પ્રમોશન મળ્યા બાદ પણ અનેક સ્થળે કામગીરી કરી છે. 

Jul 30, 2021, 03:10 AM IST

FSL એ સ્વીટી પટેલ વિશે એવો પ્રશ્ન પૂછ્યો કે હત્યારા અજય દેસાઈને પરસેવો છૂટી ગયો હતો

સ્વીટી પટેલ મર્ડર કેસ (sweety Patel) નો કોયડો 49 દિવસ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉકેલી શકી હતી. પીઆઇ અજય દેસાઇ (PI ajay desai) એ તેની પત્ની સ્વીટી પટેલનું ગળુ દબાવીને કરેલી હત્યાના ચકચારી પ્રકરણમાં પોલીસ તપાસમાં રોજ નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે. પોલીસ તપાસમાં અજય દેસાઈના મનસૂબાની અનેક એવી બાબતો સામે આવી રહી છે. FSL દ્વારા અજય દેસાઇના SDS ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એક પ્રશ્ન પર અજય દેસાઈને પરસેવો છૂટી ગયો હતો, જેના પરથી તેની પોલ ખૂલી ગઈ હતી. 

Jul 29, 2021, 09:04 AM IST

મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ : ભાઈની નજર સામે જ PI દેસાઈ કારમાં સ્વીટીની લાશ લઈને નીકળ્યો હતો

  • PI અજય દેસાઈએ ઊંઘમાં જ સ્વીટીનુ ગળુ દબાવ્યું હતું, પોલીસને 49 દિવસ ગોળગોળ ફેરવી
  • PI અજય દેસાઈએ કોંગ્રેસી નેતા કિરીટસિંહ જાડેજાને પણ ખોટુ કહીને સમગ્ર હત્યાકાંડમાં સામેલ કર્યો હતો

Jul 25, 2021, 05:43 PM IST

વડોદરા : સ્વીટી ગર્ભવતી થતા અજય ગુસ્સે ભરાયો હતો એટલે તેને માર્યા બાદ સળગાવી દીધી

વડોદરાના ચકચારી અને બહુચર્ચિત સ્વીટી પટેલ (sweety Patel) કેસમાં આખરે તેનો પતિ જ હત્યારો નીકળ્યો. પીઆઈ અજય દેસાઈ (PI ajay desai) એ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કબૂલ્યું કે તેણે પત્ની સ્વીટી પટેલની હત્યા કરી છે. ત્યારે  ક્રાઇમ બ્રાન્ચે હત્યા કેસમાં PI અજય દેસાઈ અને કોંગ્રેસના નેતા કિરીટસિંહ જાડેજાની અટકાયત કરી છે. હત્યા, ગુનાહિત ષડ્યંત્ર અને મદદગારીની કલમો મુજબ કરજણ ખાતે નોંધાયો ગુનો છે. પકડાયેલ બંન્ને આરોપીઓને વડોદરા ખાતે કોર્ટમાં રજૂ કરી પૂછપરછ માટે રિમાન્ડ મેળવાશે.

Jul 25, 2021, 04:34 PM IST

સ્વીટી પટેલ હત્યા કેસ: રાક્ષસી PI અજય દેસાઇએ 2 વર્ષનું બાળક બાજુમાં સુતુ હતું અને પત્નીનું ગળુ દબાવી દીધું

વડોદરા જિલ્લા SOG ના PI ની પત્ની સ્વિટી પટેલના ગુમ થવાના મુદ્દે રહસ્ય પરથી અમદાવાદ ક્રાઇમબ્રાંચે પરદો ઉચકી લીધો હતો. સ્વિટીની હત્યા તેના જ PI પતિ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. અજય દેસાઇએ પોતે જ પત્નીની હત્યા કર્યાનું કબુલ્યું હતું. 5 જૂને ગુમ થયા બાદ આજે 49 દિવસ બાદ સ્વીટી પટેલની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે. અજય દેસાઇએ પોતાના કરજણ ખાતેના ઘરે જ સ્વીટી પટેલની ઉંઘમાં ગળેટૂંપો આપીને હત્યા કરી નાખી હતી. 

Jul 24, 2021, 11:35 PM IST

સ્વીટી પટેલનો હત્યારો નિકળ્યો તેનો જ પતિ SOG ના PI અજય દેસાઇ, અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ

SOG ના PI ની પત્ની ગુમ થયા મુદ્દે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ખુબ જ ગુંચવાડા ભરેલો કેસ ઉકેલી નાખવામાં આવ્યો છે. ક્રાઇમબ્રાંચની તપાસમાં ખુબ જ મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં સ્વીટીના પતિ અને એસઓજી પીઆઇ દ્વારા જ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પોલીગ્રાફીક અને SDS ટેસ્ટ થઇ ચુક્યા છે. જો કે પીઆઇએ છેલ્લી ઘડીએ ઇન્કાર કરતા તેનો નાર્કોટેસ્ટ થઇ શક્યો નહોતો. આ અંગે પોતે માનસિક અને શારીરિક રીતે પોતે સ્વસ્થ નહી હોવાનું સામે આવ્યું છે. 

Jul 24, 2021, 08:21 PM IST

ગુમ સ્વીટી પટેલ કેસ : શંકાના ઘેરામાં આવેલ PI પતિને FSL ટેસ્ટમાં પૂછાયા ભાવનાત્મક સવાલો  

વડોદરા (vadodara) ના પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ (sweety Patel) ને ગુમ થઈને 45 દિવસથી વધુ થઈ ગયા છે. પરંતુ હજી પણ FSL એ SDS ટેસ્ટ, પોલીગ્રાફ અને DNA ટેસ્ટના રિપોર્ટ આપ્યા નથી. જે આ કેસમાં મોટા પુરાવા સાબિત થઈ શકે છે. તો બીજી તરફ, પીઆઈ અજય દેસાઈનો ગાંધીનગર DFS ખાતે નાર્કો ટેસ્ટ શરૂ કરાયો છે. પીઆઈ અજય દેસાઈને નિષ્ણાત ડોક્ટર્સ સહિતની ફોરેન્સિક ટીમે ભાવનાત્મક સવાલો પૂછ્યા હતા.

Jul 20, 2021, 08:14 AM IST

વડોદરા PI પત્ની ગુમ કેસમાં આવ્યો નવો વળાંક અને ખૂલ્યુ કોંગી નેતાનું ચર્ચાસ્પદ કનેક્શન

  • તપાસમા ખૂલ્યુ કે, અટાલીના જે મકાન પાસેથા બળેલા હાડકા મળ્યા છે, તે જમીન કિરીટસિંહની માલિકીની છે
  • આ જમીન પર અગાઉ હોટલનું બાઁધકામ કરાયુ હતું. પરંતુ કોઈ કારણોસર આ કામ આગળ વધ્યુ ન હતું

Jul 18, 2021, 08:05 AM IST

વડોદરા : ગુમ સ્વીટી પટેલને શોધવા કોંગી નેતાનું નામ આવ્યું ચર્ચામાં

વડોદરાની પીઆઈ અજય દેસાઈના પત્નીને ગુમ થઈને 40 દિવસથી વધુ થઈ ગયા છે. પરંતુ હજુ સુધી તેમની કોઈ ભાળ મળી નથી. તેઓ જીવિત છે કે મૃત છે તે અંગે પણ પોલીસ તપાસમાં જાણી શકી નથી. ત્યારે હવે પોલીસે લિસ્ટ બનાવીને સ્વીટી પટેલ (sweety Patel) ના આસપાસના વર્તુળોની પૂછપરછ શરૂ કરી છે. જેમાં સૌથી પહેલુ નામ એક કોંગ્રેસ નેતાનું છે. 

Jul 17, 2021, 07:43 AM IST

સ્વીટી પટેલ મિસિંગ કેસ : દહેજમાં મળેલા હાડકા યુવા વયના માનવ શરીર હોવાનું તપાસમાં ખૂલ્યું

  • હાડકાં માનવીના હોવાનું બહાર આવતા પોલીસે પી.આઇ. દેસાઇ અને સ્વીટી પટેલ (sweety Patel) ના બે વર્ષના બાળક તથા મળી આવેલા હાડકાંના સેમ્પલ ડી.એન.એ. ટેસ્ટ માટે ગાંધીનગર ફોરેન્સીક તપાસ માટે મોકલી આપ્યા

Jul 14, 2021, 10:46 AM IST

હાર્દિક પંડ્યા અને સ્વીટી પટેલ વચ્ચે હતા શું સંબંધ? સ્વીટી પટેલનો કેસ જેમ જેમ સમય જાય છે તેમ વધારે ગુંચવાય છે!

જિલ્લા SOG ના પીઆઇ એ.કએ દેસાઇના પત્ની સ્વીટી પટેલ ગુમ થવામાં ચકચારી પ્રકરણમાં પીઆઇ એ.એ દેસાઇનો નાર્કો ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ કરવા માટે કરજણ કોર્ટે મંજૂરી આપી હતી. આગામી દિવસોમાં પીઆઇના બંન્ને ટેસ્ટ હાથ ધરવામાં આવશે. પોલીસની ટીમો 7 દિવસથી દહેજ પંથકના ગામોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જો કે સ્વિટીના કોઇ જ સગડ નથી મળી રહ્યા. જેમ જેમ દિવસો પસાર થતા જાય છેતેમ તેમ સ્વિટી પટેલ મુદ્દો વધારેને વધારે ગુંચવાતો જાય છે. જો કે પોલીસે હાલ આ કેસ ઉકેલવા માટે આકાશપાતાળ એક કરી રહી છે. 

Jul 13, 2021, 05:12 PM IST

ગુમ સ્વીટી પટેલ કેસમાં નવો વળાંક, દહેજમાં બિલ્ડીંગ પાછળ મળેલા હાડકા કોના?

  • દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળના અવાવરુ બિલ્ડિંગની શોધખોળ કરાતાં મકાનની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં કેટલાંક હાડકાં મળ્યાં

Jul 11, 2021, 07:34 AM IST

Where is my mom : સ્વીટી પટેલને શોધવા વિદેશમાં રહેતા પુત્રએ facebook પર મદદ માંગી

  • સ્વીટી પટેલનો પુત્ર માતાને શોધવા માટે વિદેશમાં રહીને કેમ્પઈન ચલાવી રહ્યો છે. પુત્રએ ફેસબુકમાં WHERE IS MY MOM નામનું એકાઉન્ટ પણ બનાવ્યું છે. પુત્ર પોતાની માતાને શોધવા લોકો પાસે મદદ માંગી રહ્યો છે

Jul 10, 2021, 08:48 AM IST