'હું એક પોલીસ અને પત્રકાર છું' કહીને સ્પામાં તોડ કરતી ટોળકી ઝડપાઈ, આ રીતે પાડતા ખેલ!

આ ત્રણેય આરોપી પત્રકાર અને પોલીસની ઓળખ આપી ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા એક સ્પા સેન્ટર પર પહોંચી ગયા અને સ્પાની આડમાં ગોરખધંધા કરતા હોવાની ધમકી આપી વેપારી પાસેથી 10,500 રૂપિયા મેળવી લીધા હતા અને જો વેપારી રૂપિયા ન ચૂકવે તો સ્પા બંધ કરવાની ધમકી આપી બદનામ કરવા અંગે પણ ધમકી આપતા હતા.

'હું એક પોલીસ અને પત્રકાર છું' કહીને સ્પામાં તોડ કરતી ટોળકી ઝડપાઈ, આ રીતે પાડતા ખેલ!

મૌલિક ધામેચા/અમદાવાદ: પોલીસ અને પત્રકારની ખોટી ઓળખ આપી બળજબરીથી રૂપિયા પડાવનાર 3 આરોપીઓની ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓ સ્પા સંચાલક પાસેથી રૂપિયા પડાવવા માટે બદનામ કરવાની ધમકી આપતા. જે બાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

યુનિવર્સિટી પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ જયેશ ઠાકોર, શુભ શાહ અને બ્રિજેશ પટેલ છે. આ ત્રણેય આરોપી પત્રકાર અને પોલીસની ઓળખ આપી ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા એક સ્પા સેન્ટર પર પહોંચી ગયા અને સ્પાની આડમાં ગોરખધંધા કરતા હોવાની ધમકી આપી વેપારી પાસેથી 10,500 રૂપિયા મેળવી લીધા હતા અને જો વેપારી રૂપિયા ન ચૂકવે તો સ્પા બંધ કરવાની ધમકી આપી બદનામ કરવા અંગે પણ ધમકી આપતા હતા જેથી પોલીસે ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી છે. 

ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકી બ્રિજેશ પટેલ પોતાને પોલીસ તરીકે ઓળખ આપતો હતો. સાથે અન્ય બે આરોપી જયેશ અને શુભ પત્રકાર તરીકે ઓળખ આપી વેપારીને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી પોલીસની શંકા છે કે આરોપીઓએ અગાઉ પણ પોલીસના નામે ખંડણી મેળવી હોઈ શકે છે. જેથી અગાઉ આરોપીના કોઈ ગુના છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે. 

મહત્વનું છે કે, ઝડપાયેલા ત્રણ આરોપી ના સીસીટીવી ફુટેજ ના આધારે પોલીસે ઝડપી પાડ્યા છે. જેથી અગાઉ સ્પા કે અન્ય કોઈ વેપારી પાસે ખંડણી વસૂલી છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે. ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા સામે આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news