ગુજરાતમાં છે 1600000 લાખનો નંદી! માલિક મહિને કમાય છે દોઢ લાખ, આ નંદીની છે અજીબોગરીબ વિશેષતા
માંડવા ગામે ક્રિષ્ના ફાર્મ હાઉસના માલીક પાસે એક એવો નંદી છે, જે ગીર ગાયની પ્રજાતિનો છે. જેની કુત્રિમ બીજદાનથી માલીક મહિને 60 હજારનો ખર્ચ કરી દોઢ લાખની કમાણી કરે છે. આજે આ નંદીની કિંમત 16 લાખ રૂપિયામાં માંગ થઇ રહી છે.
Trending Photos
રઘુવીર મકવાણા/બોટાદ: બોટાદ જિલ્લામાં માંડવા ગામે ક્રિષ્ના ફાર્મ હાઉસના માલીક પાસે એક એવો નંદી છે, જે ગીર ગાયની પ્રજાતિનો છે. જેની કુત્રિમ બીજદાનથી માલીક મહિને 60 હજારનો ખર્ચ કરી દોઢ લાખની કમાણી કરે છે. આજે આ નંદીની કિંમત 16 લાખ રૂપિયામાં માંગ થઇ રહી છે. સમગ્ર ગુજરાતમાં કુત્રિમ બીજદાન માટે પશુ પાલકો ગીર ગાયની સારી બ્રિડ મેળવે છે.
બીજદાન કરવાથી માત્ર વાછડીઓ જન્મે
હાલના સમયમાં મોટેભાગે લોકો પશુપાલન વ્યવસાય તરફ વળ્યા છે. પશુપાલનના વ્યવસાયથી પશુપાલક પોતે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. પશુપાલકો સધ્ધર બંને તે માટે પશુપાલન વિભાગ દ્વારા અનેક સહાયો અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં કુત્રિમ બીજદાન,ચાફ કટર યોજના સહિતની અનેક યોજનાઓનો સમાવેશ થાય છે. જો પશુઓ સારા અને સશક્ત હોય તો પશુપાલકને વધુ ફાયદો થાય છે. જેમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવા ગામે આવેલી ક્રિષ્ના ફાર્મમાં ગીર ગાય પ્રજાતિનો નંદી છે. જેની આજે 16,00,000 ની કિંમત ગણાય છે. જેમાં અનેક વિશેષતાઓ સમાયેલી છે. જેના સવર્ધનના ડોઝ બનાવીને અન્ય જગ્યાએ કુત્રિમ બીજદાન કરવામાં આવે છે. જેનું બીજદાન કરવાથી માત્ર વાછડીઓ જન્મે છે.
માલિકે રૂપિયા 10,11,000 આપી ખરીદયો હતો
ક્રિષ્ના ફાર્મના સંચાલક એ રણછોડભાઈ મેરએ કોલેજ સુધીનો અભ્યાસ કરેલો છે. અને છેલ્લા આઠ વર્ષથી આ ગૌસંવર્ધનનું વ્યવસાય શરૂ કર્યો છે. હાલ રણછોડભાઈ પાસે રાજ નામનો નંદી છે. જેની તેઓએ ઉપલેટાથી ખરીદી કરી લાવ્યા હતા. આશરે ત્રણ વર્ષ પહેલા રણછોડભાઈએ તેની કિંમત રૂપિયા 10,11,000 આપી અને ખરીદયો હતો. આ નદીના પિતા પણ નંદી ગીર ગાય પ્રજાતિમાં હતા અને જેનું નામ ઢોલીનો હતું. જે ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ નંદી ગણવામાં આવે છે. આ બ્રિડ ભાવનગર બ્લડ લાઈનમાં મળે છે.
ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ નંદીની અજીબોગરીબ વિશેષતા
આ નંદીની વિશેષતા ખુબ મહત્વની છે. જેમાં સંવર્ધન કરાવવામાં જરૂર પડે ત્યારે ગાયને 80% થીં 85% વાછડીને જન્મ આપે છે. હાલ જો આ નંદીની કિંમત વર્તમાન સમયમાં ગણવામાં આવે તો રૂપિયા 16,00,000 સુધીની ગણાય છે. હાલ રાજ નામના નંદીની સળસંભાળ પાછળ મહિને આશરે રૂપિયા 15 હજાર સુધીનો ખર્ચ થાય છે. અને તેમના ડોઝ બનાવવામાં ડોકટર 55 હજાર જેટલો ખર્ચ છે એમ ઘાસ ચારો કુલ 60 હજાર જેટલો મહિને ખર્ચ થાય છે જેમાં નંદીની સારસંભાળ માટે તેને સ્પેશ્યલ કપાસિયાનો ખોળ આપવામાં આવે છે.
રાજ્યમાં ગીર ગાયની સંખ્યામાં નોંધપાત્ર વધારો
નેચરલ ઘાસ ખવડાવવામાં આવે છે. તેમજ સવાર સાંજ ખોરાકમાં તેને ગોળ સહિત ખોરાક પણ ખવડાવવામાં આવે છે અને આ નંદીના ડોઝ પણ તૈયાર કરવામાં આવે છે. જેના ડોઝમાંથી આશરે લાખથી દોઢ લાખ રૂપિયાની કમાણી કરે છે. અને સમગ્ર ગુજરાત ભરમાંથી અહીંયા માંડવા ગૌશાળાએ આવી અને ડોક્ટરો આ નંદીના ડોઝ લઈ જાય છે. હાલ પશુ પાલન અને ગીર ગાયની માંગ વધી રહી છે. ત્યારે માંડવાના રાજ નંદી દ્વારા રાજ્યમાં ગીર ગાયની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે