108 ની ટીમ દ્વારા મહિલાની સોનાની બુટ્ટી ન પરત કરી પરંતુ જાણ પણ સામેથી કરી

હલ્લો કાનજીભાઈ, તમારા પરિવારજન દક્ષાબેનની બે સોનાની બુટ્ટી ખીલખીલાટ વેનમાંથી મળી છે તો આપ અમારી પાસેથી મેળવી લેશો.  આ શબ્દો છે ૧૦૮ ખીલખીલાટ વેનના કેપ્ટન અને પ્રમાણિકતાના પ્રહરી એવા હર્ષદભાઈ સિંધવના. રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા દક્ષાબેન દિવ્યેશભાઈ રાઠોડને પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ડીલેવરી અર્થે લાવવામાં આવ્યા હતાં. તેમની પ્રસુતિ બાદ ખીલખીલાટ વેનમાં ઘરે પરત મૂકી જવામાં આવ્યા હતાં કોઈ કારણોસર તેઓ તેમના સોનાના દાગીના વેનમાં જ ભૂલી ગયા હતાં. ત્યારબાદ વેનના કેપટનના ધ્યાને આ દાગીના આવતા તેમના પરિવારજનને ફોન કરી દાગીના પરત લઈ જવા જાણ કરી હતી.
108 ની ટીમ દ્વારા મહિલાની સોનાની બુટ્ટી ન પરત કરી પરંતુ જાણ પણ સામેથી કરી

રક્ષિત પંડ્યા/રાજકોટ: હલ્લો કાનજીભાઈ, તમારા પરિવારજન દક્ષાબેનની બે સોનાની બુટ્ટી ખીલખીલાટ વેનમાંથી મળી છે તો આપ અમારી પાસેથી મેળવી લેશો.  આ શબ્દો છે ૧૦૮ ખીલખીલાટ વેનના કેપ્ટન અને પ્રમાણિકતાના પ્રહરી એવા હર્ષદભાઈ સિંધવના. રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા દક્ષાબેન દિવ્યેશભાઈ રાઠોડને પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ડીલેવરી અર્થે લાવવામાં આવ્યા હતાં. તેમની પ્રસુતિ બાદ ખીલખીલાટ વેનમાં ઘરે પરત મૂકી જવામાં આવ્યા હતાં કોઈ કારણોસર તેઓ તેમના સોનાના દાગીના વેનમાં જ ભૂલી ગયા હતાં. ત્યારબાદ વેનના કેપટનના ધ્યાને આ દાગીના આવતા તેમના પરિવારજનને ફોન કરી દાગીના પરત લઈ જવા જાણ કરી હતી.

દક્ષાબેનના સસરા કાનજીભાઈ કાળાભાઇ રાઠોડે ફોન ઉપાડતા તેઓ તુર્તજ દાગીના પરત મેળવવા હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા. આ સમયમાં પણ લોકો પ્રામાણિક હોઈ છે તે જાણી તેઓ ભાવવિભોર બની ગયા હતાં. કાળુભાઇએ ટીમનો આભાર માની જણાવ્યું હતું કે,અમેને લોકોને સોનાની બુટ્ટી ખોવાય તેના વિષે જાણ જ નોહતી, જ્યારે ખિલખિલાટના કેપટન તરફથી તેનમો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જાણ થઈ. ખૂબ જ ધન્યવાદ ખિલખિલાટના કેપ્ટનનો. આ ઉત્તમ કામ કરવા બદલ ભગવાન તેમનું ખૂબ જ સારું કરશે.

રાજકોટ ખાતે ૧૦૮ ના ઇમરજન્સી મેનેજમેન્ટ એકઝીકયુટીવ વિરલભાઈ ભટ્ટે આ તકે ખીલખીલાટની ટીમને તેમની પ્રામાણિક સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતાં. રાજ્ય સરકાર દ્વારા સગર્ભા મહિલાઓ માટે ૧૦૮ ની જેમ સેવા આપતી ખીલખીલાટ સેવા માત્ર દર્દીઓ જ નહિ પરંતુ તેમનો વિશ્વાસ પણ વહન કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર પોતાના પરોપકાર અને પરગજુ જનતાના કારણે જ જાણીતું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news