હિંમતનગરના હાજીપુર નજીક છોટાહાથીનું ટાયર ફાયતા અકસ્માત, ત્રણના મોત, સાતને ઈજા

અચાનક છોટાહાથીનું ટાયર ફાટતા ગાડી પલ્ટી મારી ગઈ હતી. 

Updated: Sep 12, 2018, 10:58 PM IST
 હિંમતનગરના હાજીપુર નજીક છોટાહાથીનું ટાયર ફાયતા અકસ્માત, ત્રણના મોત, સાતને ઈજા

હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હાજીપુર નજીક છોટાહાથીનું ટાયર ફાયતા ગાડી પલ્ટી મારી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. બે લોકોના મોત ઘટના સ્થળે થયા હતા. જ્યારે એકનું મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું છે. કુલ સાત લોકોને ઈજા પહોંચી હતી. તેમાંથી ચાર લોકોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. તો ત્રણ લોકોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

પ્રાપ્ત વિગત અનુસાર આ તમામ લોકો હિંમતનગરના વાઘેલા વાસમાં રહે છે. અમદાવાદથી જૂના કપડાથી ખરીદી કરીને હિંમતનગર પરત આવતા હતા. આ દરમિયાન હાજીપુર પાસે અચાનક છોટાહાથીનું ટાયર ફાટતા ગાડી પલ્ટી મારી ગઈ હતી. જેથી ભયાનક અકસ્માત થયો હતો. બે લોકોના તો ઘટનાસ્થળે મોત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

પોલીસને પણ આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે લોકોની સ્થિતિ ગંભીર લાગી તેને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.