બનાસ નદીના વહેણમાં 8 લોકો તણાયા, તંત્રનું જાહેનામુ છતા લોકો બેપરવાહ

Banaskantha News : બનાસ નદીમાં ડીસામાં 3 યુવકો ,અમીરગઢમાં એક કિશોર અને કાંકરેજના ઉમરીમાં બે લોકો અને ભીલડીમાં એક આધેડની ડૂબવાની ઘટના બની

બનાસ નદીના વહેણમાં 8 લોકો તણાયા, તંત્રનું જાહેનામુ છતા લોકો બેપરવાહ

બનાસકાંઠા :ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અનરાધાર વરસેલા વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. બનાસકાંઠામાં આ વર્ષે ભારે વરસાદને કારણે અનેક દુર્ઘટના બની છે. બનાસકાંઠામાં વિવિધ દુર્ઘટનાઓમાં કુલ 8 લોકોના મોત નિપજ્યાં છે. બનાસનદીમાં ગઈકાલે ડીસામાં 3 યુવકો ,અમીરગઢમાં એક કિશોર અને આજે કાંકરેજના ઉમરીમાં બે લોકો અને ભીલડીમાં એક આધેડની ડૂબવાની ઘટના બની છે. 

  • બનાસકાંઠાની બનાસ નદીમાં ગઇકાલે વધુ બે યુવકો ડૂબ્યા હતા. કાંકરેજના ઉંબરી ગામ પાસે બે યુવકો ડૂબી ગયા. નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના મોત થતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. 
  • ડીસાના છત્રાલા નજીક બનાસ નદીના વહેણમાં આધેડ ડૂબવાની ઘટના બની હતી. આધેડ છત્રાલા ગામના અમરગીરી મફતગીરી ગૌસ્વામી હોવાનું સામે આવ્યું છે. 
  • 25 ઓગસ્ટના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસાના જુના ડીસા વિસ્તારમાં નદીમાં 3 યુવકો ડૂબ્યાં હોવાનું સામે આવ્યું.. ભારે વરસાદને લઇને નદીમાં  પુર આવતા યુવાનો નદી જોવા ગયા હતા આ દરમિયાન નદીમાં ન્હાવા ગયેલા 3 યુવકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઇ હતી. 
  • થોડા દિવસ પહેલા અમીરગઢમાં બનાસ નદીના ઊંડા પાણીમાં બાળક નહાવા પડ્યો હતો. જે દરમિયાન બાળક પાણીમાં ડૂબવા લાગ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યાં હતા અને ભારે જહેમત બાદ બાળકનો મૃતદેહ હાથ લાગતા અરેરાટી મચી જવા પામી હતી

બનાસ નદીમાં દુર્ઘટના વધી
બનાસ નદીના પટમાં ન જવાનું તંત્રનું જાહેરનામું છતાં લોકોની ભીડ ઉમટી પડી છે. કાંકરેજના ઉબરીમાં બનાસ નદીના પટમાં લોકો ઉમટ્યા. બનાસ નદીમાં પાણી આવવાની શરૂઆત પહેલા જ લોકો ઉમટી પડ્યા છે. જેને કારણે દુર્ઘટના સર્જાઈ રહી છે. તંત્રનું જાહેરનામું છતાં લોકો બેપરવાહ બની રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news