bopal

Bopal HighProfile Drugs Case માં ધડાકો: ધનાઢ્ય અને મોટા ગજાના પરિવારની ત્રણ યુવતીઓ યુવકોને આકર્ષવા માટે...

બોપલ હાઈપ્રોફાઈલ ડ્રગ્સકાંડના મામલામાં મોટો ખુલાસો થયો છે. સમગ્ર કેસમાં અત્યાર સુધી શહેરના માલેતુજાર લોકોના દીકરાઓના નામ સામે આવ્યા હતા. પરંતુ હવે આ કેસમાં શહેરમાં ધનાઢ્ય અને મોટા ગજાના પરિવારની દીકરીઓના નામ પણ સામે આવવા લાગ્યા છે.

Dec 6, 2021, 08:25 AM IST

હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ, સમાજસેવિકા ભોપાલથી યુવતીઓ લાવી કરતી હતી લોહીનો વેપાર

MPના સિહોરમાં પોલીસે એક મોટું સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. શહેરના એક બસ સ્ટેન્ડ પાસેના એક મકાનમાં ઘણા સમયથી સેક્સ રેકેટ ચાલતું હતું.

Nov 8, 2021, 06:47 PM IST

AHMEDAD બની રહ્યું છે ક્રાઇમ કેપિટલ? ચાંદખેડા-બોપલ બાદ હવે વાસણામાં તસ્કરોનો તરખાટ

શહેરમાં ગુનાખોરી પ્રમાણ સતત વધી રહ્યુ છે. ચાંદખેડા અને બોપલની ધાડ બાદ વાસણામાં જ્વેલર્સમાં લાખોની ચોરી કરી તસ્કરો ફરાર થયાં. આ ચોર ટોળકી જ્વેલર્સમાં બાકોરુ પાડી જ્વેલર્સમાં પ્રવેશ કરીને પાંચથી છ કિલો ચાંદી લઇ થયાં ફરાર. વાસણા પોલીસે સીસીટીવી આધારે આગળની તપાસ શરૂ કરી છે.

Aug 2, 2021, 06:17 PM IST

Amit Shah ફરી આવશે ગુજરાત, મંગળા આરતી અને લોકાર્પણ કાર્યક્રમમાં આપશે હાજરી

અમિત શાહ (Amit Shah) 12 જુલાઈએ વહેલી સવારે જગન્નાથ મંદિરમાં સહપરિવાર મંગળા આરતી કરશે. ત્યારબાદ તેમના ગાંધીનગર ખાતે અલગ અલગ કાર્યક્રમો છે.

Jul 9, 2021, 03:09 PM IST

AMC ના બજેટમાં જોવા મળી કોરોનાની અસર, કોઇ નવો વેરો નહી, કોઇ નવો પ્રોજેક્ટ નહી

પ્રગતિમાં રહેલા પ્રોજેક્ટોને પૂર્ણ કરવામાં ભાર આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં જોડાયેલા વિસ્તારોના વિકાસ માટેના કામો જોઈએ તો... 

Mar 24, 2021, 03:07 PM IST

અમદાવાદ : બોપલની એક જ સોસાયટી સફલ પરિસરમાં 80થી વધારે કેસના પગલે હાહાકાર

  શહેરના બોપલ વિસ્તારમાં રીતસર કોરોના વિસ્ફોટ થયો છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી સફર પરિસર સોસાયટીમાં કુલ 80 કોરોના પોઝિટિવ એકસાથે આવતા હાહાકાર મચી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા સફલ પરીસરના બંન્ને બિલ્ડિંગ સિલ કરવામાં આવ્યા છે. બંન્ને બિલ્ડિંગને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. 

Nov 22, 2020, 04:02 PM IST
Increase in the limits of Ahmedabad Municipal Corporation PT6M55S

અમદાવાદ મહાનગર પાલિકાની હદમાં વધારો

Increase in the limits of Ahmedabad Municipal Corporation

Jun 18, 2020, 07:05 PM IST

અમદાવાદ ગ્રામ્યમાં 2511 મકાનના 9284 લોકો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં, જાણો કયા કયા વિસ્તારોનો સમાવેશ

અમદવાદ જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય લીધો છે. કોવિડ 19 ને અટકાવવા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના કોવિડ પોઝીટીવ વિસ્તારને કન્ટેઈન્મેન્ટ વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારને બફર ઝોન જાહેર કર્યા છે. 2511 મકાનની 9284 વસ્તી ને કન્ટેઈન્મેન્ટ જાહેર કરાઈ છે.

May 4, 2020, 07:58 AM IST

પોલીસને સ્થાનિકોના મનોરંજન માટે સિંગર બોલાવવાનું પડ્યું ભારે, વીડિયો વાયરલ થતા જ...

આ કાર્યક્રમમાં સ્થાનિકો ગરબા કરવા લાગતા શિસ્તભંગ બદલ બોપલ PI ને સસ્પેન્ડ કરાયા

Apr 6, 2020, 03:41 PM IST
Ahmedabad's Air Quality Index to poor, Ahemedabad AQI 307 PT2M21S

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ વધ્યું, જાણો શહેર કયા વિસ્તારમાં કેટલું છે પ્રદૂષણ

અમદાવાદ શહેરના વાયુ પ્રદુષણમાં વધારો થયો છે. ખાસ કરીને, ચાંદખેડા, પિરાણા અને બોપલમાં વધુ વાયુ પ્રદુષણ નોંધાયું છે. વાતાવરણમાં PM 2.5નું ઘટક અત્યંત ચિંતાજનક છે. આજે ગુરૂવારે બોપલ અને પિરાણામાં વાયુ પ્રદૂષણનો AQI (એર ક્વોલીટી ઇન્ડેક્સ) ૩૦૦ને પાર થયો હતો. પિરાણામાં AQI 333 નોંધાયો હતો જ્યારે બોપલમાં AQI 320 નોંધાયો હતો. 200 ઉપર AQI બિન આરોગ્યપ્રદ માનવામાં આવે છે.

Feb 27, 2020, 11:30 AM IST
Blows Near Bopal In Ahmedabad PT1M27S

અમદાવાદના બોપલ પાસે મારામારી, મહિલાઓને થઈ ઈજા

બોપલ આંબલી પાસે આવેલા મહંમદપુરામાં અંગત અદાવતમાં એક કોમના બે જૂથો વચ્ચે છુટા હાથની મારામારી થઇ હતી... એક જૂથ દ્વારા બીજા જૂથ પર હથોયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો... આ સિવાય ફરિયાદની ગાડીને પણ તોડફોડ કરવામાં આવી હતી..

Feb 25, 2020, 08:45 PM IST
Liquor Factory In Bopal PT4M10S

બોપલમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો

બોપલના વિભુષા બંગ્લોઝમાંથી મોટી માત્રા માં વિદેશી દારુનો જથ્થો બોપલ પોલીસે ઝડપી પાડ્યો છે..બોપલ પોલીસને ચોક્કસ બાતમી મળતા વિભુષા બંગ્લોઝામં રેડ કરતા 5 લાખતી વધુનો દારુ સાથે મહીન્દ્રા કાર તથા બુલેટ બાઈક સાથેનો 9 લાખનો મુ્દાદમાલ જપ્ત કર્યો છે.

Jan 27, 2020, 10:35 AM IST

અમદાવાદ: બોપલ રિંગરોડ પર વિશાળકાય ક્રેન યુવાન માટે બની યમરાજ

શહેરમાં તેજ ગતિથી આવતી એક ક્રેઈને એક યુવકનો ભોગ લીધો હતો. અમદાવાદના બોપલ શીલજ રિંગરોડ પર રવિવારે બપોરે આ દુર્ઘટના ઘટી હતી. ક્રેઇને એક્ટિવા ચાલક યુવકને અડફેટે લીધો હતો. જેમાં એક્ટિવા ચાલક રસ્તા પર પડી ગયો હતો. ક્રેઇનના ભારેભરખમ ટાયર આ યુવાન પરથી પસાર થયા હતા. ક્રેઇન ચાલકે અકસ્માત બાદ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થાનિક ચાની કીટલી ચલાવતા દશરથજીએ ક્લીનરને પકડી પાડ્યો હતો. લોકોના ટોળા વળી જતા તેનો લાભ લઈને ક્લીનર પણ ફરાર થયો હતો..ત્યારબાદ પોલીસને જાણ કરી હતી.

Jan 26, 2020, 08:35 PM IST

ઉચ્ચ પોલીસ અધિકારીની પુત્રવધુ અકસ્માત કરીને ફરાર, આખરે પોલીસે સમાધાન કરાવ્યું

એસ જી હાઈવે પર મોડી સાંજે BMW કારે એક બલેનો કારને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બલેનો કારની બંને એર બેગ પણ ખુલી ગઈ હતી. ફરિયાદનો આક્ષેપ હતો કે, આ કાર મહિલા ચલાવી રહી હતી અને તે એક DGP ખંડવાવાલાના પુત્રવધુ હતી. કારને અકસ્માત સર્જી તે અન્ય કારમાં ફરાર થઇ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પોહચી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

Jan 23, 2020, 12:06 AM IST

48 જેટલા ગુના આચરનાર વ્યક્તિની પત્નીના પ્રેમમાં પડ્યો બોપલનો યુવક અને...

અમદાવાદમાં પ્રણય ત્રિકોણનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતીને એક યુવક સાથે કોલેજકાળથી પ્રેમ હતો. જો કે બંન્નેની જાતી અલગ હોવાનાં કારણે લગ્ન થઇ શક્યા નહોતા. જેથી યુવતી અન્ય એક યુવાનનાં પરિચયમાં આવી. 

Jan 16, 2020, 07:20 PM IST

બોપલ વિસ્તારમાં 23 વર્ષનાં એક યુવકની હત્યા, પરિવાર માટે આભ તુટી પડ્યું

શહેરનાં બોપલ વિસ્તારમાં 23 વર્ષનાં એક યુવકની હત્યા કરેલી હાલતમા લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. જોકે હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની શંકા પોલીસે વ્યકત કરી છે. જોકે મૃતક યુવાન મોડી રાત્રે ઘરેથી નીકળ્યો અને તેનુ અપહરણ કર્યા બાદ હત્યા થઈ હોવાનુ સામે આવી રહ્યું છે. જો કે પોલીસે આરોપીને પકડવાની તજવીજ  હાથ ધરી છે. 

Jan 15, 2020, 10:48 PM IST

અમદાવાદના બોપલનું તળાવ થયું ગટરના પાણીથી ઓવરફ્લો અને....

આજે અમદાવાદ (Ahmedabad)નો બોપલ (Bopal) વિસ્તાર ચર્ચામાં છે. અહીંનું ખ્યાતનામ બોપલ તળાવ ગટરના પાણીથી ઓવરફ્લો થયું છે અને ગાર્ડનના વોકવે સુધી આ પાણી ઘુસી ગયું છે. આ પરિસ્થિતિમાં ગાર્ડન મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. બોપલ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એક મહત્વના નિર્ણયને કારણે પણ ચર્ચા છે. મળતી માહિતી પ્રમાણે એએમસીની કારોબારીમાં નવા સીમાંકન વિશે દરખાસ્ત કરવામાં આવી હતી. નવી દરખાસ્ત પ્રમાણે બોપલ-ઘુમા નગરપાલિકાને amc ની હદમાં સમાવવામાં આવશે. હાલમાં આ દરખાસ્ત રાજ્ય સરકાર પાસે મંજૂરી માટે મોકલવામાં આવી છે.

Nov 27, 2019, 02:09 PM IST
Water Tank Collapse In Gota Area Of Ahmedabad PT37M52S

અમદાવાદના ગોતા વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી

બોપલ, ઘાટલોડિયા બાદ ગોતામાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. 3 નવેમ્બરે ઘાટલોડિયામાં પાણીની ટાંકી તૂટી પડી હતી. ત્યારબાદ 12 ઓગસ્ટે બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી. ત્યારે આજે ગોતાના વસંતનગરમાં પાણીની ટાંકી ધરાશાયી થઇ છે.

Nov 18, 2019, 04:10 PM IST