અમદાવાદના આ રસ્તાઓ આજે રહેશે બંધ : PM મોદીનો વાઈબ્રન્ટ રોડ શો આ રસ્તાઓ પરથી નીકળશે

Vibrant Gujarat : આજથી પાંચ દિવસ અમદાવાદ-ગાંધીનગરના લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડશે.... વાઈબ્રન્ટ ગુજરાતને કારણે બંને શહેરોમાં વીવીઆઈપી મુવમેન્ટ વધી 
 

અમદાવાદના આ રસ્તાઓ આજે રહેશે બંધ : PM મોદીનો વાઈબ્રન્ટ રોડ શો આ રસ્તાઓ પરથી નીકળશે

pm modi road show in ahmedabad with uae president : રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ 2024ને હવે ગણતરીના દિવસ જ બાકી છે. 10 થી 12 જાન્યુઆરી દરમ્યાન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ બિઝનેસ સમિટ યોજાશે. ત્યારે જો તમે આ દિવસો દરમિયાન ગાંધીનગર જતા હોય તો ખાસ ધ્યાન રાખજો. કારણ કે, રસ્તા બંધ કરવામાં આવ્યા છે. આ સાથે જ આજે વડાપ્રધાન મોદી અને યુએઈના પ્રેસિડન્ટનો અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજવાનો છે. તેથી અમદાવાદના કેટલાક રસ્તા થોડા સમય માટે બંધ રાખવામા આવનાર છે. તેથી અમદાવાદ પોલીસે એરપોર્ટ જનારા લોકોને વહેલા નીકળવા અપીલ કરી છે. 

આજે પ્રધાનમંત્રી મોદી યુએઈના પ્રેસિડન્ટ સાથે અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી રોડ શો કરશે. આ સમગ્ર રુટ પર અલગ અલગ પોઈન્ટ પર પોલીસ તૈનાત કરવામા આવી છે. જોકે, આ રોડ શોમાં રસ્તા બંધ કરવામાં નહિ આવે, પંરતુ જેટલો સમય વીવીઆઈપી મુવેમન્ટ રહેશે તેટલો સયમ ટ્રાફિક રોકવામાં આવશે. આજે પીએમના રોડ શોને ધ્યાનમાં રાખીને બે કલાક પહેલાથી રસ્તો બંધ કરવામાં આવે તેવી શક્યતા છે. 

એરપોર્ટ જનારા વહેલા નીકળે
સાથે જ અમદાવાદ પોલીસ દ્વારા અપીલ કરવામા આવી છે કે, આજે એરપોર્ટ જનારા પ્રવાસીઓ સમય કરતા વહેલા નીકળે. જેથી તેઓ ક્યાંય અટવાય નહિ. જેમને આગામી ત્રણ દિવસમાં ફ્લાઈટ પકડવાની છે તેઓ બે કલાક વહેલા ઘરેથી નીકળી જાય. કારણ કે, એરપોર્ટ જવાના રસ્તે વીવીઆઈપી મુવમેન્ટ હોવાથી ભારે ટ્રાફિક જામ મળી શે છે. સાથે જ વૈકલ્પિક રસ્તે અમદાવાદ એરપોર્ટ જવા પણ સૂચના આપવામા આવી છે. 

ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવે જણાવ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન ગાંધીનગર ખ રોડ અને ગ રોડ મહાનુભાવો અને ડેલીગેટસ માટે બંધ રહેશે. એક સેક્ટરમાંથી બીજા રોડમાં જઈ શકાશે. ભારે વાહનો માટે નાના ચીલોડાથી વૈષેણવદેવી તરફ જઈ શકાશે નહિ. બંધ કરાયેલા રસ્તાઓ માટે ડાયવર્ઝન ઉભું કરાયું છે. રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવે જણાવ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત માટે પૂરતી તૈયારી કરી લેવાઈ છે. મહાત્મા મંદિર એક્ઝિબિશન સેન્ટર રસ્તાઓ પર બંદોબસ્ત કરાયો છે. ડિજીપી રેંકના અધિકારીઓ સુપરવિઝન કરશે. ૭ હજાર પોલીસ જવાનોને બંદોબસ્ત માટે તૈનાત કરાશે. પાર્કિંગ અને રોડ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. આરએફઆઈડી ટેગનો ઉપયોગ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news