સટ્ટોડિયાને મદદ કરવામાં IBના PSIની સંડોવણી ખૂલી, સરકારી ગાડીમાં બેસાડીને સ્ટેડિયમમાં ઘૂસાડ્યા હતા

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચમાં લાઈવ ક્રિકેટ સટ્ટો રમતા બે ઝડપાયા હતા. સિક્યોરિટી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરિયાણાના બે સટ્ટોડીયાઓ મજૂર બની સ્ટેડિયમમાં ઘૂસ્યાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસને શંકા હતી કે, બંને શખ્સોને કોઈ સ્થાનિક લોકોએ સ્ટેડિયમમાં ઘૂસવા માટે મદદ કરી હતી. ત્યારે અમદાવાદના IB ના PSI સહિત એક શખ્સની સંડોવણી બહાર આવી છે.   

Updated By: Apr 29, 2021, 05:13 PM IST
સટ્ટોડિયાને મદદ કરવામાં IBના PSIની સંડોવણી ખૂલી, સરકારી ગાડીમાં બેસાડીને સ્ટેડિયમમાં ઘૂસાડ્યા હતા

મૌલિક ધામેચા/અમદાવાદ :નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચમાં લાઈવ ક્રિકેટ સટ્ટો રમતા બે ઝડપાયા હતા. સિક્યોરિટી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરિયાણાના બે સટ્ટોડીયાઓ મજૂર બની સ્ટેડિયમમાં ઘૂસ્યાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસને શંકા હતી કે, બંને શખ્સોને કોઈ સ્થાનિક લોકોએ સ્ટેડિયમમાં ઘૂસવા માટે મદદ કરી હતી. ત્યારે અમદાવાદના IB ના PSI સહિત એક શખ્સની સંડોવણી બહાર આવી છે.   

મજૂર બનીને સ્ટેડિયમમાં સટ્ટો રમવા ઘૂસ્યા હતા 
રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો બેફામ વધી રહ્યાં છે. અમદાવાદ મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડની બે મેચમાં હજારોની મેદની ભેગી કરી કોરોના વધતાં બાકીની ત્રણ મેચમાં કોઈ દર્શકોને પ્રવેશ ન આપવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ભારત ઈંગ્લેન્ડની છેલ્લી T20 મેચમાં GCA અને પોલીસની મોટી બેદરકારી સામે આવી હતી.  બે સટોડીયાઓ મજૂર બની અંદર ઘૂસ્યા હતા. પોલીસના ચુસ્ત લોખંડી પોલીસ બંદોબસ્ત હોવા છતાં હરિયાણાના બે સટ્ટોડીયાઓ ખાનગી સપ્લાયર કંપનીના મજૂર બની અને સ્ટેડિયમમાં ઘૂસી ગયા હતા અને T 20 મેચ પર મોબાઈલમાં સટ્ટો રમતાં હતાં.

પકડાયેલા બંને સટ્ટોડિયા હરિયાણાના
તપાસ કરતાં બંનેએ અંદર પ્રવેશ મેળવી સટ્ટો રમતાં તેમની જુગારની કલમ હેઠળ ધરપકડ કરી હતી. આરોપીઓએ એક સપ્લાયર કંપનીના મજૂરના પાસ મેળવી તેમાં તેમના ફોટો ચોંટાડી તેઓએ પાસ મેળવ્યા હતા અને સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો. જેથી બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને હરિયાણાના રહેવાસી હોવાનું ખૂલ્યું હતું. બંને બેઠા હતા તે દરમ્યાનમાં એક વ્યક્તિને શંકા જતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે બંનેને પૂછતાં તેઓનું નામ પ્રિન્સ ગંભીર અને આશિષ યાદવ હોવાનું જાણવા મળ્યું. તેમની પાસેથી બે મોબાઈલ ફોન પણ પોલીસે જપ્ત કર્યા હતા. સ્ટેડિયમમાં એક સપ્લાયરનો જે કોન્ટ્રાક્ટરના મજૂરો પાસેથી બંનેએ પાસ મેળવી લીધાં હતાં અને તેઓ પાસ લઈ મજૂર બની સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાંથી તેઓ બેસી મેચ જોવા બેસી સટ્ટો રમતાં હતા.

IB ના PSI કિશન સિંહ રાઓલની સંડોવણી બહાર આવી 
ત્યારે પકડાયેલ બંન્ને આરોપીઓની પૂછપરછમાં IB ના PSI અને ગોતાના વ્યક્તિની સંડોવણી બહાર આવી છે. IB ના PSI કિશન સિંહ રાઓલે સરકારી બોલેરામાં બેસાડી સટ્ટોડિયાઓને સ્ટેડિયમમાં પ્રવેશ અપાવ્યો હતો. તો ગોતા વિસ્તારમાં રહેતો નિતેશ લીંબાચિયા હોટેલ સુધી મૂકી આવતો હતો. PSI સટોડિયાઓને સ્ટેડિયમમાં લઇ ગયો હતો. પકડાયેલ આરોપી અગાઉ પણ 2 વખત સ્ટેડિયમમાંથી સટ્ટો રમાડતા પકડાઈ ચૂક્યો હતો.