વડોદરા એરપોર્ટ ઓથોરિટીની અનોખી ઓફરઃ કબુતર પકડો અને મેળવો 1000નું ઈનામ

વડોદરા એરપોર્ટના સત્તાધીશોએ(Vadodra Airport Authority) જાહેરાત કરી છે કે, જે કોઈ વ્યક્તિ એરપોર્ટમાં રહેતા 16 કબુતરને(Pigeon) માર્યા વગર કે ઈજા પહોંચાડ્યા વગર પકડી આપશે તેને ઈનામ(Prize) આપવામાં આવશે. એક કબુતર માટે રૂ.1000ના ઈનામની જાહેરાત કરાઈ છે. આમ, એરપોર્ટમાં રહેતા 16 કબુતર પકડનારને રૂ.16,000નું ઈનામ(Prize) મળશે.   

Updated By: Dec 7, 2019, 12:02 AM IST
વડોદરા એરપોર્ટ ઓથોરિટીની અનોખી ઓફરઃ કબુતર પકડો અને મેળવો 1000નું ઈનામ

વડોદરાઃ વડોદરા શહેરના હરણીમાં બનેલા એરપોર્ટ(Vadodra Airport) પર કબૂતરો(Pigeon) તંત્ર માટે માથાનો દુ:ખાવો બન્યા છે. રૂ.160 કરોડના ખર્ચે બનેલા ઇન્ટિગ્રેટેડ ઍરપૉર્ટ બિલ્ડિંગમાં ઘર કરી ગયેલાં 16 કબૂતરો સ્વચ્છતા અને સુરક્ષા માટે અગવડ ઊભી કરે છે. મુસાફરો પણ તેનાથી ત્રસ્ત થઈ રહ્યા છે અને અનેક ફરિયાદો મળી છે. જેના કારણે ઍરપૉર્ટ ઑથોરિટી દ્વારા કબૂતર પકડનારા એક્સપર્ટ્સની મદદ માગવામાં આવી છે.

વડોદરા એરપોર્ટના સત્તાધીશોએ(Vadodra Airport Authority) જાહેરાત કરી છે કે, જે કોઈ વ્યક્તિ એરપોર્ટમાં રહેતા 16 કબુતરને(Pigeon) માર્યા વગર કે ઈજા પહોંચાડ્યા વગર પકડી આપશે તેને ઈનામ(Prize) આપવામાં આવશે. એક કબુતર માટે રૂ.1000ના ઈનામની જાહેરાત કરાઈ છે. આમ, એરપોર્ટમાં રહેતા 16 કબુતર પકડનારને રૂ.16,000નું ઈનામ મળશે. 

અસ્થિર મગજની માતાનું 10 વર્ષે દિકરા સાથે મિલન થતાં સર્જાયા લાગણીસભર દૃશ્યો

હરણી ઍરપૉર્ટ બન્યા પછી કેટલીક ખુલ્લી જગ્યામાંથી ઍરપૉર્ટ બિલ્ડિંગના અંદરના ભાગે કબૂતર આવી ગયાં છે. આ જગ્યા શોધી કબૂતરનો એરપોર્ટમાં પ્રવેશ તો બંધ કરી દેવાયો છે, પરંતુ જે પ્રવેશી ગયા છે તેવા 16 કબુતરને બહાર કેવી રીતે કાઢવા તે અંગે સત્તાધીશો પાસે કોઈ માર્ગ નથી. કબૂતર ગમે ત્યાં ચરકીને ગંદકી ફેલાવે છે અને સતત ઘુટરઘુ કરતા રહે છે.  

આ અંગે ઍરપૉર્ટના ડાયરેક્ટર ચરણસિંહે જણાવ્યું કે, 'અમે કબૂતરને મારવામાં કે ક્રૂરતાથી પકડવામાં માનતા નથી. આથી યોગ્ય ઉકેલ અથવા જાણકારની મદદ શોધી રહ્યા છીએ. ગંદકીનો પ્રશ્ન મુખ્ય છે. કબૂતર ઘણી ઊંચાઇએ રહે છે એટલે પકડી શકાતા નથી. અમે એક કબૂતર પકડવા માટે રૂ. 1000 ચૂકવવા તૈયાર છીએ.'

Statue of Unity : દેનિક પ્રવાસીઓ બાબતે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પણ રાખી પાછળ

ઉલ્લેખનીય છે કે, વડોદરા ઍરપૉર્ટની જેમ જ ચેન્નાઈ ઍરપૉર્ટમાં આ પ્રકારનો ત્રાસ હતો. ચેન્નાઈ ઍરપૉર્ટે કબૂતરોને પકડવામાં સફળતા મેળવી હતી. તેથી વડોદરાના ઍરપૉર્ટ મેનૅજમૅન્ટ દ્વારા ચેન્નાઈ ઍરપૉર્ટ ઑથોરિટીનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. જોકે, તેમ છતાં તેઓ હજુ આ કબુતરનું કોઈ ઉચિત સમાધાન શોધી શક્યા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...