SriLanka Economic Crisis: રાષ્ટ્રપતિ ભવન-પીએમ આવાસમાં આ રીતે મજા કરી રહ્યા છે પ્રદર્શનકારીઓ, જુઓ Video

દેશની આ અતિ સુરક્ષિત ગણાતી જગ્યાઓ હાલ લોકો માટે પિકનિક સ્પોટ બની ગઈ છે. લોકો અહીં ખાવાનું બનાવી રહ્યા છે. અલગ અલગ ગેમ્સ રમી રહ્યા છે. પાર્કમાં મજા કરી રહ્યા છે. બેડ પર મસ્તી કરી રહ્યા છે. 

SriLanka Economic Crisis: રાષ્ટ્રપતિ ભવન-પીએમ આવાસમાં આ રીતે મજા કરી રહ્યા છે પ્રદર્શનકારીઓ, જુઓ Video

SriLanka Economic Crisis: ભારતનો પાડોશી દેશ શ્રીલંકા હાલ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. જનતા રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને પ્રધાનમંત્રી રાનિલ વિક્રમાસિંઘના રાજીનામાની માંગણી કરી રહી છે. લોકોએ રાષ્ટ્રપતિ ભવન અને પીએમ નિવાસ પર હલ્લાબોલ કર્યું છે. દેશની આ અતિ સુરક્ષિત ગણાતી જગ્યાઓ હાલ લોકો માટે પિકનિક સ્પોટ બની ગઈ છે. લોકો અહીં ખાવાનું બનાવી રહ્યા છે. અલગ અલગ ગેમ્સ રમી રહ્યા છે. પાર્કમાં મજા કરી રહ્યા છે. બેડ પર મસ્તી કરી રહ્યા છે. 

કેરમ બોર્ડ રમતા જોવા મળ્યા
પ્રદર્શનકારીઓએ સ્પષ્ટ કરી દીધુ છે કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને પ્રધાનમંત્રી રાનિલ વિક્રમાસિંઘે પોત પોતાના પદેથી રાજીનામું ન આપી દે ત્યાં સુધી તેઓ રાષ્ટ્રપતિ ભવન અને પ્રધાનમંત્રીના આવાસ પર કબજો ચાલુ રાખશે. શ્રીલંકન પીએમનું અધિકૃત નિવાસસ્થાન ટેમ્પલ ટ્રી તરીકે પ્રસિદ્ધ છે ત્યાં અંદર લોકો કેરમ બોર્ડ રમતા અને સોફો પર આરામ કરતા જોવા મળ્યા. કેટલાક તો સૂતેલા પણ જોવા મળ્યા. 

Sri Lankan PM Ranil Wickremesinghe's residence was stormed by a sea of protestors, yesterday pic.twitter.com/c0HdfO4t6K

— ANI (@ANI) July 10, 2022

પાર્કની અંદર પણ દેખાવકારો અને સ્થાનિક લોકોની ભીડ જોવા મળી રહી હતી. શ્રીલંકન પીએમના ધરની અંદર એક દેખાવકારે જણાવ્યું કે અમે ખાવાનું બનાવવાનું શરૂ કરી દીધુ છે. અમે પીએમના ઘરની અંદર છીએ. અમે પીએમ વિક્રમાસિંઘે અને રાષ્ટ્રપતિ રાજપક્ષેના રાજીનામા માટે સંઘર્ષ કર્યો છે. અમે પરિસરથી ત્યારે જ બહાર નીકળીશું જ્યારે તેઓ રાજીનામા આપશે. 

— ANI (@ANI) July 10, 2022

કુશ્તીનો વીડિયો પણ થયો વાયરલ
અન્ય એક વીડિયો વાયરલ થયો છે જેમાં દેખાવકારો પ્રધાનમંત્રીના બેડ પર WWE કુશ્તી કરતા જોવા મળે છે. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. દેખાવકારોને બેડ પર WWE ના રેસલર્સની નકલ કરતા જોઈ શકાય છે. 

— भाई साहब (@Bhai_saheb) July 10, 2022

અત્રે જણાવવાનું કે દેશની જનતાની રાજીનામાની માંગણી વચ્ચે પીએમ વિક્રમાસિંઘે રાજીનામું આપવાનું કહી ચૂક્યા છે જ્યારે રાજપક્ષે 13મી જુલાઈએ રાજીનામું આપશે. રાષ્ટ્રપતિ હાલ ક્યાં છે તેની કોઈ જાણકારી સામે આવી નથી. પ્રદર્શનકારીઓએ શહેરમાં ઘૂસ્યા બાદથી તેમનું એકમાત્ર સંચાર સંસદ અધ્યક્ષ મહિન્દા યાપા અબેવર્ધના સાથે થયું જેમણે શનિવારે મોડી રાતે જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ બુધવારે રાજીનામું આપશે. શ્રીલંકામાં મોટા પાયે સરકાર વિરોધી પ્રદર્શનો બાદ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના મોટા ભાઈ મહિન્દા રાજપક્ષે 9મી મેના રોજ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. 

દેખાવકારોની બેઠક
રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના ઘરે રવિવારે સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ એક mock Cabinet meeting કરી અને તેમના નેતૃત્વવાળી સરકારની મજાક ઉડાવવા માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) ની સાથે ચર્ચા કરી. બેઠકમાં પ્રદર્શનકારીઓએ પ્રધાનમંત્રી રાનિલ વિક્રમાસિંઘેના ઘરે થયેલી આગચંપી ઉપર પણ ચર્ચા કરી. તેમણે આઈએમએફની એક નાટકિય ચર્ચા  કરી જેમાં એક વિદેશી પણ સામેલ હતો. જે અન્ય પ્રદર્શનકારીઓ સાથે પરિસરમાં ઘૂમે છે. શનિવારે પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ભવનના બેડરૂમ, સ્વિમિંગ પૂલમાં આમ તેમ ફરતા જોવા મળ્યા હતા. 

આખી કેબિનેટ આપશે રાજીનામું, સર્વપક્ષીય સરકાર બનશે
પ્રધાનમંત્રી રાનિલ વિક્રમાસિંઘેએ સોમવારે કેબિનેટ સાથે બેઠક કરી. આ બેઠકમાં નિર્ણય લેવાયો કે દેશમાં એક સર્વપક્ષીય સરકાર બનશે. આવામાં હવે આખી કેબિનેટે રાજીનામું આપવાનું છે. આખી પીએમ રાનિલ વિક્રમાસિંઘે સહિત આખી કેબિનેટ હવે રાજીનામું આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news