રોજ કમાવીને ખાનારા નાના વેપારી સરકાર પાસેથી કેવું બજેટ ઈચ્છે છે, કરી આ માંગણી

Union Budget 2024 : વડોદરામાં ચાની લારી ચલાવતા એક વેપારીએ સરકાર પાસેથી બજેટમાં શું અપેક્ષા રાખે છે તે જણાવ્યું... તેમણે સરકાર પાસે અનેક માંગણીઓ કરી
 

રોજ કમાવીને ખાનારા નાના વેપારી સરકાર પાસેથી કેવું બજેટ ઈચ્છે છે, કરી આ માંગણી

Gujarat Budget 2024 રવિ અગ્રવાલ/વડોદરા : કેન્દ્ર સરકારના નાણાંમંત્રી કેન્દ્રીય બજેટ બહાર પાડવાના છે, ત્યારે વડોદરામાં ચા નાસ્તાની લારી દુકાન ચલાવતાં વેપારી સાથે ઝી 24 કલાકે વાતચીત કરી. રોજ કમાઈને રોજ ખાનારા વેપારીઓ કેવા બજેટની આશા રાખી રહ્યા છે તે જુવો આ રિપોર્ટમાં.

સરકાર મોંઘવારી ઓછી કરે 
વડોદરાના હરિનગર ઇસ્કોન મંદિર પાસે આવેલ સંકેત પાર્ક સોસાયટીમાં રહેતાં ચંદ્રેશ રમેશભાઈ રાજપૂત સયાજીગંજ વિસ્તારમાં છેલ્લા 27 વર્ષથી ચા અને નાસ્તાની લારી દુકાન ચલાવે છે. ચંદ્રેશભાઇની લારી અને દુકાન પર 3 મહિલાઓ સહિત 10 કર્મચારીઓ નોકરી કરે છે. જે 10 પરિવારનું ગુજરાન ચંદ્રેશ રાજપૂત છેલ્લા અનેક વર્ષોથી ચલાવી રહ્યા છે. ચંદ્રેશભાઇના પરિવારમાં માતા પિતા, પત્ની, પુત્ર મળી 5 સભ્યો છે, જેમને કેન્દ્ર સરકારના બજેટથી અનેક આશા અપેક્ષાઓ છે. તો હાલમાં અનેક સમસ્યાઓનો સામનો પણ તેઓએ કરી છે. ચંદ્રેશભાઇ ચા કોફી ઉપરાંત નાસ્તામાં થેપલા, વડાપાઉ, બર્ગર, હોટ ડોગ, ફ્રેંકી, મોમોસ, સમોસા, પોહા રાખે છે. પાન પડીકી અને સિગારેટ પણ વેચે છે. જેમને હાલમાં મોંઘવારી સૌથી વધુ નડી રહી છે.

આજે 22000થી 25000માં મહામુસીબતે મહિનો ચાલે છે
ચંદ્રેશભાઇ કહે છે કે તેવો 27 વર્ષ પહેલાં જ્યારે ચાની લારી ખોલી હતી તે સમયે  દૂધની થેલી 7 રૂ અને ખાંડ 8 રૂપિયામાં કિલો મળતી હતી. ચાની ભૂક્કી 30 થી 40 રૂ 500 ગ્રામ મળતી હતી. જે આજે દૂધની થેલી - 32 રૂ, ખાંડ - 54 કિલો,ચા - 420 રૂ કિલો મળે છે, જ્યારે ગેસનો કોમર્સિયલ બોટલ 415 રૂપિયા હતો, જે આજે 1885 રૂપિયા છે. તેલનું પાઉચ એક લિટરનું તે સમયે 27 રૂપિયા હતું જે આજે 140 રૂપિયામાં મળે છે. 8000 થી 9000 રૂપિયામાં ઘરનું ગુજરાન ચાલતું હતું આજે 22000થી 25000માં મહામુસીબતે ચાલે છે. 

બધી વસ્તુઓના ભાવ વધ્યા 
ચંદ્રેશભાઇ કહે છે કે, નાના ધંધાદારી અને મધ્યમ ગરીબ વર્ગના જીવનમાં અનેક સમસ્યાઓ છે. જેમ કે ગેસના બોટલનો ભાવ, ચાની ભૂક્કીનો ભાવ કૂદકે ભૂસકે વધી રહ્યો છે. મજૂરી પણ ખૂબ મોંઘી થઈ છે. અનાજ અને પેટ્રોલ ડીઝલના ભાવ પણ ખૂબ વધ્યા છે. જેમાં સરકાર બજેટમાં ઘટાડો કરે તો મધ્યમ ગરીબ વર્ગને ખૂબ મોટો ફાયદો થશે તેમ ચંદ્રેશભાઈનું માનવું છે. સાથે જ ચંદ્રેશભાઇ કહે છે કે ઇન્કમ ટેક્સની મર્યાદા વધારવી જોઈએ અને ધંધા વેપાર માટે સરળતાથી લોન મળી જાય તે પ્રકારના હળવા નિયમો બનાવવા જોઈએ. હાલમાં મુદ્રા લોન લેવા જઈએ તો 150 સહી કરવી પડે છે, છતાં બેંક લોન રિજેક્ટ કરી દે છે તેવું પણ ચંદ્રેશભાઇનું કહેવું છે.

સરકાર પાસેથી વેપારીની અપેક્ષા
મહત્વની વાત છે કે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો, ધંધાદારીઓ કે વેપારીઓ સરકાર પાસે બજેટમાં રોજબરોજમાં ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓના ભાવમાં ઘટાડો થાય, મોંઘવારી ઘરે, GST ઘટાડવામાં આવે, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી માંગ કરી રહ્યું છે. ત્યારે શું બજેટમાં આ અંગે નાણામંત્રી કોઈ જાહેરાત કરે છે કે કેમ તેના પર મધ્યમ અને ગરીબ વર્ગની નજર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news