જેની વાત માત્રથી આખુ ગુજરાત સ્તબ્ધ થઇ જાય છે તે કેસનો 14 વર્ષ બાદ આજે ચુકાદો

2008 માં શાંત અને સ્થિર તથા વિકાસશીલ ગુજરાતને ફરી અશાંત કરવાના ઇરાદે રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદનાં અલગ અલગ વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. ગુજરાતને ઉંડો ઘા કરનાર આ બોમ્બ વિસ્ફોટના અતિપ્રતિક્ષીત કેસનો આજે ચુકાદો છે. તેવામાં આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી રાહ ગુજરાતીઓ આટલા વર્ષોથી જોઇ રહ્યા છે. તેવામાં ગુજરાત માટે આજે ખુબ જ મહત્વનો દિવસ છે. 

જેની વાત માત્રથી આખુ ગુજરાત સ્તબ્ધ થઇ જાય છે તે કેસનો 14 વર્ષ બાદ આજે ચુકાદો

અમદાવાદ : 2008 માં શાંત અને સ્થિર તથા વિકાસશીલ ગુજરાતને ફરી અશાંત કરવાના ઇરાદે રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદનાં અલગ અલગ વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. ગુજરાતને ઉંડો ઘા કરનાર આ બોમ્બ વિસ્ફોટના અતિપ્રતિક્ષીત કેસનો આજે ચુકાદો છે. તેવામાં આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી રાહ ગુજરાતીઓ આટલા વર્ષોથી જોઇ રહ્યા છે. તેવામાં ગુજરાત માટે આજે ખુબ જ મહત્વનો દિવસ છે. 

26 જુલાઇ 2008 ને શનિવારના દિવસે રાજ્યના આર્થિક પાટનગર અને અતિવ્યસ્ત તથા ધમધમતા અમદાવાદમાં લોકો પોતાની રોજિંદી દોડાદોડીમાં વ્યસ્ત હતા. સાંજે નોકરીથી છુટીને પોતાનો થાક ઉતારવા માટે ચાની કિટલી પર ચાની ચુસ્કી લઇ રહ્યા હતા ત્યા જ અચાનક શ્રેણીબદ્ધ રીતે બોમ્બ વિસ્ફોટો થયા હતા. શહેરમાં 70 મિનિટની અંદર જ એક પછી એક તબક્કાવાર રીતે 20 સ્થળો પર 21 બોમ્બ બ્લાસ્ટ થયા અને સમાચાર વાયુવેગે પ્રસરતાની સાથે જ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત સ્તબ્ધ થઇ ગયું હતું. આ 21 વિસ્ફોટોમાં કુલ 56 લોકોનાં મોત થયા હતા. જ્યારે 200 થી વધારે લોકો ઘાયલ થયા હતા. સમગ્ર ગુજરાતનાં હૃદય પર ઉંડો ઘા કરનાર આ ષડયંત્ર ખોરોને 08 ફેબ્રુઆરી એટલે કે આજે કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવશે. 

શહેરની સિવિલ હોસ્પિટલ, મણીનગર, બાપુનગર, સહિતના કુલ 21 સ્થળ પર શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસને ગુજરાતના હાલના ડીજીપી આશીષ ભાટિયા અને તત્કાલિન ક્રાઇમબ્રાંચ ડીસીપી અભય ચુડાસમા સહિત દબંગ પોલીસ અધિકારીઓની ટીમે માત્ર 19 દિવસમાં જ ઉકેલી નાખ્યો હતો. 30 દિવસમાં ગુનેગારોને જેલના સળીયા પાચળ ધકેલી દીધા હતા. 

અમદાવાદના આ વિસ્તારોમાં થયા હતા બ્લાસ્ટ...
અમદાવાદનાં હાર્દસમા ગણાતા વિસ્તારોની ઓળખ કરીને જ આતંકવાદીઓ દ્વારા બોમ્બ વિસ્ફોટનું સુનિયોજીત કાવતરૂ રચવામાં આવ્યું હતું. અમદાવાદનાં અતિવ્યસ્ત અને ધબકતા રહેતા હાટકેશ્વર, નરોડા, સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, નારોલ સર્કલ, જવાહર ચોક, ગોવિન્દવાડી, ઇસનપુર, ખાડીયા, રાયપુર ચકલા, સરખેજ, સારંગપુર, ઠક્કરબાપાનગર અને બાપુનગરમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. 

કોણે કર્યા હતા બોમ્બ બ્લાસ્ટ?
બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુઝાહિદ્દીન હરકત ઉલ જિહાદ અલ ઇસ્લામીએ જવાબદારી લીધી હતી. આ બ્લાસ્ટનો મુખ્યસુત્રધાર અને માસ્ટરમાઇન્ડર ઇકબાલ યાસીન અને રિયાઝ ભટકલ, યાસીન ભટકલ હતા. જો કે આ તમામ આરોપીઓ હાલ દિલ્હીની જેલમાં કેદ છે અને તેની વિરુદ્ધ હવે કેસ રિઓપન થશે. 

બોમ્બ બ્લાસ્ટની ટાઇમ લાઇન...
- ગોધરાકાંડ બાદ થયેલા તોફાનોનો બદલો લેવા માટે સમગ્ર ષડયંત્ર રચાયું
- વાઘમોરના જંગલોમાં બ્લાસ્ટની તાલીમ લીધી
- આતંકવાદીઓની એક ટીમ ટ્રેન મારફતે અમદાવાદ પહોંચી
- મુંબઇથી ગાડીમાં વિસ્ફોટક અમદાવાદ અને સુરત પહોંચ્યા
- 13 સાઇકલ ખરીદવામાં આવી અને સ્થાનિક સ્લિપર સેલની મદદથી બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા
- મુફ્તી અબુ બશીરે સ્લીપર સેલને તૈયાર કર્યા
- અમદાવાદ પોલીસે કુલ 99 આતંકવાદીઓની ઓળખ કરી
- અમદાવાદમાં 20 અને સુરતમાં 15 ફરિયાદો દાખલ થઇ અને આ 35 કેસને એક સાથે એટેચ કરવામાં આવ્યા.
- 82 આતંકવાદીઓને ઝડપી લેવાયા
- 3 આતંકવાદી પાકિસ્તાન ભાગવામાં સફળ રહ્યા
- 3 આતંકવાદીઓ અલગ અલગ રાજ્યોની જેલમાં સજા કાપી રહ્યા છે
- 1 આરોપી સીરિયા ભાગી છુટ્યો
- 1 આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

IB ના કોન્સ્ટેબલે અગાઉ જ આપી હતી સમગ્ર માહિતી...
આઇબીના તત્કાલીન હેડ કોન્સ્ટેબલ બ્લાસ્ટ અંગે ચેતવણી અપાઇ હતી. બળવંતસિંહે સિમી દ્વારા ગ્રુપની રચના મુદ્દે માહિતી અપાઇ હતી. સાબરમતી જેલમાંથી ઉપયોગમાં લેવાતા નંબરો પણ આપ્યા હતા. આતંકવાદીઓના નંબર સહિતનો ગુપ્ત રિપોર્ટ સોંપ્યો હતો. જો કે અહેવાલ સરકારી તંત્રમાં ક્યાંક ફાઇલોમાં જ દબાઇ ગયો હતો. જો કે બ્લાસ્ટ બાદ આ કોન્સ્ટેબલની કામગીરીને બિરદાવીને 250 રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હતું. 
આ અધિકારીઓની ટીમે 19 દિવસમાં આતંકવાદીના મુળ અને કુળ શોધી કાઢ્યા
આશીષ ભાટીયા, અભય ચુડાસમા, ગિરીશ સિંઘલ, હિમાંશુ શુક્લા, રાજેન્દ્ર અસારી, મયુર ચાવડા, ઉષા રાડા અને વિ.આર ટોલિયા ઉપરાંત અનેક પોલીસ સ્ટાફના જવાનોએ દિવસરાત એક કરીને માત્ર 19 દિવસમાં આતંકવાદીઓની ઓળખ કરી લીધી હતી. 

ચાર્જશિટના મહત્વના મુદ્દા...
- 1163 લોકોની જુબાની લેવામાં આવી
- 1237 સાક્ષીઓ રજુ કરવામાં આવ્યા
- 6000 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા
- 9800 પેજની એક ચાર્જશીટ તૈયાર કરવામાં આવી
- 51 લાખ પેજની 521 ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી
-77 આરોપીઓ વિરુદ્ધ 14 દિવસ બાદ સુનાવણી પુર્ણ
- 7 જજ બદલ્યા અને કોરોનામાં પણ ડે ટુ ડે સુનાવણી કરવામાં આવી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news