conspiracy

GUJARAT માં મીની અફઘાનિસ્તાન બનાવવાનું કાવતરૂ? એક શખ્સને પોલીસે પકડ્યો અને...

ગુજરાતમાં પણ જાણે નાનકડું અફઘાનિસ્તાન વસાવવાનું હોય તેવી ઘટના સામે આવી છે, પોલીસ દ્વારા એક શખ્સને ઝડપી લેવાયો અને તેની પાસેથી જે મળી આવ્યું તેનાથી તંત્રમાં હડકંપ મચી ગયો છે. 

Sep 18, 2021, 06:50 PM IST

SFJ ના ભારત વિરોધી ષડયંત્રનો પર્દાફાશ, 15 ઓગસ્ટ માટે તૈયાર કર્યો પ્લાન 

ખાલિસ્તાન સમર્થક સંગઠન શીખ ફોર જસ્ટિસ  (SFJ) એ એકવાર ફરીથી ભારત વિરોધી ષડયંત્ર રચ્યું છે.

Jul 28, 2021, 01:47 PM IST

પોલીસ પૂછપરછમાં નિખિલ દોંગાએ કર્યો ઘટસ્ફોટ, ગોંડલના પૂર્વ MLA ની હત્યા માટે ઘડાયો હતો પ્લાન

નિખિલ દોંગા (Nikhil Donga) ની પૂછપરછ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.  આ કેસમાં એક પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત છ જેટલા આરોપીઓની સતત બીજી વાર જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.

Jun 10, 2021, 01:02 PM IST

રાજકોટમાં યુવાને રાતોરાત માલદાર બનવા એવું ષડયંત્ર ઘડ્યું કે, પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ

આજનો યુવા વર્ગ મોજ શોખ માટે અવળા રવાડે ચડી જતો હોય છે. જો સંગત બુરી હોય તો તે ચોરી (Robbery) અને લૂંટ જેવી ઘટનાઓને પણ અંજામ આપે છે. પછી ભલે તેના માટે કોઈ પણ પરિણામ ભોગવવાનું આવે, આવી જ એક ઘટના જેતપુર (Jetpur)ના ભીડભંજન રોડ ઉપર બની હતી. લૂંટમાં જે લૂંટાયા હતા તેજ લૂંટારા નીકળ્યા અને લૂંટનું નાટક સામે આવ્યું હતું. થોડા દિવસ પહેલા જેતપુર (Jetpur) તાલુકાના ભીડભંજન રોડ ઉપર એક સ્વીફ્ટ કારને આંતરીને લૂંટ કરવામાં આવી હતી. જેમાં લૂંટારાઓએ સ્વીફ્ટ કાર અને 30 હજાર રોકડા રૂપિયાની લૂંટની ફરિયાદ જેતપુર (Jetpur) તાલુકા પોલીસમાં નોંધી હતી. જેના અનુસાર ઉપલેટાનો મૂળ રહેવાસી એવો 22 વર્ષના નીરવ દિનેશભાઇ ચાવડા રાત્રીના 9 વાગ્યાની આસપાસ તાલુકાના થાણાગાલોળ બાજુથી આવી રહ્યા હતા, તેને જેતપુર (Jetpur)ના ભીડભંજન મહાદેવ મંદિરના રોડ ઉપર 3 અજાણીયા શખ્સોએ હાથ ઉંચો કરીને આંતરી હતી. સ્વીફ્ટ કાર અને 30 હજારની લૂંટ કરી હોવાની ફરિયાદ જાહેર કરી હતી.

Jan 23, 2021, 04:51 PM IST

બળાત્કાર દ્વારા વેપારીઓને ફસાવવાનું કાવતરૂ, ક્રાઇમબ્રાંચની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા

અમદાવાદના મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં 2 વેપારીઓ સામે થયેલ બળાત્કાર કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. 2 વેપારીઓ સામે ગત 2નવેમ્બર 2020 ના રોજ એક યુવતીએ બળાત્કારની ફરિયાદ કરી હતી. જો કે ફરિયાદ ખોટી હોવાનું સામે આવ્યું છે. યુવતીને 1 લાખ રૂપિયા આપી આંધ્રપ્રદેશથી બોલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Jan 19, 2021, 03:54 PM IST

BJP ની સત્તા જાય તેવી વિવાદિત નોટિસ, વહીવટ હાથમાં આવતા જ અધિકારીઓ તોફાને ચડ્યાં

* કચરા અંગે AMC ના એક વિવાદિત પરિપત્રના કારણે ભાજપનો થઇ જશે કચરો
* ભાજપનાં નેતાઓ અધિકારીઓનાં આદેશને પરત ખેંચવા માટે દોડાદોડી ચાલુ કરી
* વહીવટ હાથમાં આવતા જ પાલિકાના અધિકારીઓ ફરી એકવાર તોફાને ચડ્યાં
* BJP ના ગઢના કાંગરા ખેરવનારો વિવાદિત પરિપત્ર, નેતાઓને શિયાળામાં પરેસેવે રેબઝેબ

Dec 22, 2020, 06:39 PM IST

મંત્રી કુમાર કાનાણીના નામે વાયરલ થયેલા મેસેજને રદ્દીયો, કહ્યું મને-સરકારને બદનામ કરવાનું ષડયંત્ર

  દિવાળીના તહેવારો સમયે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કર્યું હોય તેઓ ફરીથી લોકડાઉન માટે તૈયાર રહે તે પ્રકારનાં મેસેજ કુમાર કાનાણીના નામે વાયરલ થઇ રહ્યા છે. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનાં નામે વાયરલ થયેલા મેસેજમાં દરેક સોસાયટીનાં પ્રમુખો અને ચેરમેન તથા સેક્રેટર લોકડાઉનનો સંદેશો આપવામાં આવ્યો હતો. જો કે આ મેસેજ અફવા હોવાની સ્પષ્ટતા કુમાર કાનાણી દ્વારા એક વીડિયો સંદેશમાં આપવામાં આવી છે. 

Nov 17, 2020, 11:33 PM IST

ગુજરાતમાંથી પ્રથમ વખત ઝડપાયા માઓવાદી,સરકાર ઉથલાવવાનું હતું ષડયંત્ર ATS ને મોટી સફળતા

ગુજરાતમાં પ્રથમ વાર માઓવાદીઓ ઝડપાયાની ઘટના બની છે. ગુજરાત એટીએસ દ્વારા ગુપ્ત બાતમી અને ટેક્નીકલ સર્વેલન્સનાં આધારે તાપી જિલ્લામાંથી 3 માઓવાદીઓને ઝડપી લેવામાં આવ્યા છે. એટીએસ દ્વારા તમામને ઝડપી લઇને વિસ્તૃત પુછપરછ માટે અમદાવાદ લાવવામાં આવ્યા છે. 

Jul 24, 2020, 11:27 PM IST

રાજકોટ: PIને લાંચકાંડમાં ફસાવી દેવા PSI નું છટકું, CCTV સામે આવતા થયો ઘટસ્ફોટ

ગાંધીગ્રામ પોલીસ સ્ટેનનાં PI વાળાને લાંચ કેસમાં ફસાવી દેવા PSI જેબલિયા સહિત ત્રણ પોલીસે કાવતરૂ રચીને બુટલેગરનાં ભાઇને વચમાં રાખ્યો હતો. જો કે ફોજદારનો કારસો નિષ્ફળ રહ્યો હતો અને કાવતરાનો પર્દાફાશ થતા ફોજદાર સહિતનાઓ સામે અપહરણ, કાવતરાનો ગુનો નોંધાયો હતો. ફરિયાદી અંકિત શાહના CCTV સામે આવ્યા છે. જેમાં PSI અને કોન્સ્ટેબલ જોવા મળ્યા હતા. 

Jul 13, 2020, 10:44 PM IST

બાપુનગર લૂંટ: ઝડપી પૈસાદાર બનવા માટે ફિલ્મો જોઇને લૂંટનું કાવત્રુ ઘડ્યું

બાપુનગર પોલીસ સ્ટેશન નજીકથી આંગણિયા કર્મચારી પર ફાયરિંગ કરીને 6.71 લાખનાં હીરાની લૂંટ કરનારા બે આરોપીઓની પોલીસ દ્વારા બાતમીનાં આધારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે પાલડીની નવચેતન સ્કુલ પાસેથી ફાયરિંગ અને લૂંટના બંન્ને આરોપી છત્રપાલ સિંહ સોલંકી (રહે- કચ્છ) અને યશપાલસિંહ રાણાની (રહે-ભાવનગર) ધરપકડ કરી છે. આરોપી છત્રપાલસિંહે હિન્દી અને અંગ્રેજી ફિલ્મો જોઇને લૂંટ કરવાનું વિચાર્યું હતું. ઝડપી પૈસાદાર થવાની લ્હાયમાં આ ફિલ્મોનાં આધારે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જેથી બાપુનગરમાં આંગડીયા પેઢીમાં લૂંટ કરવાનું કાવત્રું ઘડી કાઢ્યું હતું.

Jan 19, 2020, 06:13 PM IST

પ્રેમીકાનાં પતિની હત્યા બાદ બીજા ત્રણ લોકોની હત્યાનું હતું આયોજન જો કે અચાનક પોલીસે ઝડપી લીધો

આણંદના મેઘવા ગામ ખાતે પ્રેમ પ્રકરણમાં એકનો જીવ લીધો આરોપી પકયાયો ન હોત તો બીજા ત્રણનો જીવ લેવાનું નક્કી કરી નાખ્યું હતું, જો કે તે પહેલા જ પહેલા પોલીસ ના હાથે ઝડપાય જતા ત્રણ વ્યક્તિઓ બચી ગઈ હતી. મૂળ અમદાવાદ ઓઢવના રહેવાસી ચંદ્રકાન્ત  પટેલને  ગૌતમભાઈની પતિની સાથે પ્રેમ સબન્ધ બંધાતા બંને બંનેના પ્રેમ સબંધમાં આવતા તમામ લોકોને મારી નાખવાનું નક્કી કર્યું હતું.

Jan 15, 2020, 10:23 PM IST
X Ray 11 Dec 2019 PT17M

ગોધરાકાંડ એક ષડયંત્ર જુઓ વિશેષ અહેવાલ, X-Ray

ગોધરાકાંડ એક ષડયંત્ર જુઓ વિશેષ અહેવાલ, X-Ray

Dec 11, 2019, 11:05 PM IST

પત્ની સાથે છુટાછેડા લેવા માટે પતિએ ઘડ્યો માસ્ટર પ્લાન, જાણી ચોંકી જશો

વડોદરા(Vadodara) શહેરમાં એક પતિએ પોતાની પત્નીને છુટાછેડા(Divorce) કેસમાં બદનામ કરવા માટે એવુ ષડયંત્ર(racket) રચ્યાનો આક્ષેપ કર્યો છે જેને સાંભળી તમારા હોંશ ઉડી જશે. પરંતુ પતિ પોતાના ષડયંત્રમાં સફળ થાય તે પહેલા જ પત્નીએ તેના મિત્રો સાથે મળી પતિ અને પતિના બનેવીના ષડયંત્રનો પર્દાફાશ કરી નાખ્યો છે. 

Sep 23, 2019, 05:54 PM IST

અમદાવાદ: બાળકોને ઉઠાંતરી કરી ચોરી અને ભીખ મંગાવતી સલાટ ગેંગનો પર્દાફાશ

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલતા બાળકોની ઉઠાંતરી અને ભીખ માંગવા અને ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જુદાજુદા શહેરોમાંથી એક થી ત્રણ વર્ષ સુધીના બાળકોને કિડનેપ કરી ત્યારબાદ ભીખ મંગાવાનું અને ચોરી કરાવવાનું કૌભાંડ સલાડ ગેંગ દ્વારા આચરવામાં આવતું હતું. મહિલા ક્રાઇમ બ્રાન્ચે મળેલી માહિતીના આધારે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી બાળકોની તસ્કરીના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. 
 

Sep 9, 2019, 08:00 PM IST

અમદાવાદ: માતા અને પુત્રને એક કરવા માટે મામાએ જ કર્યું ભાણાના અપહરણનું ‘કાવતરુ’

મધર્સ ડેના કલાકો પહેલા જ અમદાવાદ શહેરમા એક એવો બનાવ બન્યો કે, જેમા માતા- પુત્રના સંબંધો લજવાયા છે. શહેરના બાપુનગર વિસ્તારમાં એક 24 વર્ષિય યુવકના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે યુવકની સતર્કતાના કારણે અપહરણ શક્ય ન બન્યુ.પરંતુ યુવકે શહેર કોટડા પોલીસ મથકમાં પોતાના મામા સહિત 5 લોકો સામે ગુનો નોંધાવ્યો છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
 

May 12, 2019, 06:01 PM IST

"ચોકીદાર જ નીકળ્યો ચોર" 6 લોકોની કારઇ ધરપકડ, વેપારીઓની યોજાશે બેઠક

સુરતના કાપડ બજારમાં આવેલી દુકાનો માંથી કાપડની ચોરીની ઘટનાઓ આમતો સામાન્ય રીતે બનતી હોય છે, પરતું એક જ માર્કેટમાંથી કરોડો રૂપિયા કાપડની ચોરી થતી હોવાનું બન્યું હોય તો હોબાળો મચે તે શક્ય છે. ત્યારે છેલ્લા પાંચ દિવસના વેપારીઓના હોબાળા અને વિરોધને પગલે આખરે પોલીસે પણ ગંભીરતાથી કામગીરી કરવાની ફરજ પડી છે. સલાબતપુરા પોલીસે કાપડ ચોરીના મુખ્ય આરોપી સહિત છ લોકોની ધરપકડ કરી અંદાજે દોઢ કરોડનો કાપડનો જથ્થો પણ જપ્ત કર્યો છે.

Jan 13, 2019, 10:59 PM IST

પોલીસ તપાસમાં વર્તી રહી છે ઢિલ: દાતી અને તેના સાથી આચરતા દુષ્કર્મ

દાતીએ અનેક યુવતીઓ સાથે આચર્યું છે દુષ્કર્મ પરંતુ અન્ય યુવતીઓને ધમકાવીને દબાવી દેવામાં આવી છે

Jun 21, 2018, 07:35 PM IST

મગફળીના ગોડાઉનમાં આગની તપાસ CID ક્રાઈમને સોંપાઈ, કોંગ્રેસે ગણાવ્યું ષડયંત્ર

આગ એટલી તો વિકરાળ હતી કે ગોડાઉનમાં રહેલી 26 હજાર મગફળીની બોરીઓ બળીને ખાખ થઇ ગઇ.

May 7, 2018, 04:04 PM IST

પાકિસ્તાન ક્યારે કાવત્રાઓ નથી કરતું : ફારૂકનો પ્રેમ ઉભરાયો

પાકિસ્તાન સરકારમાં વડાપ્રધાન મોદી પણ જમી આવ્યા છે તો શું તેમની વિરુદ્ધ કોઇ કાવત્રું થયું છે

Dec 19, 2017, 05:57 PM IST

26/11 હુમલાની વરસી પહેલા ISIના ખતરનાક ષડયંત્રનો ખુલાસો, PM મોદી સહિત અનેક નેતાઓ હિટલિસ્ટમાં

 માધ્યમોના અહેવાલો મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ એક ખતરનાક પ્લાન બનાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આતંકીઓના નિશાના પર પીએમ નરેન્દ્ર મોદી સહિત દેશના અનેક મોટા નેતાઓ છે. 

Nov 21, 2017, 12:08 PM IST