Hatched News

રાજકોટમાં યુવાને રાતોરાત માલદાર બનવા એવું ષડયંત્ર ઘડ્યું કે, પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ
આજનો યુવા વર્ગ મોજ શોખ માટે અવળા રવાડે ચડી જતો હોય છે. જો સંગત બુરી હોય તો તે ચોરી (Robbery) અને લૂંટ જેવી ઘટનાઓને પણ અંજામ આપે છે. પછી ભલે તેના માટે કોઈ પણ પરિણામ ભોગવવાનું આવે, આવી જ એક ઘટના જેતપુર (Jetpur)ના ભીડભંજન રોડ ઉપર બની હતી. લૂંટમાં જે લૂંટાયા હતા તેજ લૂંટારા નીકળ્યા અને લૂંટનું નાટક સામે આવ્યું હતું. થોડા દિવસ પહેલા જેતપુર (Jetpur) તાલુકાના ભીડભંજન રોડ ઉપર એક સ્વીફ્ટ કારને આંતરીને લૂંટ કરવામાં આવી હતી. જેમાં લૂંટારાઓએ સ્વીફ્ટ કાર અને 30 હજાર રોકડા રૂપિયાની લૂંટની ફરિયાદ જેતપુર (Jetpur) તાલુકા પોલીસમાં નોંધી હતી. જેના અનુસાર ઉપલેટાનો મૂળ રહેવાસી એવો 22 વર્ષના નીરવ દિનેશભાઇ ચાવડા રાત્રીના 9 વાગ્યાની આસપાસ તાલુકાના થાણાગાલોળ બાજુથી આવી રહ્યા હતા, તેને જેતપુર (Jetpur)ના ભીડભંજન મહાદેવ મંદિરના રોડ ઉપર 3 અજાણીયા શખ્સોએ હાથ ઉંચો કરીને આંતરી હતી. સ્વીફ્ટ કાર અને 30 હજારની લૂંટ કરી હોવાની ફરિયાદ જાહેર કરી હતી.
Jan 23,2021, 17:53 PM IST

Trending news