વેક્સિન લીધા પછી શરીરનું ચુંબકીય બની જવાની વાત હંબક છે : વિજ્ઞાન જાથા

વેક્સિન લીધા બાદ શરીર પર સિક્કા અને અન્ય ધાતુઓની વસ્તુઓ ચોંટ્ય હોવાના કિસ્સા સતત સામે આવી રહ્યાં છે. વડોદરામાં વેક્સિન લીધા બાદ મહિલાના શરીર પર રૂપિયાના સિક્કા ચોંટ્યા હોવાની ઘટના બની રહી છે. સિક્કા, ચાંદીના સિક્કા, તાંબુ અને ચમચી જેવી વસ્તુઓ શરીર પર ચોંટી જવાના કિસ્સા દેશભરમાં બની રહ્યાં છે. કોવિશિલ્ડ વેક્સિન ના બે ડોઝ લીધા બાદ મહિલાના શરીર પર વસ્તુઓ ચોંટી રહી છે. ત્યારે લોકોની અંધશ્રદ્ધા દૂર કરવાનું કામ કરતી સંસ્થાએ આ ઘટનાઓને હંબક ગણાવી છે.

Updated By: Jun 15, 2021, 02:33 PM IST
વેક્સિન લીધા પછી શરીરનું ચુંબકીય બની જવાની વાત હંબક છે : વિજ્ઞાન જાથા

ઝી મીડિયા/બ્યૂરો :વેક્સિન લીધા બાદ શરીર પર સિક્કા અને અન્ય ધાતુઓની વસ્તુઓ ચોંટ્ય હોવાના કિસ્સા સતત સામે આવી રહ્યાં છે. વડોદરામાં વેક્સિન લીધા બાદ મહિલાના શરીર પર રૂપિયાના સિક્કા ચોંટ્યા હોવાની ઘટના બની રહી છે. સિક્કા, ચાંદીના સિક્કા, તાંબુ અને ચમચી જેવી વસ્તુઓ શરીર પર ચોંટી જવાના કિસ્સા દેશભરમાં બની રહ્યાં છે. કોવિશિલ્ડ વેક્સિન ના બે ડોઝ લીધા બાદ મહિલાના શરીર પર વસ્તુઓ ચોંટી રહી છે. ત્યારે લોકોની અંધશ્રદ્ધા દૂર કરવાનું કામ કરતી સંસ્થાએ આ ઘટનાઓને હંબક ગણાવી છે.

વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ વેક્સિન લીધા પછી શરીરનું ચુંબકીય બની જવાની વાતને હંબક ગણાવી છે. તેમણે કહ્યું કે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પૃષ્ઠતાણ, ભેજ, પરસેવો, લીસી ચામડી અને ચિકાસમાં વસ્તુઓ શરીર પર ચોંટી જાય તેવુ બને છે. પરંતુ વેક્સીનને કારણે ચુંબકતત્વ ઉતપન્ન થતું નથી. અંધશ્રદ્ધા ખોટી ફેલાવવામાં આવે છે. વેક્સિનની અફવા ફેલાવી સમાજને ખોટી રીતે દોરવું તે રાષ્ટ્રદ્રોહ છે. કોઈ પણ વ્યક્તિ ઘરે પ્રયોગ કરી શકે છે. આમ, તેમણે લોકોને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ડેમો કરી સમજાવ્યા હતા. 

તો બીજી તરફ, કોરોનાની રસી બાદ શરીરમાં ચુંબકીય શક્તિ આવતી હોવાની અફવાનું ખંડન નિષ્ણાત દિલીપ માવલંકર દ્વારા કરવામાં આવ્યું છે. ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત તેઓએ જણાવ્યું કે, માત્ર ચોમાસા શરીર પર ચિકાશયુક્ત પરસેવો થતો હોવાથી આ પ્રકારની ઘટના બનતી હોય છે. ત્રીજા વેવની શરૂઆત દુનિયાના કેટલાક દેશોમાં થઈ રહી છે તેને રોકવા માટે જાગૃતિ, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સૌથી વધુ વેક્સિન ઉપયોગી સાબિત થઇ શકે છે.