બનાસકાંઠામાં દારૂડિયાનો જાહેરમાં તમાશો, તહેવાર પર જ ઉડાડ્યા પોલીસની આબરૂના ધજાગરા

બનાસકાંઠાના દિયોદરમાં ખુલ્લેઆમ દારૂડિયા બેફામ બન્યા છે. ઉત્તરાયણના તહેવાર પર જ ભર બજારમાં દારૂ પીને નશામાં ધતિંગ કરતા દારૂડિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

બનાસકાંઠામાં દારૂડિયાનો જાહેરમાં તમાશો, તહેવાર પર જ ઉડાડ્યા પોલીસની આબરૂના ધજાગરા

અલ્કેશ રાવ/ બનાસકાંઠા: એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે. ત્યારે બનાસકાંઠાના દિયોદરમાં ખુલ્લેઆમ દારૂડિયા બેફામ બન્યા છે. ઉત્તરાયણના તહેવાર પર જ ભર બજારમાં દારૂ પીને નશામાં ધતિંગ કરતા દારૂડિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તહેવાર પર જ બનાસકાંઠા પોલીસની આબરૂના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યાં છે.

જુઓ વીડિયો:- 

સોશિયલ મીડિયા પર આવો જ એક દારૂડિયાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો બનાસકાંઠાના દિયોદરનો છે. જ્યાં દારૂના નશામાં ચકચૂર એક દારુડિયો ભર બજારમાં રસ્તા પર આળોટી રહ્યો છે. દારૂડિયો નશામાં એટલો ચકચૂર છે કે, તે જાહેર રસ્તા પર પોલીસને પડકાર ફેંકી રહ્યો છે. આ વીડિયોમાં દારૂડિયાએ ઉત્તરાયણ પર જ દિયોદર પોલીસની આબરૂ કાઢી છે. આ દારૂડિયો દિયોદરનો રાજા હોવાનો બફાટ કરતો કેમેરામાં કેદ થયો છે. દારૂબંધીના લીરા ઉડાવતા આ દારૂડિયાએ દિયોદર પોલીસને કાર્યવાહી કરવાનો કેમેરા સામે પડકાર ફેંક્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news