કોરોનાથી ગભરાવાની જરૂર નથી, સાવચેતી અને સમજદારીથી આગળ વધીશું અને દાનવને પરાજીત કરીશું

ગુજરાત ઇન્ફો અમદાવાદ કોરોના વિરોધી રસી ઝુંબેશમાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતે કોરોનાનો મક્કમતાથી મુકાબલો કર્યો છે. ઝાયડસ કોર્પોરેટ પાર્ક ખાતે "ટુ ગેધર વી ફલાય" જાહેર કલાકૃતિને ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખુલ્લી મુકી હતી. અમદાવાદના એસ.જી.હાઈવે સ્થિત ઝાયડસ કોર્પોરેટર પાર્ક ખાતે "ટુ ગેધર વી ‌ફલાય" જાહેર કલાકૃતિને ખુલ્લી મુકતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં રસીકરણ ઝુંબેશમાં ગુજરાત અગ્રેસર છે‌ અને અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં સાડા સાત કરોડથી વધારે ડોઝ અપાઇ ચૂક્યા છે.

Updated By: Dec 5, 2021, 09:46 PM IST
કોરોનાથી ગભરાવાની જરૂર નથી, સાવચેતી અને સમજદારીથી આગળ વધીશું અને દાનવને પરાજીત કરીશું

અમદાવાદ : ગુજરાત ઇન્ફો અમદાવાદ કોરોના વિરોધી રસી ઝુંબેશમાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતે કોરોનાનો મક્કમતાથી મુકાબલો કર્યો છે. ઝાયડસ કોર્પોરેટ પાર્ક ખાતે "ટુ ગેધર વી ફલાય" જાહેર કલાકૃતિને ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખુલ્લી મુકી હતી. અમદાવાદના એસ.જી.હાઈવે સ્થિત ઝાયડસ કોર્પોરેટર પાર્ક ખાતે "ટુ ગેધર વી ‌ફલાય" જાહેર કલાકૃતિને ખુલ્લી મુકતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં રસીકરણ ઝુંબેશમાં ગુજરાત અગ્રેસર છે‌ અને અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં સાડા સાત કરોડથી વધારે ડોઝ અપાઇ ચૂક્યા છે.

મુખ્યમંત્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, જ્યારે સમગ્ર વિશ્વ કોરોના સામેની લડાઈમાં થાક્યું હતું ત્યારે ભારતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મક્કમતાથી મુકાબલો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગૌરવભેર જણાવ્યું હતું કે, આજે જે ભૂમિ પર થી હું વાત કરી રહ્યો છું તે જ ભૂમિ પર કોરોના વિરોધી સ્વદેશી વેક્સિન વિકસાવવામાં આવી છે જેનોઆપણને સૌને ગર્વ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે , "ટુ ગેધર વી ફલાય "નો સંદેશો દર્શાવે છે કે આપણે નાના પ્રયાસોથી મોટા પરિવર્તનો આણી શકીએ છીએ.આ અવસરે મુખ્યમંત્રીએ કોવીડ કાળમાં આપદ ધર્મ તરીકે ફરજ બજાવનારા તબીબો અને આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તબીબો અને આરોગ્ય કર્મીઓની પીઠ થાબડતા કહ્યું કે તબીબો અને આરોગ્ય કર્મીઓની સમર્પિત ભાવના કારણે જ કોરોનાને કાબુમાં રાખવામાં આપણને સફળતા પ્રાપ્ત થઇ છે.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિશ્વાસપૂર્વક કહ્યું કે "હારશે કોરોના, જીતશે ગુજરાત" નો સંકલ્પ આપણે સૌ સાથે મળીને સાકાર કરીશું.આ અવસરે ઝાયડસના પંકજભાઈ પટેલે જણાવ્યું હતું કે , અમારી કંપની દ્વારા હંમેશા સામાજિક દાયિત્વ અને પ્રાથમિકતા આપવામાં આવી છે. અને કોવીડ કાળમાં પણ અમે સામાજિક દાયિત્વ નિભાવ્યું છે. તેમણે કહ્યું કે કોવીડ કાળમાં જરૂરી દવાઓ ગુજરાત અને ભારતમાં ઉત્પાદિત થઈ છે જે ભારતીય પ્રતિભા દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે પંદર હજાર જેટલી અનન્ય અભીવ્યક્તિ સાથેની આ ટુ ગેધરવી ફ્લાય કલાકૃતિ 262 ફૂટ પહોળી અને ૮૫ ફૂટની ઊંચાઈ ધરાવે છે, જે ઝાયડસ ગ્રુપના આઇકોનિક કોર્પોરેટ પાર્કની બાહ્ય દિવાલ પર મૂકવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube