ગુજરાતમાં આજથી માવઠાની આગાહી, હાડ થીજવતી ઠંડી પડશે

ગુજરાતમાં આજે 5 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ (gujarat rain) પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતભરમાં માવઠું પડશે. આવા વાતાવરણમાં ખેડૂતોએ ખાસ સાવધાન રહેવાની સૂચના હવામાન વિભાગે આપી છે. તો સાથે જ માવઠા વચ્ચે ગુજરાતમાં કાતિલ ઠંડી (cold wave) નું મોજુ ફરી વળશે.
ગુજરાતમાં આજથી માવઠાની આગાહી, હાડ થીજવતી ઠંડી પડશે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં આજે 5 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ (gujarat rain) પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતભરમાં માવઠું પડશે. આવા વાતાવરણમાં ખેડૂતોએ ખાસ સાવધાન રહેવાની સૂચના હવામાન વિભાગે આપી છે. તો સાથે જ માવઠા વચ્ચે ગુજરાતમાં કાતિલ ઠંડી (cold wave) નું મોજુ ફરી વળશે.

માવઠાની સીધી અસર ખેતી પર પડશે
ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી છે. આજે 5 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી છે. જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું પડવાની શક્યતા છે. તો કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ માવઠું પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ માવઠું પડી શકે છે. હવામાન વિભાગે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. તો સાથે જ હવામાન વિભાગે ખેડૂતોને સાવચેત રહેવા સૂચન કર્યું છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે માવઠાની અસર ગુજરાતમાં જોવામ મળશે. આ માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

ઠંડીના પારામાં વધારો થશે
માવઠા બાદ ઠંડીમાં પણ વધારાની આગાહી કરવામાં આવી છે. 5 અને 6 જાન્યુઆરીના રોજ વરસાદને કારણે ગુજરાતમા ઠંડીમાં પણ વધારો થશે અને તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ગગડે તેવી શક્યતા છે. આ સાથે, અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગનાં શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. તો લઘુતમ તાપમાન પણ વધતાં રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. ઠંડા પવનો ઘટતાં રાજ્યનાં 12 શહેરમાં ગરમીનો પારો 29થી 31 ડીગ્રી વચ્ચે નોંધાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news