આ સુરતીનું આખું ઘર રેડિયોથી ભરેલું, એવી કોઈ કંપની બાકી નહિ હોય જેનું મોડલ તેની પાસે નહિ હોય
World Radio Day : સુરતના યુવકનો શોખ જોઈને તમને પણ રેડિયોનો શોખ જાગી જશે!, આ યુવાન પાસે વર્ષો જૂના રેડિયોનો સંગ્રહ...
Trending Photos
World Radio Day ચેતન પટેલ/સુરત : 13 ફેબ્રુઆરી એટલે માત્ર કિસ ડે નહિ, પરંતું રેડિયો દિવસ પણ હોય છે. વર્તમાન સમયમાં સ્માર્ટફોનનો ટ્રેન્ડ હોવા છતાં પણ રેડિયો પ્રત્યે લોકોનો ક્રેઝ આજે પણ ઓછો થયો નથી. આ વચ્ચે એન્ટીક વસ્તુઓના શોખીન સુરતના યુવાને અલગ અલગ બ્રાન્ડના તેમજ દેશ વિદેશના શરૂઆતથી લઇને હાલ સુધીના એક બે નહીં પરંતુ ૧૦૦ થી વધુ દેશી-વિદેશી બનાવટના રેડિયો સંગ્રહ કરી રાખ્યા છે. જેમાં ઘણા હાલ ચાલુ કન્ડિશનમાં પણ છે.
જૂન 1923 માં ભારતમાં રેડિયોની શરૂઆત થયા બાદ બાળપણથી લઈને વૃદ્ધવસ્થા એમ ઉંમરના દરેક પડાવામાં તેનું અનેરૂ મહત્વ છે અને દેશની આઝાદીની ઘોષણા પણ રેડિયોના માધ્યમથી જ દેશવાસીઓને મળી હતી. તે સમયના લોકોને રેડિયો સાથે અંગત લગાવ હતો. તેમના માટે રેડિયો એટલે ઘરનો જ એક સભ્ય. શહેરના ઉધના દરવાજા વિસ્તારમાં રહેતા ધવલ ભંડારીએ પોતાના દાદાના શોખને માત્ર જાળવવાને બદલે આગળ વધાવ્યો છે. દેશ વિદેશની અનેક એન્ટીક વસ્તુઓનો તેમની પાસે સંગ્રહ છે. ખાસ કરીને રેડિયોની વાત કરવામાં આવે તો તેમની પાસે 100 થી વધુ રેડિયોનું કલેક્શન છે. જેમાં નામાંકિત કંપનીઓના રેડિયો છે.
આ પણ વાંચો :
આ રેડિયોને તેઓએ અલગ સ્થળો પર જાતે મુલાકાત લઈને કે પાર્સલ મંગાવી એકત્ર કર્યા છે. સાથે જ તેમણે રેડિયોને દુરસ્ત કરી તેને ચાલુ રાખી તેની જાળવણી કરી છે. તેમના મકાનના એક સંપૂર્ણ ફ્લોર પર આ રેડિયોનો સંગ્રહ કયી છે. ધવલ ભંડારી પોતાના આ શોખ વિશે કહે છે કે, આજના જમાનામાં પણ ગામડાઓમાં રેડિયોનું ચલણજ વધારે છે. એક સાથે મોટા જનસમુદાયને તે સાંકળી શકે છે. જેથી તે આજે પણ લોકોમાં પસંદ છે. મારી પાસે નેશનલ પેનાસોનિક, મરફી, ફિલિપ્સ, બુશ, ગેરેટ, મિત્સુબિશી, સાન્યો અને ક્રાઉન જેવી કંપનીઓના વર્ષ ૧૯૪૦ થી અત્યાર સુધીના રેડિયો છે.
6 થી 7 રેડિયો મેડ ઈન ઈન્ડિયાના તેમજ અન્ય વિદેશી બનાવટના લાખો રૂપિયાના રેડિયોનું કલેક્શન છે. મોડેલ આ૨-૭૨૫ એફઆરઈક્યુ, એચએસ-૭૦૦ક્યુ, એમ૯૮૩૭કે, સીએસસી - ૬૨૨ એસડબલ્યુએસ, આરક્યુ ૫૬૫ ડી, આઇસીએફ-૩૫ તેમજ નેશનલના ઓલ વેવ ૯ ટ્રાન્ઝિસ્ટર મોડલ ટી-૧૦૦, આરક્યુ-૫૫૩ટીએસ અને આર- ૫૪૧૦બી મોડેલ જેવા અનેક મોડેલ તેઓએ સાચવી રાખ્યા છે.
આ તમામ રેડિયો અલગ-અલગ સ્થળો પર જાતે મુલાકાત લઈને લાવવામાં આવ્યા છે અને અમુક રેડિયો પાર્સલ સર્વિસથી મંગાવ્યા છે. ધવલ ભંડારિયાએ તેમના ઘરના એક ફ્લોરમાં રેડિયોનો સંગ્રહ કર્યો છે. આજના જમાનામાં પણ અમુક ગામડાઓમાં રેડિયોનું ચલણ વધારે છે. રેડિયો એક સાથે મોટા જનસમુદાયને સાંકળી શકે છે જેથી તે આજે પણ લોકોને રેડિયો પસંદ છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે